• Gujarati News
  • Lifestyle
  • You Too Will Fall In Love With The Glamorous Mother, This Is How She Changed Her Figure After Pregnancy.

અમેરિકા:ગ્લેમરસ માતાને જોઈને તમે પણ તેના દિવાના થઈ જશો, પ્રેગ્નન્સી બાદ આ રીતે પોતાનું ફિગર બદલી નાખ્યું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમેરિકાના ફ્લોરિડામાં રહેતી નિકી જોમ્પોલીએ ડિલિવરી બાદ 13 કિલો વજન ઘટાડીને પહેલા જેવું ફિગર બનાવી લીધું. - Divya Bhaskar
અમેરિકાના ફ્લોરિડામાં રહેતી નિકી જોમ્પોલીએ ડિલિવરી બાદ 13 કિલો વજન ઘટાડીને પહેલા જેવું ફિગર બનાવી લીધું.
  • નિકી જોમ્પોલીએ 4 મહિનામાં 13 કિલો વજન ઘટાડીને પોતાનું ફિગર બદલી નાખ્યું
  • સોશિયલ મીડિયા પર તેને માતા બન્યા પહેલા અને બાદના ફોટો શેર કર્યા છે, જેમાં તે સુંદર દેખાઈ રહી છે
  • 28 વર્ષની નિકી ફિટનેસ ટ્રેનર છે. તે મોટાપાયે મહિલાઓને ટ્રેનિંગ આપે છે

માતા બનવું એ સ્ત્રીના જીવનનો સૌથી સુખદ અનુભવ હોય છે.જો કે, માતા બન્યા પછી શરીરમાં ઘણા ફેરફાર આવે છે. તેમાંથી સૌથી સામાન્ય ફેરફાર છે વજન વધવું. ઘણી માતા પ્રેગ્નન્સી અને ડિલિવરી બાદ વજનને કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહે છે. આવી માતાઓ માટે અમેરિકાના ફ્લોરિડામાં રહેતી નિકી જોમ્પોલી એક મિસાલ સાબિત થઈ શકે છે. જેને બાળકને જન્મ આપ્યા બાદ પોતાની ફિટનેસ પર એ રીતે કામ કર્યું કે પહેલા જેવું પોતાનું ફિગર બનાવી લીધું. તે હજારો માતાઓને ફરીથી પહેલા જેવું ફિગર મેળવવા માટે મદદ કરી રહી છે.

માતા બન્યા પછી વજન વધી જવાની સમસ્યાથી પરેશાન માતાઓને નિકીએ 4 મહિનામાં 13 કિલો વજન ઘટાડીને ટિપ્સ આપી દીધી છે. તેને જણાવ્યું કે, જો તમે આવું કરવા માગો છો તો તેના માટે ઈચ્છાશક્તિની જરૂર હોય છે, બહાના ન ચાલે. તેને બાળકના જન્મ બાદ જે રીતે પોતાના ફિટનેસ પર ધ્યાન આપ્યું તે ખરેખર વખાણવા લાયક છે.

ગેરેજમાં જીમ બનાવી લીધું
28 વર્ષની નિકી ફિટનેસ ટ્રેનર છે. તે મોટાપાયે મહિલાઓને ટ્રેનિંગ આપે છે, જેમાં માતાઓ પણ સામેલ હોય છે. તે બાળકના જન્મ બાદ માતાઓને તેમના પહેલા જેવું ફિગર મેળવવા માટે મદદ કરે છે. પ્રેગ્નન્સી દરમિયાન તેનું વજન 30 પાઉન્ડ એટલે કે લગભગ 13 કિલો વધી ગયું હતું. બાળકના જન્મ બાદ જીમમાં જવું શક્ય નહોતું, આવી સ્થિતિમાં નિકીએ પોતાના ઘરના ગેરેજમાં જીમ બનાવી લીધું. અહીં 4 મહિના સુધી સતત વર્કઆઉટ કર્યા બાદ પહેલા જેટલું વજન કરી લીધું. સોશિયલ મીડિયા પર તેને માતા બન્યા પહેલા અને બાદના ફોટો શેર કર્યા છે, જેમાં તે સુંદર દેખાઈ રહી છે. તે જણાવે છે કે, હું નવી માતા બનવાના સંઘર્ષને સમજું છું પરંતુ તેનો અર્થ એ નથી કે તમે તમારા શરીર પર ધ્યાન ન આપો.

બાળકનો ડંબલની જેમ ઉપયોગ કર્યો
ધ સનના રિપોર્ટના અનુસાર, નિકી ફિટનેસ ગુરુ છે અને તે 2 વર્ષની દીકરી અરિયાની માતા છે. નિકીએ વર્ષ 2019માં મે મહિનામાં એક દીકરીને જન્મ આપ્યો હતો, બાળકને જન્મ આપ્યાના 6 સપ્તાહ બાદ જ નિકીએ વર્કઆઉટ શરૂ કરી દીધું હતું. તે જણાવે છે કે, માતાઓ પોતાના બાળકોને એક્સર્સાઈઝમાં સામેલ કરવા જોઈએ. બાળકનો વેટની જેમ ઉપયોગ કરી શકાય છે. તમારા બાળકને પણ તમને જોઈને પ્રેરણા મળશે અને એક્સર્સાઈઝ કરશે.

એપના 1 લાખથી વધુ યુઝર્સ છે
નિકીએ 2018માં ગુડ ફિટનેસ એપ શરૂ કરી હતી અને તેની એપના 1 લાખથી વધુ યુઝર્સ છે. તે જે લોકોને ટ્રેનિંગ આપે છે, તેમાંથી સૌથી વધારે સંખ્યા માતાઓની છે, જેમને એ નથી ખબર હોતી કે ફરીથી ફિટનેસ મેળવવા માટે ક્યાંથી શરૂઆત કરવી. નિકી તેમના શરીરમાં જમા થયેલી ચરબીને દૂર કરવા અને મસલ્સને મજબૂત કરવામાં મદદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...