તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • You Will Get A Salary Of Rs 2 Lakh Per Month For Taking Care Of The Dog, Apply For This Job Now, You Will Not Get Such An Opportunity Often.

માન્ચેસ્ટરમાં વિચિત્ર નોકરી:કૂતરાની સારસંભાળ રાખવા પર દર મહિને 2 લાખ રૂપિયા પગાર મળશે, આ નોકરી માટે અત્યારે જ અપ્લાય કરો, આવી તક વારંવાર નહીં મળે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
દુનિયામાં 9-5 વાગ્યાની 8 કલાકની નોકરીઓ સિવાય એવી નોકરીઓ પણ છે તે તમારી રાહ જોઈ રહી છે. માન્ચેસ્ટરમાં કૂતરાનું ધ્યાન રાખો અને દર મહિને લાખો રૂપિયા કમાવો. - Divya Bhaskar
દુનિયામાં 9-5 વાગ્યાની 8 કલાકની નોકરીઓ સિવાય એવી નોકરીઓ પણ છે તે તમારી રાહ જોઈ રહી છે. માન્ચેસ્ટરમાં કૂતરાનું ધ્યાન રાખો અને દર મહિને લાખો રૂપિયા કમાવો.
  • 8 કલાક ડોગની સંભાળ રાખવી પડશે અને તેના બદલામાં દર મહિને તમને 2 લાખ રૂપિયા મળશે
  • જે વ્યક્તિને કૂતરાઓ પ્રત્યે ગાંડો પ્રેમ છે. કૂતરાઓની સાથે ઘણી બધી તસવીરો છે તેમનું પહેલા સિલેક્શન કરવામાં આવશે

દુનિયામાં નોકરીઓની કોઈ અછત નથી, બસ શોધવા માટે જુસ્સો હોવો જોઈએ. અત્યાર સુધી તમે ઘણી વિચિત્ર નોકરીઓ વિશે સાંભળ્યું હશે, જેમાં કામ કંઈ ખાસ નથી હોતું પરંતુ પૈસા વધારે મળે છે. ઘણી કંપનીઓ ઊંઘવાના રૂપિયા આપે છે, તો કોઈ મેકઅપ પ્રોડક્ટ્સ ટ્રાય કરવાના તો કોઈ કૂતરાની સાથે રમવાના પૈસા આપે છે. દુનિયામાં 9-5 વાગ્યાની 8 કલાકની નોકરીઓ સિવાય એવી નોકરીઓ પણ છે તે તમારી રાહ જોઈ રહી છે. જો તમને કૂતરા અથવા પપી પસંદ હોય અને આખો દિવસ તેમની સાથે રમવાનું પસંદ છે. તો તમારા માટે માનચેસ્ટરમાં સારી નોકરી છે. અહીં આખો દિવસ ગલુડિયાઓ સાથે રમવાની નોકરી છે. તેના માટે તમને દર મહિને 2 લાખ રૂપિયા મળશે.

કૂતરાનું ધ્યાન રાખો અને લાખો રૂપિયા કમાવો
ટીમડોગ્સના રિપોર્ટ પ્રમાણે, એક કંપની કૂતરાને રમાડવા બદલ તમને દર મહિને 2 લાખ રૂપિયા આપશે. આ વાંચીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો પરંતુ આ વાત સાચી છે.Yappy.comને એવા ચીફ પપી ઓફિસરની જરૂર છે જે પપીનું ધ્યાન રાખી શકે અને તેની સાથે રમી શકે. તેનું જોબ ડિસ્ક્રિપ્શન તમારી અત્યાર સુધીની નોકરીથી એકદમ અલગ છે પરંતુ આટલી રકમ પણ અત્યારની કોઈ નોકરીમાં નથી મળતી.

હંમેશાં પપીને ખુશ રાખો
આ જોબમાં એક વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે અહીં તે લોકોનું સિલેક્શન કરવામાં આવશે જે 9થી 5 વાગ્યા સુધી કૂતરાઓની સંભાળ રાખી શકશે. વ્યક્તિએ 8 કલાક સુધી પપીને ખુશ રાખવુ પડશે અને તેની પસંદગીની રમકડા આપીને તેની સાથે રમવું પડશે. તે ઉપરાંત પપી પર રિસર્ચ પણ કરવું પડશે.

વાર્ષિક પેકેજથી આખી જીંદગી પસાર થઈ જાય
દર મહિને 2 લાખ રૂપિયા એટલે વાર્ષિક પેકેજ 24 લાખ રૂપિયા થયું. આ નોકરી માન્ચેસ્ટરમાં છે. આટલા પૈસામાં આરામથી જિંદગી પસાર કરી શકાય, બસ તમને કૂતરાનું ધ્યાન રાખતા આવડતું હોવું જોઈએ.

આ રીતે સિલેક્શન થશે
જે વ્યક્તિને કૂતરાઓ પ્રત્યે ગાંડો પ્રેમ છે. કૂતરાઓની સાથે ઘણી બધી તસવીરો છે. તેમને સંભાળવાનો અનુભવ હોય અને તેઓ કૂતરાની સાથે સહજ હોય તે લોકોની પસંદગી પહેલા કરવામાં આવશે.