બેકિંગ એક્સપર્ટ:ઘરે કેક, પેસ્ટ્રી કે કુકીઝ સારી ના બનતી હોય તો ચિંતા ના કરો, ફોલો કરો આ સરળ ટિપ્સ

શ્વેતા કુમારી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેકિંગ પછી કેક અને કુકીઝ ઠંડી થાય એ પછી જ આઈસિંગ કરો

બેકિંગ દરમિયાન આપણે અજાણ્યામાં ઘણી બધી ભૂલ કરીએ છીએ. જો તમે બેકિંગના શોખીન હો અને ઘરે જ કેક, પેસ્ટ્રી અને કુકીઝ બનાવવાના પ્રયત્નો કરો છો તેમ છતાં દર વખતે તમને સારું રિઝલ્ટ ના મળતું હોય તો ડોન્ટ વરી, અમે તમારા માટે લઈને આવ્યા છીએ સરળ બેકિંગ ટિપ્સ:

  • બેકિંગ માટે સિલિકોન મેટનો ઉપયોગ કરો, તેનાથી તમારું કામ સરળ થશે.
  • બેકિંગ પછી કેક અને કુકીઝ ઠંડી થાય એ પછી જ આઈસિંગ કરો.
  • ઘણીવાર બેકિંગ દરમિયાન આપણે મેઝરમેન્ટ સ્કેલ વગર જ કામ ચલાવી લઈએ છીએ, પણ આવું ના કરવું.
  • કેક કે કુકીઝમાં ફ્રૂટ્સ-ચોકલેટ ચિપ્સ નાખ્યા પહેલાં કોટ કરી લો. જેથી બેકિંગ દરમિયાન તે પીગળીને નીચે ના આવી જાય.
  • જો બેકિંગમાં ચિલ્ડ બટરની જરૂર છે, તો બટરને ગ્રેટ કરી ડીપ ફ્રિજમાં મૂકી દો અને જરૂર પડે ત્યારે કાઢીને ઉપયોગ કરો.
  • રેસિપીમાં કોઈ પણ પ્રકારના સુધારા-વધારા ના કરો. બેકિંગ માટે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેમાં તમારા ટેસ્ટ માટે કોઈ ફેરફાર ના કરો.
  • ચોકલેટ પીગળાવવા માટે ડબલ બોઇલરનો ઉપયોગ કરો. ચોકલેટને ફોઈલમાં લપેટો અને વાસણમાં મૂકો. બીજા વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં ચોકલેટ મૂકી હોય તે વાસણ રાખીને પીગાળો. આ ટેક્નિકથી તમારા હાથ પણ ખરાબ નહીં થાય. માઈક્રોવેવમાં ચોકલેટ પીગાળતી વખતે ફોઈલ પેપરનો ઉપયોગ ના કરવો.