ટેક ન્યૂઝ:6.8 સેકન્ડમાં 1 લિટર માઉન્ટેન ડ્યુ પીને યૂટ્યૂબરે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્યારે પણ તમને લાગે છે કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડને તોડવો વધુ અશક્ય છે, ત્યારે તમે બીજો નવો કોઈ રેકોર્ડ બનાવી શકો છો. એરિક બેડલેન્ડ્સ બુકર નામના એક યુટ્યુબરે ફરી એક નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે ગણતરીની સેકન્ડોમાં 1 લિટર માઉન્ટેન ડ્યૂ સોડા પીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. હા, તમે એકદમ સાચું વાંચ્યું છે. એરિક બેડલેન્ડ્સ બુકર એક રેપર, કોમ્પિટિટિવ ઇટર અને યુટ્યુબર ​​​​​​છે. તે ‘બેડલેન્ડ્સચગ્સ’ નામની એક યુટ્યુબ ચેનલ ચલાવે છે.

26 સપ્ટેમ્બર 2012થી તે યુટ્યુબ પર છે અને તેના 2.99 મિલિયન સબસ્ક્રાઇબર્સ તેમજ તેની ચેનલ પર 289,979,157 વ્યૂઝ છે. આ યુટ્યુબ ચેનલ પર તે પોતાની પ્રતિભા દર્શાવતાં વીડિયો અપલોડ કરે છે. પહેલી વાર બેડલેન્ડ્સે 19 મે,2021ના રોજ અમેરિકાના ન્યૂયોર્કના સેલ્ડેનમાં 18.45 સેકન્ડમાં બે લિટરની સોડા પીને એક અવિશ્વસનીય રેકોર્ડ બનાવ્યો હતો. તેમનો પુત્ર અને પત્ની આ પ્રયાસના સાક્ષી હતાં. આજે ફરી બેડલેન્ડ્સે એક નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સની સત્તાવાર વેબસાઇટ મુજબ બેડલેન્ડ્સે માત્ર 6.80 સેકન્ડમાં એક લિટર (33.814 oz) માઉન્ટેન ડ્યુ પી લીધું હતું. તેણે આ રેકોર્ડ બનાવતાં પહેલા કહ્યું કે, ‘ઠીક છે, આપણે આ કરવા જઈ રહ્યા છીએ. આશા રાખું છું કે હું નવ સેકંડની અંદર આ પતાવી દઈશ.’ 24 જૂને પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને 42,000થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. એક યુઝરે આ પોસ્ટ પર કોમેન્ટ કરી, ‘હું તેને ફોલો કરુ છું, મને લાગે છે કે તે ચોક્કસપણે ફરીથી આ રેકોર્ડ તોડવાનો પ્રયત્ન કરશે.’