લોકડાઉન રેસિપી / ઈદ પર ઘરે સરળતાથી બનાવો સુકી સેવૈયા ખીર

Easily make dry sevaiya pudding at home on Eid
X
Easily make dry sevaiya pudding at home on Eid

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 08:17 PM IST

મીઠી સેવૈયા ખીર સ્વાદમાં લાજવાબ હોય છે. જો વાત ઈદના તહેવારની આવે છે તો સુકી સેવૈયાની વિશેષતા વધી જાય છે. ઘણા બધા ડ્રાયફ્રૂટથી બનાવવામાં આવેલી આ રેસિપી ઈદના દિવસે ચાર ચાંદ લગાવે છે. તો તમે પણ આ રેસિપીને જરૂરથી ટ્રાય કરો. શેફ સંજીવ કપૂર પાસેથી જાણો તેને ઘરે સરળ રીતે બનાવવાની રીત.

સામગ્રીઃ

 • 2 કપ સેવૈયા
 • 1 કપ ખાંડ
 • 1/2 ચમચી વાટેલી ઈલાયચી
 • 1/2 કપ દૂધ
 • 1/2 કપ ઘી
 • 1/2 કપ ડ્રાયફ્રૂટ

બનાવવાની રીતઃ

 • એક નોન સ્ટિક પેનને મધ્યમ તાપે ગરમ કરો અને તેમાં દેશી ઘી નાખો. હવે તેમાં બદામ, કાજૂ,  કિશ્મીશ, પિસ્તા અને ડ્રાયફ્રૂટ ઉમેરો. 

 • ત્યારબાદ પેકેટમાંથી લાંબી સેવૈયા કાઢીને તેને થોડી ક્રશ કરી લો અને પેનમાં નાખો. સેવૈયા થોડી બ્રાઉન થાય ત્યાં સુધી તેને ઘીમાં સારી રીતે શેકો
 • હવે તેમાં ખાંડ, ઈલાયચી પાવડર, અને 1/2 દૂધ નાખીને ચઢવા દો
 • હવે થોડું પાણી નાખીને તેને કવર કરો અને જ્યાં સુધી પાણી શોષાય નહીં ત્યાં સુધી સેવૈયાને ચઢવા દો.
 • તો તૈયાર છે ગરમાગરમ સેવૈયા. હવે વધેલા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી