30 દિવસ 30 વાનગી:ગુજરાતીઓના દાઢે વળગશે આ ફરાળી શાક, નવરાત્રિમાં અચૂક ટ્રાય કરો, આ રહી સ્ટેપ-ટુ-સ્ટેપ રેસિપી

4 મહિનો પહેલા

ગુજરાતમાં ફરાળી વાનગીઓ ઘણી જાણીતી છે. વર્ષ દરમિયાન તહેવારમાં તો ફરાળી વાનગીઓ, જેવી કે શીરો, બિસ્કિટ્સ, ઢોસા, પિત્ઝા જેવી અનેક વાનગીઓ બનાવવામાં આવે છે, પરંતુ નવરાત્રિમાં તો ઉપવાસને કારણે ખાસ બનાવવામાં આવે છે. ફરાળી વાનગી હોય એમાં પણ હેલ્ધી હોય તો ડાયટમાં ચાર ચાંદ લાગી જાય છે.

મહિલાઓના મત મુજબ, તહેવારોમાં પૂજાની સાથે પકવાનનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. મહિલા વાચકોનાં મળેલાં સૂચન પ્રમાણે, ભાસ્કર 30 દિવસ સુધી રોજ એક વિશેષ ભારતીય વ્યંજન બનાવવાની રીત જણાવશે. એના માટે અમે રાજ્યોના પ્રખ્યાત શેફની એક પેનલ બનાવી છે. દરરોજ એક શેફ પોતાના રાજ્યના એક વિશેષ પકવાનની રીત જણાવશે, એટલે કે આ તહેવાર પર પરિવારને દરરોજ એક નવો સ્વાદ અને ખુશીઓની મહેક મળી રહેશે.

પુષ્પેશ પંત (કેટરિંગ સ્પેશિયાલિસ્ટ) પાસેથી જાણીએ ફરાળી શાકભાજીની વિશેષતા...
ગુજરાતમાં નવરાત્રિનું અનેરું મહત્ત્વ છે. નવરાત્રિના ઉપવાસની થાળીમાં વાનગીઓની પસંદગીમાં કોઈને વધુ મહેનત કરવી પડતી નથી. પરંપરાગત ફરાળી શાક ખૂબ જ લોકપ્રિય છે અને શ્રાવણથી કાર્તિકના તહેવારો દરમિયાન આ વાનગી બનાવવામાં આવે છે. આ વાનગીમાં ઘણાં શાકભાજીનો સંગમ છે અને એ નારિયળના દૂધ કે તેલના ઉપયોગ વગર કેરળના અવિયલની યાદ અપાવી જાય છે.

શેફે શિંગોડાના લોટનો ઉપયોગ કરી વધુ સ્વાદિષ્ટ બનાવીને આધુનિક 'સ્ટુ'નું રૂપ આપ્યું છે

આજ 'પર્વનાં પકવાન' સિરીઝ'માં અમે તમને જણાવીશું એક નવી રૅેસિપી...

પર્વનાં પકવાનની સિરીઝમાં ચોથી રેસિપી છે ફરાળી શાક, જેને બનાવવાની રીત શીખવી રહ્યા છે શેફ રુશીના ઘીલડિયાલ...

વ્યક્તિ : 4થી 5 લોકો માટે

આ જોઈશે સામગ્રી
ઘી : 1 ચમચો
લીલાં મરચાં: 1 કપ જીણું સમારેલું
સુરણ અને બટાટા : 1 કપ નાના ટુકડા
દૂધી 2 કપ છોલીને નાના ટુકડા કરો
બદામ પેસ્ટ : 1/4 કપ
દહીં : 150 મિલી.
પાણી : 300 મિલી
શિંગોડાનો લોટ : 3 મોટા ચમચા
સિંધાલૂણ : સ્વાદનુસાર

બનવામાં લાગશે : 30-35 મિનિટ

આ રહી સ્ટેપ-ટુ સ્ટેપ રેસિપી

  • સૌપ્રથમ મધ્યમ તાપ પર એક પેનમાં ઘી ગરમ કરો અને સમારેલાં મરચાંને સાંતળો.
  • સુરણ અને બટાટાના ટુકડા ઉમેરીને અને 5-8 મિનિટ સુધી પકાવો.
  • આ બાદ દૂધી ઉમેરીને 3-4 મિનિટ સુધી ગેસ પર રાખો.
  • હવે એક બાઉલમાં બદામ, શિંગોડાનો લોટ, દહીં, પાણી અને મીઠું મિક્સ કરો.
  • આ મિશ્રણને શાકભાજી સાથે મિક્સ કરો અને ઊકળે ત્યાં સુધી મધ્યમ તાપ પર રાંધો.
  • ત્યાર બાદ 10 મિનિટ સુધી ધીમી આંચ પર શાકભાજી બફાઈ જાય ત્યાં સુધી પકાવો.
  • ગરમાગરમ આ ફરાળી શાક ભાત અને પાપડ સાથે પણ સર્વ કરી શકો છો