• Gujarati News
  • Lifestyle
  • Young Man Mistakenly Advertises Drugs While Selling Auto Parts On Social Media, Jailed After Informing Police

ભૂલ ભારે પડી:સોશિયલ મીડિયા પર ઓટો પાર્ટ વેચવાના ચક્કરમાં યુવકે ભૂલથી ડ્રગ્સની એડવર્ટાઈઝ કરી નાખી, પોલીસને જાણ થતાં જેલ ભેગો થયો

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો
  • જેમ્સ કેર્ટ્ઝ નામના વ્યક્તિએ 'કેટાલિક કન્વર્ટર'નો ફોટો પોસ્ટ કર્યો
  • આ ફોટોમાં ડ્રગ અને સિરિંજ દેખાતાં તેણે જેલ જવું પડ્યું

સોશિયલ મીડિયા પર એડવર્ટાઈઝ કરવામાં તમે એટલા મશગુલ થઈ જાય કો તમારી એક ભૂલને કારણે તમારે જેલ ભેગું થવું પડે તો! વિદેશમાં રહેતા જેમ્સ કેર્ટ્ઝ નામના વ્યક્તિ સાથે આવું જ થયું છે. જેમ્સે ઓટો ઈક્વિપમેન્ટ વેચવા માટે તેના ફેસબુક પર પોસ્ટ કરી અને પોલીસે તેની ધરપકડ કરી નાખી.

ધરપકડનું કારણ જેમ્સની એક ગંભીર ભૂલ હતી. જેમ્સે થોડા દિવસ પહેલાં ફેસબુક પર ઓટોમોબાઈલ પાર્ટ 'કેટાલિક કન્વર્ટર'ની પોસ્ટ કરી. આ પોસ્ટમાં તેણે એક ફોટો શેર કર્યો. ફોટો શેર કરતાં પહેલાં બરાબર ચકાસ્યું નહિ કે તેના ફોટોમાં ડ્રગ્સ પણ દેખાઈ રહ્યું છે.

જેમ્સે સોશિયલ મીડિયા પર શેર કરેલો ફોટો
જેમ્સે સોશિયલ મીડિયા પર શેર કરેલો ફોટો

ફોટોમાં ડ્ર્ગ્સ સાફ સાફ નજરે પડે છે એટલું જ નહિ તેની બાજુમાં સિરિંજ પણ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ ફોટો વહેતો થતાં કેટલાક યુઝરે પોલીસને જાણ કરી.

પોલીસે જેમ્સના ઘરની તપાસ કરતાં 48 ગ્રામ ડ્રગ્સ અને એક હેન્ડ ગન મળી આવી. પોલીસે તેની ધરપકડ કરી. ઘરેલુ હિંસાના કેસમાં તે પહેલાં પણ જેલ ભેગો થયો છે.

અન્ય સમાચારો પણ છે...