તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Zhou Chun Of China Has Done 100 Plastic Surgeries At The Age Of 16, In The Desire To Look Like A Doll, It Was Risky

સુંદર બનવાની ચાહ:ચીનમાં ઝૉઉ ચુનાએ બાર્બી ડોલ જેવું દેખાવા માત્ર 16 વર્ષની ઉંમરે 100 પ્લાસ્ટિક સર્જરી કરાવી

6 મહિનો પહેલા

ચીનમાં એક કિશોરીએ સુંદર દેખાવા માટે ત્રણ વર્ષમાં 100 વખત પ્લાસ્ટિક સર્જરી કરાવી. તેને પહેલેથી લાગતું હતું કે સુંદર લોકોનું વધારે માન હોય છે. ત્યારથી તેણે પોતાને બદલવાનો નિર્ણય કર્યો. પ્લાસ્ટિક સર્જરીની દીવાની આ છોકરી 16 વર્ષની છે.

ઝૉઉ ચુના નામની આ છોકરી ઢીંગલી જેવી દેખાવા માગતી હતી. આથી તેણે પ્લાસ્ટિક સર્જરી પાછળ 4 મિલિયન યુઆન એટલે કે 4 કરોડ 51 લાખ રૂપિયા ખર્ચ કર્યા. આ ખર્ચના રૂપિયા તેના માતા-પિતાએ આપ્યા છે.

ઝૉઉએ કહ્યું કે, હું હજુ પણ મારા લુકથી ખુશ થઇ નથી. હું હંમેશાં વિચારું છું કે નેક્સ્ટ પ્લાસ્ટિક સર્જરીમાં વધારે સુંદર દેખાઈશ. ઘણા લોકો મને પૂછે છે કે, મને કોઈ પસ્તાવો થયો નથી? અત્યાર સુધી મને એક જ વાતનો પસ્તાવો છે કે આ સર્જરી મેં પહેલાં કરાવવાનું કેમ ના વિચાર્યું.

સોશિયલ મીડિયા પર લોકો ઝૉઉના પરાક્રમ સાંભળીને દંગ થઇ ગયા છે.

ઝૉઉએ એક પોસ્ટમાં કહ્યું કે, સર્જરી પહેલાં હું સુંદર નહોતી. મારી આંખો નાની અને નાક બહુ મોટું હતું. સ્કૂલમાં લોકો મારી મજાક ઉડાવતા હતા. ક્લાસની સાફ-સફાઈ જેવા કામ મારી પાસે કરાવતા હતા. સુંદર છોકરીઓને હંમેશાં સરળ કામ આપવામાં આવતા હતા. ઝૉઉએ 13 વર્ષની ઉંમરે પ્રથમ સર્જરી કરાવી હતી.

ત્રણ વર્ષમાં તે ચહેરા પર કાન, નાક અને બ્રેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. બાર્બી ગર્લ જેવી દેખાવાની ચાહમાં તે 100 અલગ-અલગ સર્જરીઓ કરાવી ચૂકી છે. હજુ પણ તે પોતાના લુકથી ખુશ નથી અને આગળ પણ અનેક સર્જરી કરવાની છે.

સોશિયલ મીડિયા પર તેના 3 લાખ ફોલોઅર્સ છે.