પ્રેમી પંખીડા ભૂલ્યા ભાન:જોશમાં હોશ ખોઈ બેઠ્યું કપલ, પહેલાં દારૂ ઢીંચ્યો પછી વાયાગ્રા લીધી, પછી ન કહેવાય કે ન સહેવાય એવી સ્થિતિ થઈ!

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
કપલ પોતાની ત્રીજી એનિવર્સિરી સેલિબ્રેટ કરવા માટે ઘણું ઉત્સાહિત હતું. ઉત્સાહ દરમિયાન બોયફ્રેન્ડે ઓનલાઈન વાયગ્રા ઓર્ડર કરી દીધી.જો કે, શારીરિક સંબંધ બાંધતી વખતે બોયફ્રેન્ડ લોહીલુહાણ થઈ ગયો - Divya Bhaskar
કપલ પોતાની ત્રીજી એનિવર્સિરી સેલિબ્રેટ કરવા માટે ઘણું ઉત્સાહિત હતું. ઉત્સાહ દરમિયાન બોયફ્રેન્ડે ઓનલાઈન વાયગ્રા ઓર્ડર કરી દીધી.જો કે, શારીરિક સંબંધ બાંધતી વખતે બોયફ્રેન્ડ લોહીલુહાણ થઈ ગયો
  • યુકેમાં રહેતું એક કપલ પોતાની ત્રીજી એનિવર્સિરી સેલિબ્રેટ કરવા માટે ઘણું ઉત્સાહિત હતું
  • આ દિવસને ખાસ બનાવવા માટે હોટેલનો રૂમ બુક કરાવ્યો હતો
  • કપલે જણાવ્યું કે, થોડી જ વારમાં અમે બંનેએ દારૂની ત્રણ બોટલ પી ગયાં હતાં

જોશ જોશમાં એક કપલ ભાન ભૂલ્યું. લિવરપૂલ, યુકેમાં રહેતું એક કપલ પોતાની ત્રીજી એનિવર્સિરી સેલિબ્રેટ કરવા માટે ઘણું ઉત્સાહિત હતું. ઉત્સાહ દરમિયાન બોયફ્રેન્ડે ઓનલાઈન વાયગ્રા ઓર્ડર કરી દીધી. તેના પછી કપલ ઘણો બધો દારૂ ઢીંચ્યો હતો. દારૂ પીધા પછી વાયગ્રા ખાધી. તેના પછી શારીરિક સંબંધ બાંધતી વખતે બોયફ્રેન્ડ લોહીલુહાણ થઈ ગયો. આ ઘટનામાં બોયફ્રેન્ડના પ્રાઈવેટ પાર્ટમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. આવી સ્થિતિમાં તરત બોયફ્રેન્ડને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. જો કે હવે તે ધીમે ધીમે રિકવર થઈ રહ્યો છે.

હોટેલમાં બુક કરાવ્યો હતો રૂમ
એક રિપોર્ટના અનુસાર, 25 વર્ષની મેકઅપ આર્ટિસ્ટ ઈઝાબેલ વૂલ્ફ અને બોયફ્રેન્ડ રોબ એન્ડ્રૂએ પોતાની ત્રીજી એનિવર્સિરી સેલિબ્રેટ કરવાની તૈયારી કરી હતી. તેના માટે તેમને શહેરથી દૂર એક હોટેલમાં રૂમ બુક કરાવ્યો હતો. આ દિવસને ખાસ બનાવવા માટે બંને હોટેલમાં પોતાની સાથે ઘણું બધું લઇને ગયા હતા.

સારવાર બાદ રિકવરી આવી
કપલે જણાવ્યું કે, થોડી જ વારમાં અમે બંનેએ દારૂની ત્રણ બોટલ પી ગયા હતા, તેના પછી એટલો બધો નશો ચઢી ગયો હતો કે રોમાન્સ કરતી વખતે ભાન જ ન રહ્યું અને આ દુર્ઘટના સર્જાઈ. ગર્લફ્રેન્ડે તરત એમ્બ્યુલન્સને ફોન કર્યો. તો બીજી તરફ ડૉક્ટરે જણાવ્યું કે બોયફ્રેન્ડના પ્રાઈવેટ પાર્ટમાં ફ્રેક્ચર થયું છે. જોકે, થોડા દિવસની સારવાર બાદ બોયફ્રેન્ડ સ્વસ્થ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.

આ પહેલા પણ આવ્યા હતા આ સમાચાર
ઘણીવાર કપલ એકબીજા સાથે શારીરિક સંબંધ બાંધતી વખતે જોશમાં હોશ ગુમાવી દે છે. દુનિયાભરમાંથી આવા સમાચાર આવતા રહે છે. ગયા વર્ષે આ પ્રકારના સમાચાર યુકેમાંથી જ સામે આવ્યા હતા.

પ્રાઈવેટ પાર્ટ ક્યારે ફ્રેક્ચર થઈ શકે છે?
બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના અનુસાર, પુરુષોના પ્રાઈવેટ પાર્ટ ઈરેક્શન દરમિયાન અચાનક વળી જાય ત્યારે ફ્રેક્ચર થઈ શકે છે. જો કે, પ્રાઈવેટ પાર્ટમાં કોઈ હાડકું નથી હોતું પરંતુ જે ટ્યુબ્સમાં લોહી ભરાયેલું હોય છે તે ફાટી જાય છે. જેના કારણે તીવ્ર દુખાવો થઈ શકે છે. પ્રાઈવેટ પાર્ટ ફ્રેક્ચર થવાના સમાચાર ભાગ્યે જ સામે આવે છે.