મિનિટોમાં તૈયાર કરો:આર્ટિફિશિયલ ફ્લેવરનો ઉપયોગ કર્યા વગર લાલ અને લીલી રોટલી બનાવો, તેની સરળ રેસિપી પ્રખ્યાત શેફ સારાંશ ગોઈલા જણાવી રહ્યા છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી શેફ સારાંશ ગોઈલાએ બીટ અને પાલકમાંથી બનાવવામાં આવતી રોટલીની રેસિપી શેર કરી છે

જો તમે અને તમારા બાળકો એક જેવી રોટલી ખાઈને કંટાળી ગયા હોવ તો દરરોજના ભોજનમાં થોડો ટ્વિસ્ટ લાવીને લાલ અથવા લીલી રોટલી બનાવી શકો છો. તાજેતરમાં સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી શેફ સારાંશ ગોઈલાએ તેની રેસિપી પોસ્ટ કરી છે. આ રોટલીને બીટ અને પાલકમાંથી બનાવવામાં આવી છે. પોતાની પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે જો તમારા બાળકો પાલક અથવા બીટ જેવી શાકભાજી નથી ખાતા તો તેમને આ શાકભાજી ક્રશ કરીને રોટલીમાં મિક્સ કરીને પણ ખવડાવી શકાય છે.

સારાંશે પોતાની પોસ્ટમાં લખ્યું કે હું જ્યારે નાનો હતો ત્યારે રંગબેરંગી અથવા કલરફૂલ અથવા સ્ટાર શેપ રોટલી બનાવવા માટે હુંમારી માતાને હેરાન કરતો હતો. તેમને મને બીટ અને પાલક ખવડાવવા માટે આ શાકભાજીઓને લોટમાં મિક્સ કરીને રોટલી બનાવવાની રીત શોધી કાઢી લીધી હતી. તેઓ આવી જ રીતે મને અન્ય શાકભાજી પણ ખવડાવતા હતા.

લાલ અથવા લીલી રોટલી બનાવવાની સામગ્રીઃ
લોટ- 1 કપ
બીટને ક્રશ કરીને બનાવવામાં આવેલી પ્યુરી- અડધો કપ
જો લીલી રોટલી બનાવી હોય તો પાલકને ક્રશ કરીને બનાવેલી પ્યુરી- અડધો કપ

બનાવવાની રીત
બીટ અથવા પાલકને સારી રીતે ધોઈ લો. બીટને બાફીને તેને બ્લેન્ડરમાં ક્રશ કરી લો. હવે લોટમાં પ્યુરી મિક્સ કરીને લોટ બાંધી લો. તેમાંથી હેલ્ધી અને ટેસ્ટી રોટલી બનાવો. બાળકોની પસંદગી અનુસાર આ લોટમાંથી કેનેપીસ અથના ટાકોઝ પણ બનાવી શકાય છે.