30 દિવસ 30 વાનગી:હિમાચલ પ્રદેશમાં ખાસ તહેવાર પર બનાવવામાં આવે છે 'હિમાચલી સિદ્દુ' તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહિલાઓના મત મુજબ, તહેવારોમાં પૂજાની સાથે પકવાનનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. મહિલા વાચકોનાં મળેલાં સૂચન પ્રમાણે, ભાસ્કર 30 દિવસ સુધી રોજ એક વિશેષ ભારતીય વ્યંજન બનાવવાની રીત જણાવશે. એના માટે અમે રાજ્યોના પ્રખ્યાત શેફની એક પેનલ બનાવી છે. દરરોજ એક શેફ પોતાના રાજ્યના એક વિશેષ પકવાનની રીત જણાવશે, એટલે કે આ તહેવાર પર પરિવારને દરરોજ એક નવો સ્વાદ અને ખુશીઓની મહેક મળી રહેશે.

હિમાચલમાં ખાસ અવસર પર એક વિશેષ રોટલી બનાવવામાં આવે છે જેનું નામ છે સિદ્દુ. તેનો આકાર થોડો ચપટો ગોળાકાર હોય છે. આવી જ એક વાનગી ચીનના લોકો પણ બનાવે છે. જેને તે બાઓ કહે છે. સિદ્દુને તમે કોઈ પણ લોટથી બનાવી વરાળથી રાંધી શકો છો. કુટ્ટુ અથવા રાગીના લોટથી બનાવી તેને અનોખો ટચ આપી શકાય છે. સિદ્દુને ભરેલા પણ બનાવી શકાય છે. તેની અંદર મીઠું. નમકીન પુરણ ભરી શકાય છે.- પુષ્પેશ પંત (ખાણીપીણી વિશેષજ્ઞ)

આજે પર્વનાં પકવાનમાં હિમાચલી સિદ્દુની રીત જણાવીશું. ઝારખંડના સ્ટ્રીટ સ્ટોરીઝ રેસ્ટોરાંના શેફ નિશાંત ચૌબે જણાવી રહ્યા છે વાનગીની રીત...

સામગ્રી : 3-4 લોકો માટે
બનાવવાનો સમય : 40-45 મિનિટ

આ વસ્તુ જરૂરી...

મડુઆ/રાગી લોટ : 100 ગ્રામ, ઘઉંનો લોટ : 50 ગ્રામ, મીઠું : 1/4 નાની ચમચી, યીસ્ટ :2 નાની ચમચી, ગરમ પાણી : ગુંદવા માટે, ધી : 3 નાની ચમચી,

પુરણ માટે:
શક્કરિયું :150 ગ્રામ બાફેલું અને છુંદેલું,
અખરોટ :2 મોટી ચમચી વાટેલી,
મગફળી: 1 મોટી ચમચી વાટેલી,
ખસખસ દાણા:1 મોટી ચમચી,
લીલાં મરચાં:2,
આદુ-1 નાનો ટુકડો,
ચાટ મસાલો : 1/4 નાની ચમચી,
લાલ મરચુ પાવડર : 2 નાની ચમચી,
હળદર પાવડર-1 નાની ચમચી,
અથાણું: 1/2 નાની ચમચી,
લીલાં ધાણાં: 1 મોટી ચમચી,
ઘી.

ચટણી માટે:
લાલ કેપ્સિકમ કાપેલા: 2 મોટી ચમચી,
અખરોટ-1 નાની ચમચી,
તાજા ટામેટાંનો રસ:2 મોટી ચમચી,
લીલું મરચું :2,
લીંબુનો રસ-1 નાની ચમચી.

આ રીતે બનાવો :
યીસ્ટ અને નવશેકું પાણી મિક્સ કરી લો.
લોટ, મેદો, યીસ્ટનું મિશ્રણ, મીઠું નાખી નવશેકા પાણીમાં ગુંદી લો.
થોડું ઘી નાખી ગુંદો અને લોટને ફુલવા સુધી ઢાંકીને મુકી દો.
આ વચ્ચે પેનમાં ઘી ગરમ કરી આદુ, લીલા મરચાં, ચાટ મસાલો, હળદર પાવડર, લાલ પરચું પાવડર, અખરોટ, મગફળી, ખસખસ, થોડું અથાણું-લીલા ધાણાં નાખી મીક્સ કરો,

ચટણી બનાવા માટે:
કેપ્સિકમને આંચ પર શેકી લો, તેની છાલ કાઢીને તેને અખરોટ, લીલા મરચાં, ટામેટાંનો રસ અને લીંબુનો રસ નાખી પીસી લો.
હવે લોટને ફરીથી ગુંદી લો અને તેના મોટા ગુલ્લાં બનાવો.
તેના ઉપર રોટલીની લંબાઈમાં પુરણ રાખો અને રોટલીને વચ્ચેથી બરાબર વાળી 20-25 મિનિટ વરાળમાં બાફો.
તૈયાર સિદ્દુને કાપી કેપ્સિકમની ચટણી-ઘી સાથે પીરસો.