તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • You Too Will Get Hurt Seeing The Glamorous Look Of 71 Year Old Grandmother, Even At This Age She Wears High Heels And Tight Dress.

ગ્લેમરસ દાદી:71 વર્ષના દાદીનો ગ્લેમરસ લુક જોઈને તમે પણ ઘાયલ થઈ જશો, આ ઉંમરે પણ હાઈ હીલ અને ટાઈટ ડ્રેસ પહેરે છે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
71 વર્ષના દાદી કેઈકો ટાઈટ ડ્રેસ, ફિટ બોડી, હાઈ-હીલ, પરફેક્ટ મેકઅપના કારણે કોઈપણ યંગ છોકરીને ટક્કર આપે છે. - Divya Bhaskar
71 વર્ષના દાદી કેઈકો ટાઈટ ડ્રેસ, ફિટ બોડી, હાઈ-હીલ, પરફેક્ટ મેકઅપના કારણે કોઈપણ યંગ છોકરીને ટક્કર આપે છે.
  • ટાઈટ ડ્રેસ, ફિટ બોડી, હાઈ-હીલ, પરફેક્ટ મેકઅપના કારણે તેઓ કોઈપણ યંગ છોકરીને ટક્કર આપે છે
  • 71 વર્ષના હોવા છતાં આજે પણ હાઈ-હિલ્સ પહેરે છે

એવું કહેવાય છે કે હૃદય ક્યારેય વૃદ્ધ થતું નથી, અને કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ઉંમરની અસર પણ નથી વર્તાતી. એક દાદી તો એવા છે કે જેમણે જોઈને બધા છેતરાઈ જાય છે. પોતાના ગ્લેમરસ અંદાજ, ટાઈટ ડ્રેસ, ફિટ બોડી, હાઈ-હીલ, પરફેક્ટ મેકઅપના કારણે તેઓ કોઈપણ યંગ છોકરીને ટક્કર આપે છે. 71 વર્ષના દાદી કેઈકો ગેસ્ટ હંમેશાં પોતાના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.

ઉંમર માત્ર એક સંખ્યા છે
કેઈકો સાબિત કરે છે કે તેમની ઉંમર માત્ર એક સંખ્યા છે કેમ કે તેમની લાઈફસ્ટાઈલ આજે પણ યુવાનીના દિવસો જેવી છે. તેમને પોતાની બોડીને એકમદ ફિટ રાખી છે. તેઓ 71 વર્ષના હોવા છતાં આજે પણ હાઈ-હિલ્સ પહેરે છે.

ડાન્સ કરતા વીડિયો બનાવે છે
ધ સનના રિપોર્ટના અનુસાર, અમેરિકામાં રહેતા કેઈકોના અંદાજે 3 લાખથી વધારે ફોલોઅર્સ છે. તેઓ હંમેશાં ગ્લેમરસ અંદાજવાળા વીડિયો શેર કરતા હોય છે. તેઓ પોતાના મેકઓવર અને ડાન્સનો વીડિયો પણ શેર કરે છે.

ટાઈટ ડ્રેસ પહેરે છે
કેઈકોને ટાઈટ ડ્રેસ પહેરવાનું પસંદ છે. તેમનો એક મેકઓવરનો પણ વીડિયો છે. તેમાં તેઓ લાઉન્જવેર પહેરેલા દેખાય છે અને બાદમાં ગ્લેમરસ વન પીસમાં જોવા મળે છે. આ ડ્રેસમાં તેઓ એકદમ સુંદર દેખાય છે.

હાઈ-હીલ્સ પહેરવાનું પસંદ કરે છે
71 વર્ષની ઉંમરમાં લોકોને ચાલવામાં પણ મુશ્કેલી થાય છે, ત્યારે આ ઉંમરમાં કેઈકો હાઈ-હીલ્સ પહેરે છે. આ ગ્લેમરસ દાદીનો શોખ માત્ર ડ્રેસ અને હાઈ હિલ્સ સુધી મર્યાદિત નથી પરંતુ તેઓ જ્વેલરી, સનગ્લાસિસના પણ શોખીન છે. તેમનો આવો અંદાજ અને લુક જોઈને ફોલોઅર્સ તેમની અસલી ઉંમર પર વિશ્વાસ નથી કરી શકતા.