• Gujarati News
  • Lifestyle
  • Young Men Are More Concerned About Looks Than Girls, Going To The Gym In A Craze To Look Good

યુવાનોમાં સુપરફિટ થવાની ઘેલછા:લુક્સ માટે યુવતીઓની સરખામણીએ યુવકો વધારે પરેશાન, સુંદર દેખાવાની ધૂનમાં જઈ રહ્યા છે જિમમાં

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે લોકો સુંદરતા પાછળ એ હદે પાગલ થાય છે કે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર થઈ જાય છે. આજે લોકો જિમમાં કલાકો સુધી પરસેવો પાડે છે, પરંતુ શું તમને ખબર છે કે આજકાલ લુક અને બોડી શેપને કારણે છોકરીઓ કરતાં છોકરા વધારે ચિંતિત છે. બ્રિટનમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, 54% પુરુષ અને 49% મહિલાઓ બોડી ડિસ્મોર્ફિક ડિસઓર્ડર (BDD)થી પરેશાન છે. આ એક પ્રકારની માનસિક બીમારી છે. જે લોકો સુપરફિટ અને ખૂબસૂરતમાં થવા પાછળ પાગલ થાય છે તે લોકોમાં આ બીમારી વધુ જોવા મળે છે. આ પ્રકારની ઇચ્છા છોકરાઓમાં વધારે જોવા મળે છે, તો બીજી તરફ જિમ જનારા દરેક 10મો પુરુષ મસલ ડિસ્મોર્ફિયા એટલે કે સારી માંસપેશીઓની ઇચ્છાથી પીડિત છે

લોકો સુંદર દેખાવાના ચક્કરમાં કરે છે આ કામ

લંડનના કાઉન્સિલ ઓફ ફિઝિયાથેરપીના પ્રવકતા એરેન હાદજીયોનાઉ જણાવે છે, ડિસ્મોર્ફિયા કોઇ વ્યક્તિ પર કેટલો હાવી થશે એ વાત પર નિર્ભર કરે છે કે તે વ્યક્તિ આ રોગને કેવી રીતે સમજે છે. પુરુષો એના વિશે ઓછી વાત કરે છે. ઘણી વખત લોકોને ખબર હોતી નથી કે તેઓ ડિસ્મોર્ફિયાથી પીડિત છે.

મેન ગેટ ઇટિંગ ડિસઓર્ડરના ડિરેક્ટર સેમ થોમસ જણાવે છે, ઊંચું કદ, મજબૂત શરીર, સરેરાશ વજન અને વધેલા સ્નાયુઓને પુરુષોની સુંદરતાનું પ્રમાણ માનવામાં આવે છે. સ્લિમ ફિઝિક જેવી મહિલાઓ સુંદરતા પણ સમાજનું પોતાનું એક સ્કેલ ધરાવે છે. બંને આ સ્કેલ પર ફિટ થવા માટે દબાણમાંથી પસાર થઈ રહ્યાં છે.

ડિસ્મોર્ફિયા મહામારીની જેમ ફેલાય છે
બીડીડી નામની બીમારી મહામારીની જેમ ફેલાઈ રહી છે. લોકો તેમના શરીર પ્રત્યે વધુ સભાન બની રહ્યા છે. પ્લાસ્ટિક સર્જરી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સમસ્યામાં વધારો કરી રહ્યા છે. સેમ થોમસ કહે છે, ડિસ્મોર્ફિયાથી પીડાતા લોકોને ઇટિંગ ડિસઓર્ડર થાય છે. તેઓ કાં તો ખૂબ વધારે ખાય છે અથવા તો તેમની જરૂરિયાત કરતાં ઓછું ખાય છે.

એ સમયે લોકો બુલિંગનો શિકાર બની જાય છે તો સ્થિતિ વધારે ખરાબ થઇ જાય છે. આ વ્યક્તિઓ ડિપ્રેશનનો શિકાર બને છે. સ્નાયુ ડિસ્મોર્ફિયાથી પીડિત માણસ લઘુતાગ્રંથિથી પીડાવા લાગે છે અને માંસપેશીઓની ઇચ્છા થવાથી સ્ટિરોઇડ્સનો ઉપયોગ કરે છે. આ સ્ટિરોઇડ્સ આપણા શરીરના હોર્મોન્સને સક્રિય કરે છે, જેના કારણે સ્નાયુઓ ફૂલી જાય છે.

આપણે આપણી જાતને કેવી રીતે જોઈએ છીએ એ વધુ મહત્ત્વનું
અરેન જણાવે છે, પીડિતાએ એ સમજવું પડશે કે આપણે આપણી જાતને કેવી રીતે જોઈએ છીએ એના કરતાં સમાજ આપણને કેવી રીતે વધારે જુએ છે એ મહત્ત્વનું છે. ભગવાને બધાને જુદા જુદા બનાવ્યા. આ વાત આપણી જાતે સમજવી જોઇએ. ફિટનેસ એટલે સ્વસ્થ રહેવા માટે, બીજાને સારું લાગે એ માટે નહીં.

સ્ટિરોઇડનો ઉપયોગ બંધ કર્યા બાદ પણ વર્ષો સુધી અસર રહે

  • થોડા સમય માટે પણ જો સ્ટિરોઇડનો ઉપયોગ કરવામાં આવે તો હાર્ટને નબળું પાડી દે છે.
  • એનાબોલિક સ્ટિરોઇડ્સ કોરોનરી ધમનીમાં અવરોધ પેદા કરે એવી સંભાવના છે.
  • તે કિડની ફેલ્યોર, લિવર ડેમેજ, ટેસ્ટિકલ્સના સંકોચન માટે જવાબદાર છે.
  • ઉપયોગ બંધ કર્યા પછી પણ એની આડઅસરો ઘણાં વર્ષો સુધી ટકી શકે છે.