નવરાત્રી:ફળાહારીમાં સામાની ખીચડી બનાવીને ખાઓ, ફળાહારી પરોઠાને દહીંની સાથે સર્વ કરો અને નારિયેળની બરફીથી બધાનું મોં મીઠુ કરાવો

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવરાત્રીમાં ફળાહારીના એવા ઘણા વિકલ્પ હોય છે જે પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તમે સામાની ખીચડી બનાવી શકો છો. તેમાં લીલી કોથમીર નાખીને સર્વ કરવી. વ્રતના પરોઠા અને નારિયેળની બરફી પણ ઘરે બધાને પસંદ આવશે. આ બરફીને તમે બનાવીને થોડા દિવસ સુધી એર ટાઈટ ડબ્બામાં પણ રાખી શકો છો.

બનાવવાની રીતઃ
એક પેનમાં ઘી ગરમ કરીને જીરું, એલચી અને તજ નાખીને શેકી લો. બટેટાં, સામો, લીલાં મરચાં અને મીઠું નાખીને 5 મિનિટ સુધી શેકો. તેમાં પાણી નાખીને ઉકાળો. ઉભરો આવે ત્યારે ગેસ ધીમો કરીને ઢાંકણ ઢાંકી પાણી સૂકાઈ જાય ત્યાં સુધી ચઢવા દો. બટેટાં ચઢી ગયા બાદ ગેસ પરથી ઉતારી લો. લીલી કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

બનાવવાની રીતઃ
બાફેલા બટેટાંને છોલીને સારી રીતે મેશ કરી લો. તેમાં ઝીણાં સમારેલાં લીલાં મરચાં, ઝીણી સમારેલી લીલી કોથમીર, કાળા મરીનો પાઉડર, જીરું નાખીને તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. એક વાટકીમાં ચોખાના લોટમાં થોડું પાણી નાખીને તેનું મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણને બટેટાના મસાલામાં મિક્સ કરી દો. હવે આ મિશ્રણમાં સ્વાદાનુસાર સિંધવ મીઠું નાખવું અને મિક્સ કરવું. ગેસમાં મીડિયમ તાપ પર તવો ગરમ કરો. તેમાં એક મોટી ચમચી મિશ્રણ નાખીને તેને ચમચી વડે ફેલાવી દો. ધીમા તાપે એક સાઈડ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. હવે તેને બીજી તરફ પણ ઘી અથવા તેલ લગાવીને શેકી લો. આ પરોઠાને દહીંની સાથે સર્વ કરો.

બનાવવાની રીતઃ
ગેસ પર એક પેનમાં દૂધ, ખાંડ અને નારિયેળનું છીણ નાખીને ધીમા તાપે ચઢવા દો. દૂધનો ઉભરો આવવા દો. ત્યારબાદ તેને ઓછામાં ઓછા અડધા કલાક સુધી હલાવતા રહેવું અને બાદમાં દૂધમાં ઘી નાખો અને ફરીથી હલાવવું. ધીમે ધીમે દૂધને ઘટ્ટ થવા દો. ઓછામાં ઓછી 40થી 45 મિનિટ બાદ મિશ્રણ સૂકાવવા લાગશે. સંપૂર્ણ રીતે સૂકાઈ ગયા બાદ ગેસ બંધ કરી દો અને તેને નીચે ઉતારી લો. હવે એક મોટી થાળીમાં ઘી લગાડો અને મિશ્રણ તેમાં નાખીને સારી રીતે ફેલાવી લો. આ મિશ્રણને ઓછામાં ઓછા 1 કલાક માટે ઠંડું થવા દો. 1 કલાક બાદ છરી વડે બરફીને તમારા મનપસંદ આકારમાં કટ કરી લો અને સર્વ કરો.