કોઈપણ મહિલા માટે માતા બનવુ તેના જીવનની સૌથી મોટી ખુશી હોય છે. આજકાલ મહિલાઓ તેની પ્રેગ્નેન્સીના ન્યુઝથી માંડી ડિલિવરી સુધી આખા 9 મહિનાની જર્નીને સોશિયલ મીડિયામાં શેર કરે છે. તે સાથે આ દરમિયાન થતી સમસ્યાઓ વિશે તેમજ ખાવાપીવા વિશેના પોતાના અનુભવની જાણકારી પણ આપે છે. આ સિવાય ક્યારેક તે આ સમય દરમિયાન મૂડને હળવો કરી દે તેવા વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે.
પ્રેગ્નન્ટ મહિલાનો વીડિયો વાઈરલ
વાઈરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા છત પર ઉભી છે. તેણે સફેદ ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેર્યો છે. સાથે તેણે સફેદ રંગના બૂટ પહેર્યા છે. વીડિયોમાં તે સામેથી આવી રહી છે અને નજીક આવીને ઉભી રહી જાય છે. પછી તે ડાબી-જમણી બાજુ કમરને ફેરવે છે. ત્યારબાદ તે સાઈડમાં ફરીને હાથ સામે કરે છે જેવી તે મહિલા સાઈડમાં થાય છે, તે જોઈ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
લોકો શુભેચ્છા આપી રહ્યા છે
હકીકતમાં તે પ્રેગ્નન્ટ છે અને જ્યારે તે સામેથી આવે છે તો બિલકુલ ખબર નથી પડતી કે તે પ્રેગ્નન્ટ છે. વીડિયો પર કેપ્શન લખ્યું છે, "35 વીક પ્રેગ્નન્ટ બેલી...ઓલ અબાઉટ ધ એન્જલ." આ વીડિયોને jordanke નામના અકાઉન્ટથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને યુઝર્સ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધી આ વીડિયોને લગભગ 10Kથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.