• Gujarati News
  • Lifestyle
  • YouTuber's Fortune Changed Overnight, Signed Big Deal With Netflix, Now Earning Millions

મેક-અપ કરતાં-કરતાં મર્ડર-મિસ્ટ્રી સંભળાવે છે:એક રાતમાં બદલાઈ ગયું યૂટ્યૂબરનું નસીબ, નેટફ્લિક્સ સાથે પણ કરી એક મોટી ડીલ, હવે લાખોની કમાણી કરે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે ઘણાં લોકો યુટ્યૂબ પર ફેમસ થવા માટે અલગ-અલગ વીડિયો બનાવી રહ્યા છે. લોકોનાં વ્યૂઝ અને લાઈક મેળવવાનાં ચક્કરમાં લોકો શું-શું નથી કરતાં? પરંતુ અમુક બ્લોગર્સ અને યૂટ્યૂબર્સ એવાં પણ છે, કે જે અચાનક પોતાનાં કોઈ એક કન્ટેન્ટ કે આઇડિયાથી ફેમસ થઈ જાય છે. આવું જ કંઈક લોસ એન્જલસનાં બેલી સારીયેનની સાથે થયું હતું. ફક્ત ખર્ચ અને બીલ ચુકવણીને મેનેજ કરવા માટે ખોલેલી યુટ્યુબ ચેનલથી સારીયેન લાખોની કમાણી કરે છે.

એકાએક જ વીડિયો પર ઢગલાબંધ લાઈક્સ અને વ્યૂઝ આવી ગયા
સારીયેને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'મેં વિચાર્યું હતું કે યુટ્યુબથી પૈસા કમાઈને હું મારા કેટલાંક બિલ ચૂકવી શકીશ. હવે મારાં 64 લાખથી પણ વધુ સબસ્ક્રાઇબર્સ છે, જે મેં ધાર્યા તેનાં કરતાં ઘણાં વધારે છે.' વાસ્તવમાં બેલી સારીયેન મેકઅપ આર્ટિસ્ટ તરીકે યૂટ્યૂબ પર પોતાનાં વીડિયો મૂકતી હતી. એક દિવસ તેણે એક વાર્તા કહેતો એક વીડિયો પોસ્ટ કર્યો. તેનાં આ વીડિયો પર એટલાં બધા વ્યૂઝ અને લાઇક્સ આવ્યા હતાં કે તેને આશ્ચર્ય થયું હતું. આજે મેકઅપ આર્ટિસ્ટ બેલી સારીયેન પણ ક્રાઇમ એક્સપર્ટ છે અને યુટ્યુબ પર તેનાં 64 મિલિયનથી પણ વધુ સબસ્ક્રાઇબર છે. સારીયેનનો સૌથી લોકપ્રિય વીડિયો અમેરિકાનાં કુખ્યાત સિરિયલ કિલર જેફરી ડામરનો છે. વર્ષ 1978 અને 1991ની વચ્ચે જેફરી ડામરે 17 પુરુષો અને બાળકોની હત્યા કરી હતી. આ વીડિયોમાં સારીયેન પોતાનાં ચહેરા પર મેકઅપ લગાવતી-લગાવતી આખી વાત કહી રહી હતી. આ વીડિયોને અત્યાર સુધીમાં 22 કરોડ વખત જોવામાં આવ્યો છે.

મેકઅપ આર્ટિસ્ટ તરીકે તે વીડિયો બનાવતો હતો, હવે તે ક્રાઇમ સ્ટોરીઝ સંભળાવે છે
મેકઅપ આર્ટિસ્ટ તરીકે તે વીડિયો બનાવતો હતો, હવે તે ક્રાઇમ સ્ટોરીઝ સંભળાવે છે

કેવી રીતે શરૂઆત થઈ?
વર્ષ 2018માં કોલોરાડોનાં પુરુષ ક્રિસ વોટ્સ વિશે એક સમાચાર સામે આવ્યા હતાં, જેણે તેની ગર્ભવતી પત્ની અને બાળકીઓની હત્યા કરી હતી અને દોષી સાબિત થયા બાદ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સારીયેન આ બાબતને લઈને એ જાણવા માગતી હતી, કે કોઈ એવી વ્યક્તિ જે પરફેક્ટ પતિ છે અને તે અચાનક તેનાં આખા પરિવારને કેવી રીતે મારી શકે છે? તે આ વિશે વાત કરતાં-કરતાં નર્વસ હતી. જો કે, તેનો સામનો કરવા માટે તે હંમેશાં જે કરતી હતી તે જ કર્યું, પરંતુ વાર્તા કહેતી વખતે તેણે મેકઅપ કર્યો હતો.

આ ચેનલને વર્ષ 2013માં લોન્ચ કરવામાં આવી હતી
સારીયેને વર્ષ 2013માં આ ચેનલ શરૂ કરી હતી. લગભગ ત્રણ વર્ષ પહેલાં સુધી તે આ ચેનલ પર બ્યૂટી ટ્યુટોરિયલ્સ અપલોડ કરતી હતી. યુટ્યુબ ચેનલ ચલાવવાની સાથે-સાથે તે જોબ પણ કરતી હતી. એક સમયે શોખથી શરૂ કરેલું તેનું આ કામ હવે 'મર્ડર, મિસ્ટ્રી એન્ડ મેકઅપ' સિરીઝને કારણે કરિયરમાં બદલાઈ ગયું છે. આ ઉપરાંત તેણે અમેરિકન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ સાથે પણ ડીલ કરી છે.

અચાનક જ બેલી સારીયેન ફેમસ થઈ ગઈ, મેકઅપ કરતી વખતે સ્ટોરી કહેનારાં વીડિયોને ઘણાં વ્યૂઝ મળ્યા
અચાનક જ બેલી સારીયેન ફેમસ થઈ ગઈ, મેકઅપ કરતી વખતે સ્ટોરી કહેનારાં વીડિયોને ઘણાં વ્યૂઝ મળ્યા

મારો વીડિયો 24 કલાકની અંદર ફેમસ થઈ ગયો
બેલી સારીયેનનું કહેવું છે કે, આ વીડિયો અપલોડ કર્યાનાં 24 કલાકની અંદર જ તેને ખ્યાલ આવી ગયો હતો, કે તેને સારું પરિણામ મળશે, કારણ કે આ વીડિયોનાં વ્યૂઝ ખૂબ જ ઝડપથી વધી રહ્યા હતાં. આ વીડિયોને 1 કરોડથી પણ વધુ વખત જોવામાં આવ્યો છે. આ ઘટના પછી સારીયેને આ જ રીતે ઘણાં વીડિયો અપલોડ કર્યા અને તે ફેમસ થઈ ગઈ.

કોવિડ સમયે સબ્સક્રાઈબર્સ વધ્યા, નેટફ્લિક્સ સાથે કરાર પણ કર્યો
સારીયેને ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, કોવિડનાં કારણે તેનાં સબસ્ક્રાઈબર્સમાં સારો એવો વધારો થયો. લોકડાઉન દરમિયાન લોકો ટીવી, સિરીઝ, ફિલ્મ પર કન્ટેન્ટ જોવામાં પોતાનો સમય પસાર કરતાં હતાં, જ્યારે લોકડાઉન લાદવામાં આવ્યું હતું તે સમયે સારીયેનનાં માત્ર 7,80,000 સબ્સક્રાઈબર્સ હતા, પરંતુ તે વર્ષનાં અંત સુધીમાં વધીને 3.5 મિલિયન સબસ્ક્રાઈબર્સ થઈ ગયા. બેલી સારીયેન પીડિતો કરતાં ગુનેગારો વિશે વધુ કહે છે. શા માટે, ક્યારે, કેવી રીતે ગુનો કરવામાં આવ્યો? આ સિવાય અપરાધીને શું સજા કરવામાં આવી, તે આ તમામ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નેટફ્લિક્સે પણ સારીયેને સાથે ટાઇઅપ કર્યું છે, જેના કારણે તેને સારી એવી રકમ મળશે.