• Gujarati News
  • Lifestyle
  • YouTuber Gaurav Taneja's Daughter Is Interesting But Famous Insta Kid, Followed By Millions Of People On Instagram.

4 વર્ષનાં ભારતીય શીખ મોડલે જીત્યું દિલ:યૂટ્યૂબર ગૌરવ તનેજાની દીકરી રસભરી પણ ફેમસ ઈન્સ્ટા કિડ, લાખો લોકો ઈન્સ્ટાગ્રામ પર કરે છે ફોલો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

બ્રિટીશ લક્ઝરી બ્રાન્ડ બર્બેરીએ તેનું નવું ચિલ્ડ્રન્સ ઓટમ વિન્ટર 2022 અભિયાન શરુ કર્યું છે. બર્બેરીનું આ કલેક્શન આવતાંની સાથે જ લોકોનાં ધ્યાનમાં આવી ગયું છે. ખાસ કરીને ભારતીય લોકોએ તેનાં ખૂબ જ વખાણ કર્યા છે, કારણ કે આ બ્રાન્ડે પહેલાં શીખ બાળકને મોડેલ તરીકે સ્થાન આપ્યું છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ નાના એવાં બાળકને મોડેલ તરીકે આટલો બધો પસંદ કરવામાં આવ્યો હોય. આ પહેલાં પણ ઘણાં એવાં બાળકો મોડલ્સ તરીકે આવી ચુક્યા છે, જેની નિર્દોષતા ભરેલી સ્ટાઈલને ઈન્સ્ટાથી લઇને સોશિયલ મીડિયા સુધી લોકોએ પસંદ કરી છે.

બર્બેરી ચિલ્ડ્રનનાં પહેલાં શીખ મોડેલે દિલ જીત્યું
બર્બેરીએ તેનાં કલેક્શનનું નામ 'બેક ટુ સ્કૂલ' રાખ્યું છે. આનો અર્થ એ છે, કે કંપનીએ તેને શાળાએ જતાં બાળકને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરી છે. ફોટોમાં જોઈ શકાય છે, કે ચાર વર્ષનાં બાળકે મેચિંગ કાર્ડિગન, શોર્ટ્સ અને ટી-શર્ટ સાથે પફર જેકેટ પહેર્યું છે. આ ઉપરાંત બાળકે બ્લેક કલરની પાઘડી પહેરી હતી, જેનાં કારણે તે વધુ ક્યૂટ લાગી રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. ખાસ કરીને ભારતીયો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. 'સાહિબ સિંહ' નામનાં આ બાળકનાં ઈન્સ્ટાગ્રામની વાત કરીએ તો હાલમાં તેનાં ઈન્સ્ટા એકાઉન્ટને લગભગ 10 હજાર લોકો ફોલો કરે છે. સાહિબ સિવાય પણ ઘણાં એવાં બાળકો છે, જે ઈન્સ્ટા પર ખૂબ જ ફેમસ છે અને લોકો તેમને જોવાનું પસંદ કરે છે.

યુટ્યુબર ગૌરવ તનેજાની પુત્રી રસભરી પણ ફેમસ ઈન્સ્ટા કિડ છે
ગૌરવ તનેજા ભારતનાં જાણીતાં યુટ્યુબર છે. તેમનાં વીડિયોનાં કારણે લોકો તેમની દીકરી રસભરી સાથે પણ જોડાયેલાં રહે છે. લોકો તેની ક્યૂટ મોમેન્ટ્સ અને ક્યૂટ વસ્તુઓ જોવાનું ખૂબ જ પસંદ કરે છે. રસભરીનું ઈન્સ્ટા પર પણ એકાઉન્ટ છે, જેનું સંચાલન ગૌરવ તનેજા અથવા તેની પત્ની કરે છે. આ ઈન્સ્ટા પેજ સાથે અનેક બ્રાન્ડ પણ જોડાયેલી છે. રસભરીને લગભગ 5 લાખ 75 હજાર લોકો ફોલો કરે છે.

રણવિજયસિંહની પુત્રી કાયનાત પણ ઈન્સ્ટા પર ફેમસ છે
અભિનેતા રણવિજયસિંહની પુત્રી કાયનાતસિંહ પણ ઈન્સ્ટા પર ખૂબ જ પ્રખ્યાત છે. કાયનાતનાં વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, કાયનાત તેનાં પિતાને ફોલો કરે છે અને શીખે છે. તે તેનાં પિતાની જેમ જ સ્પોર્ટ્સ અને એડવેન્ચરમાં રસ ધરાવે છે. લોકોને તેનાં વિડીયો ખુબ જ ગમે છે. રણવિજયસિંહ પણ પોતાની પુત્રીને હંમેશાં એક્ટિવ રાખવાનો પ્રયાસ કરે છે. 1 લાખથી વધુ લોકો કયનાતનાં ઇન્સ્ટાને ફોલો કરે છે. જો કે કયનાતનું આ એકાઉન્ટ તેના પિતા રણવિજયસિંહ હેન્ડલ કરે છે.

કરણ મેહરા અને નિશાનો પુત્ર કાવિશ પણ ફેમસ છે
ટીવી એક્ટર કરણ મેહરા અને નિશા રાવલનો દીકરો કવિશ મેહરા પણ ઈન્સ્ટા પર ખૂબ જ ફેમસ છે. તેનું ઇન્સ્ટા એકાઉન્ટ તેની માતા નિશા રાવલ ચલાવે છે. તેને લગભગ 10 લાખ લોકો ફોલો કરે છે.