જે લોકોને કોફી પસંદ છે તેઓ એક જ પ્રકારની કોફી પીને કંટાળી ગયા હોય તો તેઓ નાનાં નાનાં ટ્વિસ્ટ અપનાવીને મોર્નિંગ અથવા ઈનવિંગમાં કપ ઓફ કોફીને ઘરે જ અપગ્રેડ કરી શકે છે. તમે ઈચ્છો તો તમારી કોફીને ફ્રિજરમાં ફ્રિજ કરી શકો છો અથવા તો આઈસ બેવરેજ બનાવી શકો છો. નો-સુગર ફ્લેવર્ડ કોફી પણ ટ્રાય કરી શકો છો. હેઝલનટ ફ્લેવર અત્યારે ઘણા લોકોને પસંદ આવી રહી છે. ત્યારબાદ વેનીલા અને મોકા પણ ઓપ્શન છે. અત્યારે ઘણી બ્રાન્ડ્સ ફ્લેવર્ડ કોફી ઓફર કરી રહ્યા છે.
1. હોમ મેડ વેનીલા ક્રીમર
તેમાં માત્ર બે ઇન્ગ્રીડિઅન્ટથી એક કપ કોફી તૈયાર કરી શકાય છે. નેચરલી સ્વીટ વેનીલા ક્રીમરનો ઉપયોગ કરવા માટે ચાર કપ દૂધ (ઓટ, અમાંડ, સોયા)ને વેનિલા એક્સ્ટ્રેક્ટના 4-5 ટીપાંની સાથે મિક્સ કરો અને 20 સેકન્ડ સુધી માઈક્રોવેવમાં રાખો.
2. કોકોઃ
કોફી કપમાં થોડો કોફી પાવડર નાખો તેનાથી સ્વાદિષ્ટ ચોકલેટ ફ્લેવરવાળી કોફી બનશે. તેમાં રહેલા કોકો ફ્લેવેનોલ્સ તમારા બલ્ડ ફ્લોને સુધારીને તમારા હૃદયને તંદુરસ્ત રાખે છે.
3. ફિઝીઃ
કોફીનો સ્વાદ ન આવતો તો તેને ફિઝી સ્પિન પણ આપી શકાય છે. આઈસ કોફીમાં થોડું સ્પાર્કલિંગ વોટર ઉમેરી શકો છો. તેનાથી કોફીમાં ન તો સુગરની માત્રા વધશે અને ન તો કેલરી વધશે. તે કેફીન ફ્રી પણ હોય છે. તેનો સ્વાદ પણ સારો આવશે.
4. સ્પાઈસેસ
એક ચપટી સિનેમન પાઉડર મિલાવી શકો છો. તેનાથી કોફીને ફ્લેવર મળે છે. તેનાથી સુગર પણ નથી વધતુ. મોકા બ્લેન્ડ જોઈતું હોય તો સિનેમનની સાથે થોડો કોકો પાવડર મિક્સ કરો.
5. પીનટ બટરઃ
પીનટ પ્રોટીનથી કોફીને પાવર કરવા માગતા હોય તો તેમાં થોડું પાઉડર્ડ પીનટ બટર ઉમેરી શકો છો. તે ડીહાઈડ્રેટેડ ગ્રાઉન્ડ પીનટ્સ જ હોય છે.
માત્ર એક ચમચી પાવડર તમારી ગરમ કોફીમાં ઉમેરી શકો છો. તે સુગર ફ્રી હોય છે અને પોષણની વાત કીએ તો, તેને લેવાથી ફાઈબરની સાથે પ્રોટીન પણ મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.