લેખક લીસા રબાસ્કા રોપે
કોરોના મહામારી બાદ લોકોની જિંદગીમાં ઘણા ફેરફાર થયા છે. તો બીજી તરફ યુવાનોની કામ અને રિટાયરમેન્ટને લઈને વિચાર બદલાઈ રહ્યા છે. માતા-પિતા જે ઉંમરે નિવૃત્ત થતા હતા એનાથી 15 વર્ષ પહેલાં બાળકો નિવૃત્ત થવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. આ માટે બાળકો અત્યારથી જ સેવિંગ અને આવક વધારવાની તૈયારી કરી રહ્યાં છે, તેથી યુવાનો કામ પર વધારે ધ્યાન આપી રહ્યા છે, જેથી તેમની પાછલી જિંદગી સરળતાથી પસાર થાય.
અમેરિકાની TIAA કંપનીએ 2022ના રિટાયરમેન્ટ ઈનસાઈટ્સ સર્વેમાં યુવાનોના આવા વિચારોની જાણકારી મળી છે. 30થી 39 વર્ષની ઉંમર, 31% લોકો નિવૃત્તિનું પ્લાનિંગ કરે છે, જે પૈકી 25થી 29 વર્ષના યુવાનો સૌથી વધુ આત્મવિશ્વાસ ધરાવે છે. ખાસ વાત એ છે કે આ યુવાનો પૈકી 40% યુવાનોનો આત્મવિશ્વાસ ઘણો વધારે જોવા મળ્યો હતો.
કોરોના-મંદીમાંથી ઘણું શીખવા મળ્યું
જે લોકોનો જન્મ 1981થી 1996 વચ્ચે થયો છે તે લોકોને કોરોના-મંદીમાંથી ઘણું શીખવા મળ્યું છે. આ બાદ યુવાનો બચત કરતા શીખી ગયા છે. આ માટે શક્ય તેટલી બચત કરવાનું અને શક્ય તેટલું ઓછો ખર્ચ કરવાનું વિચારી રહ્યા છો.
એટલાન્ટાના એક મેડિકલ સેન્ટરમાં 33 વર્ષની દેવાંગી પટેલ કાર્ડિયોથોરેસિક તરીકે છેલ્લાં 2 વર્ષથી કામ કરે છે. દેવાંગીનું ધ્યેય 50 વર્ષની ઉંમરે આર્થિક રીતે ફ્રી થઇને નિવૃત્ત થવાનું છે. તેણે કહ્યું હતું કે તે ત્યાં સુધી પહોચવા માગે છે, જ્યાં તેમને પૈસા કમાવવાની જરૂરત ન રહે અને 50 વર્ષની ઉંમર બાદ પોતાની મરજી મુજબ જીવન જીવી શકે. આ માટે તે અત્યારથી જ બચત કરે છે.
65 વર્ષ સુધી રાહ ન જોઈ શકાય: આવકમાંથી 53% બચત શરૂ કરી
અમેરિકાની મિનિચિલો અને તેમના પતિએ 2010માં ટેક્સ કાપ્યા બાદ તેમની આવકમાંથી 53% બચત કરવાની શરૂ કરી હતી. આ કપલે જણાવ્યું હતું કે તે લોકો ઘણા દુઃખી લોકોને જોઇ ચૂક્યા છે, તેઓ બીમાર હોવા છતાં પણ કામ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.