અજબ-ગજબ:રેલ્વે સ્ટેશનનાં વિચિત્ર નામ સાંભળીને હસીને લોટ પોટ થઇ જશો, પરિવારથી માંડીને પશુઓનાં નામ પર છે સ્ટેશનનાં નામ

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

જે લોકો કહેતા હોય છે કે, નામમાં શું રાખ્યું છે, તે લોકોએ સ્ટેશનના નામ જરૂર જાણવા જોઈએ, જેથી ખબર પડે કે નામમાંથી પણ આનંદ મેળવી શકાય છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન નાના રેલ્વે સ્ટેશન આવતા હોય છે. જેના નામ વાંચીને પણ તમે હસીને લોટપોટ થઇ જશો. આવો જાણીએ દિલચસ્પ રેલ્વે સ્ટેશનના નામ જે અજબ-ગજબ છે.

ભૈંસા રેલ્વે સ્ટેશન
આ રેલ્વે સ્ટેશનનું નામ સાંભળીને તમને લાગશે કે 'જૂ'ની વાત કરી રહ્યા છે. પશુઓના નામ પર રાખવામાં આવેલા રેલ્વે સ્ટેશનનાં નામ સાંભળીને લાગશે કે અહીં માણસો નહીં પરંતુ પશુઓ જ રહેતા હશે. આ સ્ટેશન પર વધુ ટ્રેન નથી પસાર થતી. આ રેલ્વે સ્ટેશન તેલંગાણાના નિર્મળ જિલ્લામાં ભૈંસા શહેરના નામ પર રાખવામાં આવ્યું છે. આ ગામની વસ્તી 50 હજાર છે.

કાલા બકરા રેલ્વે સ્ટેશન
આ રેલ્વે સ્ટેશન જાલંધરમાં આવેલું છે. આ સ્ટેશનનું નામ ફક્ત બકરા જ નહીં પરંતુ 'કાલા બકરા' છે.

સુઅર રેલ્વે સ્ટેશન
આ નામ વાંચીને આંચકો લાગ્યો ને? પરંતુ આ સાચું છે. સુઅર રેલ્વે સ્ટેશન ઉત્તરપ્રદેશનાં રામપુર જિલ્લાના એક ગામમાં આવેલું છે.

બિલ્લી જંકશન
બિલ્લી જંકશનએ ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં એક નાનકડું ગામ પણ છે. આ જગ્યા પરથી બિલાડીઓ મળી હોઈ શકે છે, પરંતુ કમનસીબે, તે માત્ર એક બોર્ડિંગ સ્ટેશન છે, ફક્ત પસાર થતી ટ્રેનમાંથી જ જોઈ શકાય છે.

કૂત્તા ટ્રેન સ્ટેશન
કુર્ગ પ્રદેશની ધાર પર કર્ણાટકમાં કૂત્તા એક નાનકડું ગામ છે. આ સ્થળ પ્રાકૃતિક સુંદરતા ખૂબ જ પ્રખ્યાત છે. સ્ટેશનનું નામ ગામના જ નામ પરથી રાખવામાં આવ્યું છે.

આ સ્ટેશન નથી પરંતુ સંપૂર્ણ કુટુંબ છે. બાપ, નાના, બીબી, સાલી, સહેલી બધાના નામ પર રેલ્વે સ્ટેશન છે.

બીબીનગર રેલ્વે સ્ટેશન
દક્ષિણ-મધ્ય રેલ્વેના વિજયવાડા વિભાગનું 'બીબીનગર રેલ્વે સ્ટેશન' તેલંગાણામાં આવેલું છે. આ સ્ટેશન તેલંગાણાનાં ભુવાનીનગર જિલ્લામાં છે.

બાપ રેલ્વે સ્ટેશન
'બાપ રેલ્વે' સ્ટેશન બધા સ્ટેશનનો બાપ નહી પરંતુ તે રાજસ્થાનના જોધપુર આવેલું એક નાનું સ્ટેશન છે.

નાના રેલ્વે સ્ટેશન
નાના રેલ્વે સ્ટેશન પણ રાજસ્થાનમાં આવેલું છે. આ રેલ્વે સ્ટેશન સિરોહી પિંડવાડામાં છે.

સાલી રેલ્વે સ્ટેશન
આ નામ સાંભળીને એવું લાગ્યું હશે કે જો સાથે જીજાજીના નામનું સ્ટેશન હોય તો જીજાજી-સાલીનું જોડી જામી જાત. આ સ્ટેશન જોધપુર જિલ્લા ડુડુમાં છે. આ સ્ટેશન ઉત્તર-પશ્ચિમ રેલ્વે સાથે જોડાયેલ છે.

ઓઢનીયા ચાચા રેલ્વે સ્ટેશન
ઓઢનીયા ચાચા રેલ્વે સ્ટેશન ઉત્તર-પશ્ચિમ રેલ્વેના જોધપુર ડિવિઝનમાં આવે છે. આ સ્ટેશન રાજસ્થાનના પોખરાથી ખૂબ જ નજીક છે. કાકાને અહીં ઓઢનીયાથી કેમ જોડવામાં આવ્યા છે તે ખબર નથી.

સહેલી રેલ્વે સ્ટેશન
મિત્રોનું સ્ટેશન પણ આવી ગયું! આ રેલ્વે સ્ટેશન મધ્ય પ્રદેશના ભોપાલ અને ઈટારસીની નજીક છે. આ સ્ટેશન મધ્ય રેલ્વેના નાગપુર ડિવિઝનમાં છે.

ભાગા રેલ્વે સ્ટેશન
આ રેલ્વે સ્ટેશન ઝારખંડમાં છે અને અહીંથી ઘણી ટ્રેનો જાય છે. નામ સાંભળીને તમે એ ના વિચારતા કે આ સ્ટેશન પર ભાગીને જવું પડશે પરંતુ જો ટ્રેનનો સમય હોય તો જરૂર ભાગવું પડશે.

સિંગાપુર રેલ્વે સ્ટેશન
જો તમે ભારતમાં રહીને સિંગાપોર જવા માંગતા હોવ તો તમે વિઝા વગર સિંગાપોર જઈ શકો છો. સિંગાપોર રેલ્વે સ્ટેશન ઓડિશામાં છે. અહીં ઘણી એક્સપ્રેસ ટ્રેનો આ સ્ટેશનને પર આવે છે અને ભારતના જુદા જુદા રૂટ પર જાય છે.

દારુ રેલ્વે સ્ટેશન
'દારૂ રેલ્વે સ્ટેશન' ઝારખંડના હજારીબાગ જિલ્લામાં આવેલું એક ગામ છે, તેથી આ સ્ટેશનનું નામ ગામના નામ પરથી પડ્યું છે.

દીવાના રેલ્વે સ્ટેશન
આ રેલ્વે સ્ટેશન હરીયાળામાં આવેલા પાણીપતની નજીક દીવાના રેલ્વે સ્ટેશન છે. આ સ્ટેશનના 2 પ્લેટફોર્મ પરથી 16 ટ્રેન પસાર થાય છે. કલાકાર મહેલ આકર્ષણનું કેન્દ્ર છે.

ટટ્ટી ખાના રેલ્વે સ્ટેશન
ટટ્ટી ખાના રેલ્વે સ્ટેશન તેલંગણામાં આવેલું છે. ટટ્ટી ખાના રેલ્વે સ્ટેશનનું નામ સાંભળીને હસીને લોટપોટ થઇ જશો.

પનૌતી રેલ્વે સ્ટેશન
અહીં રહેતા લોકોની હંમેશા 'પનૌતી' થી મજાક ઉડાવવામાં આવે છે. પનૌતીએ યુપીના ચિત્રકૂટ જિલ્લામાં એક નાનકડું ગામ છે. સ્ટેશનનું નામ પણ આ ગામ પરથી રાખવામાં આવ્યું છે.

ચિલબીલા જંકશન
ચિલબીલા રેલ્વે જંકશન ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ શહેરની નજીક આવેલું છે. એવું નથી કે લોકો અહીં આવીને ગરુડ બની જાય છે.

ચિંચપોકલી રેલ્વે સ્ટેશન
દક્ષિણ મુંબઈમાં ચિંચપોકલી સ્ટેશન આવે છે. તે મુંબઈ રેલ્વેની સૌથી વ્યસ્ત લાઇન છે. આ સ્ટેશનનું નામ અંગ્રેજોના સમયથી છે.