ઈદ 2022 સ્પેશિયલ:ઈદ પર સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો, ટ્રાય કરો આ સ્પેશિયલ વાનગીઓ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્યારે કોઈ ખાસ અવસર આવતો હોય ત્યારે લોકો ઘરે મહેમાનો અને પરિવારના સભ્યો માટે ટેસ્ટી ફૂડ તૈયાર કરે છે. હાલ ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ તહેવાર પર જો સૌથી પહેલી કોઈ રેસિપી યાદ આવે તો તે છે મીઠી સેવઈયા પરંતુ, આ સિવાય પણ ઈદ જેવા મોટા તહેવાર પર ઉજવણી દરમિયાન લોકો બીજી અનેક પ્રકારની વાનગીઓ પણ તૈયાર કરે છે. બજારોમાં અલગ-અલગ રંગછટા જોવા મળે છે અને ખાદ્ય પદાર્થોની દુકાનો પર તમે સેવાઈઓ ઉપરાંત દૂધ-ફેની, શીરમલ, દ્રાક્ષ, લેમ્બાર્ડ ચિકન, મટન કબાબ આ વાનગીઓ બનાવીને તેનો સ્વાદ માણી શકો છો. જે લોકો બજારમાં જઈને ખાવાના બદલે ઘરે રહીને ભોજનની મજા માણવા માંગે છે, તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પો છે. તે ઘરે જ અનેકવિધ પ્રકારની ખાણી-પીણીની વસ્તુઓ બનાવીને પોતાની ઉજવણીની મજા બમણી કરી શકે છે. આજે અમે તમને એવી જ વાનગીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ટેસ્ટી હોવાની સાથે હેલ્થી પણ છે. જાણો આ હેલ્થી વાનગીઓની રેસિપિ વિશે...

વેજિટેબલ સેવઈ
ઈદના અવસરે તમે મીઠી સેવઈ તો ખાધી જ હશે, પરંતુ શું તમે ક્યારેય નમકીન સેવઈ ટ્રાય કરી છે? તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સારો હોય છે. તેને બનાવવા માટે તમારે બજારમાંથી શેકેલા સેવઈ અને કેટલાક શાકભાજી લાવવા પડે છે. આ માટે તમારે મસાલા અને સોયા સોસ ઉપરાંત કેપ્સિકમ, લીલા મરચા, ડુંગળી, લીલી કોથમીર, લીલી ડુંગળીની જરૂર પડશે. નમકીન સેવઈ બનાવતી વખતે એક કઢાઇમાં તેલ લઇને તેમાં રાઇ અને જીરૂં શેકી લો. હવે તેમાં બધા જ શાકભાજી સમારીને ઉમેરો અને તેને રાંધો અને પછી તેમાં મસાલા ઉમેરો. આ સમય દરમિયાન સોયા અને લીલા મરચાંની ચટણી ઉમેરો. ત્યારબાદ તેમાં પાણી નાખીને પાકવા દો અથવા જો તમે ઇચ્છો તો કૂકરમાં સીટી વગાડીને પકવી લો.

ફ્રૂટ ચાટ
રમજાનના મહિનામાં મોટાભાગના લોકો ઈફ્તારમાં ફ્રૂટ ચાટ ખાવાનું પસંદ કરે છે. આ વાનગી સ્વસ્થ હોવાની સાથે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ હોય છે. ઉનાળાની ઋતુ છે, આ સમયે તમારે એવા ફળોનું સેવન કરવું જોઈએ, જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. જો તમે ઈદના અવસર પર કંઈક હેલ્થી ખાવા માંગો છો તો ફ્રૂટ ચાટમાં તરબૂચ જરૂર સામેલ કરો. ફ્રૂટ ચાટ તમે પણ ખાઓ અને આવનાર મહેમાનોને પણ પીરસો.

ઠંડુ શરબત
ઈદ પર મીઠી વસ્તુઓને કેવી રીતે અવગણી શકાય? જો તમે ઈચ્છો તો આ ખાસ અવસર પર ઠંડુ શરબત બનાવીને પી શકો છો. ટેસ્ટી અને હેલ્થી હોવાને કારણે તે મોટાભાગના લોકોની ફેવરિટ માનવામાં આવે છે. તેને બનાવવા માટે ઠંડા પાણીમાં ખાંડ ઓગાળીને તેમાં રૂહ અફઝા ઉમેરો. જો તમે ઇચ્છો, તો તમે આ માટે દૂધનો ઉપયોગ કરી શકો છો. ઠંડા દૂધ સાથેનું આ શરબત તમને ઉનાળામાં તમને શરીરની અંદર ઠંડકનો અહેસાસ કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...