• Gujarati News
  • Lifestyle
  • Your Child Has Become A Victim Of Bad Company In The Company Of A Friend, Learn Tips From An Expert

બાળકોમાં ખરાબ આદત:તમારું બાળક ખોટા મિત્રોની સોબતમાં કુટેવોનો ભોગ બની રહ્યું છે? આ એક્સપર્ટ ટિપ્સ જાણીને બાળકોને બચાવો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજકાલનાં બાળકો માટે મિત્રો સાથે સ્મોકિંગ કરવું, બાઈક રેસ કરવી અથવા તો ડ્રગ્સ જેવી ખરાબ આદતનો શિકાર બની જાય છે અથવા તો બાળક તણાવમાં રહે છે. જેનાં કારણે માતા-પિતાની મુશ્કેલી વધી જાય છે. બદલાતી લાઈફસ્ટાઈલને કારણે બાળક હંમેશાં તેના મિત્રો અને આસપાસના લોકો પાસેથી પ્રેરણા લે છે. બાળક બીજા લોકો જેવા થવાની કોશિશ કરે છે. જેને 'પીયર પ્રેશર' (peer pressure) કહે છે. પીયર પ્રેશર સારું પણ હોઈ શકે છે, પરંતુ જયારે તે બાળકો પર નેગેટિવ અસર કરે છે ત્યારે સમસ્યા બની જાય છે.

પીયર પ્રેશરથી બાળકોનાં મન પર ઘણી નેગેટિવ અસર પડે છે. જો તમારું બાળક પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યું હોય તો મનોવૈજ્ઞાનિક ડોક્ટર અંજુમ બૈસ પાસેથી જાણીએ પીયર પ્રેશરથી પીડિત બાળકોને કેવી રીતે સંભાળવાં.

પ્રેશર ઝોનથી દૂર કરો
જો તમને પણ એવું લાગી રહ્યું હોય કે, બાળક કોઈ ખાસ મિત્રની સોબતમાં ખોટા રસ્તે ચડી ગયું છે અને દોસ્તીની અસર તેનાં દિલ અમને મગજ પર પડી રહી છે, તો બાળકને તે વાતાવરણથી દૂર રાખવાનો પ્રયાસ કરો. આ સમયે બાળકો સાથે વધુમાં વધુ સમય પસાર કરો અને વાતચીત દરમિયાન બાળકને સમજાવો કે શું સાચું છે અને શું ખોટું છે? જે દોસ્તને બાળક સારો મિત્ર માનતો હોય તેની ભૂલો કે તેના વિશે ખરાબ વાત ના જણાવો. બાળકનું તે મિત્રથી ધ્યાન ભટકાવવાની કોશિશ કરો.

બાળકો પર જેનો પ્રભાવ હોય તેના વિશે બોલવું નહીં.
બાળકો પર જેનો પ્રભાવ હોય તેના વિશે બોલવું નહીં.

ગુસ્સામાં ના કહો
મિત્રોની દેખાદેખીમાં બાળક કઈ ખોટું કરે છે અથવા તો ખોટું શીખે છે તો તેની સાથે ગુસ્સાથી વાત ના કરો. બાળકની બધી જીદ પૂરી ના કરો. બાળકને પ્રેમથી સમજાવો અને તેમને વિશ્વાસ અપાવો કે તમે તેમની સાથે છો, તેમનું સારું ઈચ્છો છો અને ભૂલ કરવાથી બચાવી રહ્યા છો.

બાળકોના મિત્ર બનો
એવું જરૂરી નથી કે તમે બાળકોને મનાવવા માટે કડક વલણ અપનાવો. તમે તેની સાથે મિત્ર તરીકે પણ વાત કરો અને તેની સાથે હસતી અને રમતી વખતે તેના મનની વાત જાણવાનો પ્રયાસ કરો. આમ કરવાથી બાળક ધીમે-ધીમે માતા-પિતા સામે ખૂલીને વાત કરશે અને તેના મનમાં ચાલી રહેલી ગરબડ સામે આવશે. જે તમને બાળકને સમજવામાં મદદ કરશે. તમે બાળકને પીયર પ્રેશરમાંથી બહાર કાઢવામાં સફળ થશો.

બાળકોના મિત્રોની તપાસ કરો.
બાળકોના મિત્રોની તપાસ કરો.

સકારાત્મક રોલ મોડેલ
આપણા રોલ મોડેલનો આપણા જીવન પર ઊંડી અસર થાય છે. તેથી બાળકોને કોઈ એવા વ્યક્તિના રોલ મોડેલ પસંદ કરવા પ્રેરિત કરો જે તેમનાં સારા કાર્યો માટે જાણીતા હોય છે. બાળકને વાર્તા વાંચન દ્વારા પ્રખ્યાત વ્યક્તિત્વ વિશે કહો. બાળકોને તેમની સકારાત્મક વાર્તાઓ કહો. તમે જોશો કે બાળક ધીમે ધીમે પીયર પ્રેશરથી દૂર થશે.