• Gujarati News
  • Lifestyle
  • You Will Also Get Angry Knowing That Your Boyfriend Made Strict Rules For His Girlfriend, The Young Lady Shared A Screenshot Of The Rulebook

વિચિત્ર નિયમ:બોયફ્રેન્ડે તેની ગર્લફ્રેન્ડ માટે બનાવ્યા એવા કડક નિયમ કે જાણીને તમને પણ ગુસ્સો આવી જશે, યુવતીએ રૂલબુકનો સ્ક્રીનશોર્ટ શેર કર્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
કેરોલિને પોતાના પાર્ટનરના વ્યવહારને એબ્યુઝિંગ કહ્યું છે.તેને સો. મીડિયા પર બોયફ્રેન્ડના રૂલબુકનો સ્ક્રીનશોર્ટ શેર કર્યો છે. - Divya Bhaskar
કેરોલિને પોતાના પાર્ટનરના વ્યવહારને એબ્યુઝિંગ કહ્યું છે.તેને સો. મીડિયા પર બોયફ્રેન્ડના રૂલબુકનો સ્ક્રીનશોર્ટ શેર કર્યો છે.
  • કેરોલિન જો નિયમોનું પાલન નહીં કરે તો તેનો બોયફ્રેન્ડ તેની સાથે બ્રેકઅપ કરી નાખશે
  • તે ક્રોપ ટોપ અને ટાઈટ ડ્રેસ નહીં પહેરી શકે

રિલેશનશિપ સારી જ હોય તો આગળ જતા વાંધો નથી આવતો. પરંતુ જો પાર્ટનર કંટ્રોલિંગ કરવા લાગે તો જીવવાનું મુશ્કેલ થઈ જાય છે. અમેરિકાની એક યુનિવર્સિટીની વિદ્યાર્થીની સાથે પણ આવું થયું છે. તેના બોયફ્રેન્ડે રિલેશનશિપમાં એવી શરતો રાખી છે, જેને સાંભળીને તમને પણ ગુસ્સો આવી જશે.

બોયફ્રેન્ડે પોતાની ગર્લફ્રેન્ડની ખાણીપીણી, હરવા-ફરવા અને એટલે સુધી કે શોર્ટ અને ટાઈટ કપડાને લઈને પણ પ્રતિબંધ લગાવ્યા છે. કેરોલિન નામની છોકરીએ તેના બોયફ્રેન્ડના રૂલબુકનો સ્ક્રીનશોર્ટ શેર કર્યો છે. તેને જણાવ્યું કે, તેના બોયફ્રેન્ડના અનુસાર તેને દરરોજ યુનિવર્સિટીમાં આ નિયમોનું પાલન કરવાનું છે. જો તે આ નિયમોનું પાલન નહીં કરે તો તેનો બોયફ્રેન્ડ તેની સાથે બ્રેકઅપ કરી નાખશે.

કેરોલિને પોતાના પાર્ટનરના વ્યવહારને એબ્યુઝિંગ કહ્યું છે. એટલું જ નહીં એવા તમામ નિયમ કાયદા તેના પાર્ટનરે તેના માટે બનાવ્યા છે જે તેને દરરોજ ફોલો કરવાના છે. જો કે, છોકરાને એ નથી ખબર કે આ બાદ કોઈપણ ગર્લફ્રેન્ડ તેની સાથે રહેવા નહીં માગે.

સ્નેપચેટ લોકેશન પણ ઓફ નથી કરી શકતી
યુવતીએ પૂર્વ બોયફ્રેન્ડનું બેન લિસ્ટ શેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે દારૂને હાથ પણ નહીં લગાવે. સ્નેપચેટ લોકેશન બંધ નહીં કરે, છોકરાઓની સાથે ફરી શકશે નહીં. બોયફ્રેન્ડે આપેલી વીંટી ક્યારેય કાઢી શકશે નહીં. દરરોજ રાત્રે 9 વાગ્યા સુધી હોસ્ટેલ પાછા આવી જવું પડશે. ક્રોપ ટોપ અને ટાઈટ ડ્રેસ નહીં પહેરી શકે. એટલે સુધી કે તેને પાર્ટીમાં જવાની પણ પરમિશન નથી.

સો.મીડિયા પર રૂલ્સનું લિસ્ટ શેર કર્યું
છોકરીએ સોશિયલ મીડિયા પર આ રૂલ્સનું લિસ્ટ શેર કરતા કહ્યું કે, હું માત્ર એટલું કહેવા માગું છું કે આવો વ્યવહાર અપમાનજનક છે. આવું કરવું એ કોઈની ભાવનાત્મક લાગણીઓ દબાવવા જેવું છે. આવું થવું અથવા ઘેરલુ હિંસા થાય તો મદદ લેવી જોઈએ.

લોકોએ કહ્યું-બોયફ્રેન્ડને તરત છોડી દે
કેરોલિને જાતે જણાવ્યું કે, આ રૂલબુક વાંચ્યા બાદ તે પોતાનું હસવાનું રોકી નહોતી શકતી અને તેને નક્કી કરી લીધું કે હવે આ રિલેશનશિપનો અંત કરવાનો સયમ આવી ગયો છે. સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ પર યુઝર્સ કમેન્ટ કરીને તેને સલાહ આપી રહ્યા છે કે તેને આ સંબંધ તરત તોડી નાખવો જોઈએ. એક યુઝરે તો લખ્યું કે, તેને લાગ્યું હતું કે તેનો પાર્ટનર મજાક કરી રહ્યો હતો પરંતુ જો સાચું હોય તો છોકરીએ તરત તેના બોયફ્રેન્ડને છોડી દેવો જોઈએ.