• Gujarati News
  • Lifestyle
  • You Will Be Surprised To Know The Price And Weight Of This 2 Kg 24 Carat Plated 'Baahubali Gold Momos' In This Mumbai Restaurant.

ગોલ્ડન મોમોઝ:મુંબઈની આ રેસ્ટોરાંમાં 2 કિલોનો 24 કેરેટ પ્લેટેડ 'બાહુબલી ગોલ્ડ મોમોઝ' મળી રહ્યો છે, કિંમત અને વજન જાણી ચોંકી જશો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોમોઝની સાથે રેસ્ટોરાં ઓરેન્જ મિનિટ મોઈતો, 2 ચોકલેટ મોમોઝ અને 3 ચટણી મળે છે
  • આ ગોલ્ડન મોમોઝમાં વિવિધ શાકભાજી અને મોઝરેલા ચીઝનું સ્ટફિંગ છે

જો તમે મોમોઝ લવર્સ છો તો મુંબઈથી તમારા માટે એક સારા સમાચાર આવ્યા છે. મુંબઈની 'મેસી અડ્ડા' રેસ્ટોરાં તમારા માટે ચટાકેદાર અને ચમકદાર ' બાહુબલી ગોલ્ડન મોમોઝ' લઈને આવી છે. ઈન્ટરનેટ પર આ ગોલ્ડ મોમોઝનો વીડિયો હાલ ટ્રેન્ડ કરી રહ્યો છે.

આ મોમોઝમાં પણ અન્ય મોમોઝની જેમ ભરપૂર શાકભાજી અને મોઝરેલા ચીઝ છે પરંતુ આ મોમોઝને ખાસ બનાવતું 24 કેરેટ ગોલ્ડ સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મોમોઝ સર્વ કરતા સમયે તેની ઉપર 24 કેરેટ સોનાની વરખ લગાડવામાં આવે છે. મોમોઝની પ્લેટ સાથે એક્સ્ટ્રા સર્વિંગમાં ઓરેન્જ મિનિટ મોઈતો, 2 ચોકલેટ મોમોઝ, 3 અલગ અલગ ચટણી અને એક મેયો ડીપ પણ મળે છે.

વજન અને કિંમત જાણી ચોંકી જશો
તમારા મોઢાંમાં પાણી લાવી દેતા આ મોમોઝનું વજન 2 કિલોનું છે. વજન જેટલી જ દમદાર તેની કિંમત પણ છે. 24 કેરેટ પ્લેટેડ મોમોઝની એક પ્લેટ માટે તમારે 1299 રૂપિયા ચૂકવવા પડશે. આ જાયન્ટ મોમોઝ 7થી 8 લોકોને સર્વ થઈ શકે છે.

આ અગાઉ નવી દિલ્હીના કનોટ પ્લેસમાં યામુ પંચાયતે પણ ગોલ્ડન મોમોઝ વેચવાની શરૂઆત કરી હતી. જોકે તેની કિંમત 600 રૂપિયા હતી. તેમાં સ્વીટ ચટની, ગુલકંદ, ખજૂર, નારિયેળ સહિતની વસ્તુઓ ઉમેરાય છે. આ મોમોઝમાં 22 કેરેટની સોનાની વરખનો ઉપયોગ થાય છે.