રેસિપી:કિડ્સ સ્પેશિયલ ડોનટ્સ બનાવવાની સરળ રીત, તેને ચોકલેટ ટોપિંગ સાથે ટ્રાય કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડોનટ મિશ્રણને કપડાંથી ઢાંકીને એક કલાક માટે રાખી દો. આ મિશ્રણ ફૂલીને ડબલ થઈ જશે
  • તેને ક્રશ કરેલી ખાંડ, નાળિયરનું છીણ, અથવા ડ્રાયફ્રૂટ જેવા પસંગીના ટોપિંગથી ગાર્નિશ કરો

જો તમને મીઠી વસ્તુમાં ડોનટનો સ્વાદ પસંદ આવતો હોય તો, તમે તેને ઘરે બનાવી શકો છો. ડોનટ બનાવવામાં સરળ છે અને તેના માટે કોઈ ખાસ તૈયારી કરવાની પણ જરૂર નથી. તમે મનપસંદ ટોપિંગ્સ ઉમેરીને સ્વાદ વધારી શકો છો.

ડોનટ તૈયાર કરવા માટે
-નાના બાઉલમાં એક કપ ગરમ દૂધ અને 1 નાની ચમતી યીસ્ટ મિક્સ કરીને પાંચ મિનિટ માટે રાખો. એક મોટા બાઉલમાં 2 કપ મેંદો, 2 મોટા ચમચા દૂધ પાવડર અને નાની ચમચી મીઠું ઉમેરો. તેમાં યીસ્ટવાળું દૂધ મિક્સ કરો. આ મિશ્રણ ચીકણું થઈ જશે.

-હવે તેમાં એક કપ માખણ નાખીને સારી રીતે મિક્સ કરો. ડોનટના મિશ્રણને કપડાથી ઢાંકીને એક કલાક માટે રાખો. એક કલાક બાદ આ મિશ્રણ ફૂલીને ડબલ થઈ જશે. હવે તેને મુલાયમ લોટની જેમ બાંધી લો. -તેની મોટી રોટલીની જેમ વણી લો અને ગોળ આકાર અથવા વાટકીથી ડોનટનો આકાર કટ કરો. કટ કરેલા ગોળ આકારમાં ડોનટની જેમ વચ્ચે કાણુ પાડવા માટે નાની વાટકી અથવા ઢાંકણનો ઉપયોગ કરો. આ ડોનટ્સને 25-30 મિનિટ સુધી પ્લેટ પર ફેલાવીને રાખો અને ત્યારબાદ ઘીમાં ફ્રાય કરો.

ચોકલેટ ટોપિંગ બનાવો
ગરમ પેનમાં 1 કપ ક્રીમ ચમચીથી હલાવતા 2-3 મિનિટ સુધી ચઢવા દો. તેને ગેસ પરથી ઉતારી દો અને ત્યારબાદ તેમાં 1 કપ ડાર્ક ચોકલેટ અને 1 નાની ચમચી માખણ નાખીને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી ચોકલેટ પીગળી ન જાય. તેમાં ક્રશ કરેલી ખાંડ અને કોકો પાવડર ઉમેરો. હવે 1 નાની વાટકી દૂધ ઉમેરો અને ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકાળવું. તેની સામગ્રી તમારા સ્વાદ મુજબ ઓછી વધાર કરી શકો છો.

આ રીતે સર્વ કરો
તૈયાર મિશ્રણમાં ડોનટના ઉપરનો ભાગ ડિપ કરો. ત્યારબાદ ઉપરથી ક્રશ કરેલી ખાંડ, નાળિયરની છીણ અથવા ડ્રાય ફ્રૂટ્સ જેવા પસંદગીના ટોપિંગ નાખો. તો તૈયાર છે ડોનટ્સ. બાળકોની સાથે મોટા લોકોને પણ પસંદ આવશે.

અન્ય સમાચારો પણ છે...