• Home
  • Lifestyle
  • Recipe
  • A dish made from a 4 thousand year old recipe written on a stone, translating the script and making dishes in lockdown

પ્રાચીન રેસિપી / પથ્થર પર લખેલી 4 હજાર વર્ષ જૂની રેસિપીમાંથી તૈયાર કરી વાનગી, લિપિનું ટ્રાન્સલેટ કરીને લોકડાઉનમાં વાનગીઓ બનાવી

X

  • બ્રિટનના બિલ સુથરલેન્ડે 4 હજાર વર્ષ જૂની બેબીલોનિયન અને અસીરિયન વાનગી તૈયાર કરી
  • ટ્વિટ પર ફોટો શેર કરીને લખ્યું- 1730 ઈસ પૂર્વેની દુનિયાની સૌથી જૂની વાનગી બનાવવાનો પ્રયાસ કર્યો

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 11:19 AM IST

તમે ક્યારેય 4000 વર્ષ જૂની રેસીપી વિશે વાંચ્યું છે અથવા તમે તેને બનાવવાનો પ્રયાસ કર્યો છે. મોટાભાગના લોકોનો જવાબ, ના હશે. પરંતુ બ્રિટનમાં રહેતા બિલ સુથરલેન્ડે લોકડાઉન દરમિયાન મેસોપોટામિયાની 4 હજાર વર્ષ જૂની વાનગીઓ બેબીલોનિયન અને અસીરિયન બનાવી. પથ્થર પર લખેલી રેસિપીનું ટ્રાન્સલેટ કરવામાં આવ્યું અને તૈયાર કરવામાં આવેલી ડિશીઝના ફોટો ટ્વિટર પર શેર કર્યા. 

લોકડાઉનમાં રેસિપી સૌથી વધારે બનાવવામાં આવી
ટ્વિટર યુઝર બિલ સુથરલેન્ડને ટ્વીટ કરી, લોકડાઉન દરમિયાન 1730 ઈસા પૂર્વેના સમયની દુનિયાની સૌથી જૂની વાનગીઓ બનાવવાનો પ્રયાસ કર્યો. આ મેસોપોટામિયાની બેબીલોનિયન અને અસીરિયન છે. મેસોપોટામિયા અત્યારે ઇરાકમાં છે અને તેમાં સીરિયા અને તુર્કીના કેટલાક ભાગ સામેલ છે. બિલે ડિશીઝ સાથે જોડાયેલા ચાર ટ્વીટ કર્યા છે. દુનિયાભરમાં લોકડાઉન દરમિયાન લોકોએ ઘણા પ્રકારની વાનગીઓ બનાવવાનો પ્રયાસ કર્યો છે. કોરોનાકાળમાં આ પહેલો કિસ્સો છે, જ્યારે આવી જૂની પદ્ધતિથી વાનગી તૈયાર કરવામાં આવી છે. 

5 રેસિપી તૈયાર કરી, 3ના ફોટો શેર કર્યા 
બિલે 5 રેસિપી તુહૂ, મેમનેનો મુરબ્બો, પેસરુટમ, બેબીલોનિયન અને અસીરિયન તૈયાર કરી. બિલે ટ્વીટ કરી, મેમનેનો મુરબ્બો સૌથી સ્વાદિષ્ટ હતો. તે ઉપરાંત જવની કેક મારી દીકરીએ તૈયાર કરી. તુહૂ ડિશને તૈયાર કરવામાં ઘણો સમય લાગ્યો હતો. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી