30 દિવસ 30 વાનગી:સાત્ત્વિક ફરાળી ભરેલાં કેળાંમાં નાળિયેરનું સ્ટફિંગ, આ રહી સ્ટેપ-ટુ-સ્ટેપ રેસિપી

2 મહિનો પહેલા

આખા વિશ્વમાં વ્રત-તહેવારમાં કેળાં ખાવામાં આવે છે. આજે અમે તમને કેળાંની એવી વાનગી વિશે જણાવીશું, જે સરળતાથી બની જશે અને ટેસ્ટી પણ લાગશે. તહેવારના શુભ દિવસોમાં દેશના પશ્ચિમી કાંઠાના ગોવા અને કોંકણના લોકો માટે આ વાનગી સાત્ત્વિક અને ફરાળી છે. અહીં રહેવાવાળા સારસ્વત સમુદાયના લોકો પોતાની જાતને એ જ પરિવારના માને છે, જે લુપ્ત થઈ ચૂકેલી સરસ્વતી નદીના કિનારે વસતા હતા. આમાંથી કેટલાક કાશ્મીર તરફ ગયા તો કેટલાક બંગાળમાં ગયા અને કેટલાક પશ્ચિમી સમુદ્ર તટ સુધી ગયા. કેળાં અને નારિયેળ આ પ્રદેશમાં સરળતાથી મળી રહે છે, માટે દરેક ઘરમાં એનો છૂટથી ઉપયોગ થાય છે.

મહિલાઓના મત મુજબ, તહેવારોમાં પૂજાની સાથે પકવાનનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. મહિલા વાચકોનાં મળેલાં સૂચન પ્રમાણે, ભાસ્કર 30 દિવસ સુધી રોજ એક વિશેષ ભારતીય વ્યંજન બનાવવાની રીત જણાવશે. એના માટે અમે રાજ્યોના પ્રખ્યાત શેફની એક પેનલ બનાવી છે. દરરોજ એક શેફ પોતાના રાજ્યના એક વિશેષ પકવાનની રીત જણાવશે, એટલે કે આ તહેવાર પર પરિવારને દરરોજ એક નવો સ્વાદ અને ખુશીઓની મહેક મળી રહેશે.

આજ 'પર્વનાં પકવાન' સિરીઝ'માં અમે તમને જણાવીશું એક નવી રેસિપી...

પર્વનાં પકવાનની સિરીઝમાં પાંચમી રેસિપી છે ભરેલાં કેળાં, જેને બનાવવાની રીત શીખવી રહ્યા છે શેફ પુષ્પેશ પંત (કેટરિંગ સ્પેશિયાલિસ્ટ) ...

સામગ્રી : 4-6 લોકો માટે

બનાવવાનો સમય : 40થી 45 મિનિટ

આ સામગ્રીની પડશે જરૂર

કાચાં કેળાં: 6 નંગ, ઘી: અડધો કપ, ભૂકો કરેલો ગોળ: દોઢ કપ, તાજું છીણેલું નારિયેળ: 3 કપ, મીઠું: સ્વાદાનુસાર ઇલાયચી પાઉડર: 1 નાની ચમચી, તજ: ઇંચ લવિંગ: 4-5 નંગ દૂધ: 500 મિલીગ્રામ.

આ રીતે બનાવો
કેળાંની છાલ ઉતારી બે-બે ઈંચના ટુકડા કરો, વચ્ચેથી એક ચીરો મૂકો, જેથી એમાં મસાલો ભરી શકાય. કઢાઈમાં એક મોટી ચમચી ઘી ગરમ કરો, છીણેલું નાળિયેર નાખી 1 મિનિટ સુધી સાંતળો.
ગોળ, મીઠું, ઇલાયચી પાઉડર નાખી ધીમા તાપે 3-4 મિનિટ સુધી રંધાવા દો, ગેસ બંધ કરી ઠંડું પાડો, હવે આ મસાલો કેળાંમાં ભરો, બાકી રહેલું ઘી કઢાઈમાં ગરમ કરો, એમાં તજ અને લવિંગ નાખો, પછી કેળાંનાં મસાલા ભરેલા ટુકડા નાખો. હવે દૂધ નાખી ઢાંકીને ધીમા તાપે કેળાં પોચા પડે ત્યાં સુધી રાંધો. વચ્ચે-વચ્ચે કેળાંના ટુકડાને ઊલટાવતા રહો. કેળાંના ટુકડા સુકાઈને પોચા ન થાય ત્યાં સુધી ગેસ પર રાખો. ગરમાગરમ ભરેલાં કેળાં પીરસો.

નોંધ : આ વાનગીની પરંપરાગત વિધિમાં રાજાલી જાતનાં કેળાંનો ઉપયોગ થાય છે. એ સામાન્ય કેળાં જેવાં જ છે પણ એનાથી મોટાં અને ઓછાં ગળ્યાં છે, એને જલ કદલી કે પ્લાન્ટેસ પણ કહે છે.