અમેરિકાની માતા-દીકરી એક જ જેવાં કપડાં પહેરે છે. તાતિયાન ફ્લેમિંગ સ્મિથની ઉંમર 17 વર્ષ છે અને તેની માતા પેન્ડોરાની ઉંમર 45 વર્ષની છે. આ બંનેની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઈ રહી છે, જેમાં માતા-દીકરીએ સફેદ ટોપ અને બ્લેક જીન્સ પહેર્યું છે.
બહેન જેવી દેખાય છે માતા
તાતિયાન જણાવે છે, અમે બંને એક જેવાં જ કપડાં પહેરીએ છીએ. તે બિલકુલ તેની માતા જેવી દેખાય છે. તાતિયાન જણાવે છે કે લોકો તેની પોસ્ટ પર કમેન્ટ કરે છે કે તેની માતા બિલકુલ તેના જેવી જ દેખાય છે. તે જણાવે છે કે મારી માતા હંમેશાં મારી નકલ કરે છે. આ વસ્તુ ક્યારેક યોગ્ય લાગે છે તો ક્યારેક પરેશાન પણ કરે છે.
એક વ્યક્તિએ કમેન્ટ કરી કે 'તે બિલકુલ તારી માતા નથી, તમે જોડિયા બહેનો લાગો છો', જ્યારે બીજાએ લખ્યું, 'બંનેમાંથી માતા કોણ છે?' માતા અને દીકરી બંનેને એકસાથે સમય પસાર કરવો સારો લાગે છે.
સેંકડો મેચિંગ ડ્રેસ છે
બીજી કહાની યુનાઈટેડ કિંગ્ડમના વિગેનની રહેવાસી માતા લોરા હેમ્પસનની છે. તે પોતાની દોઢ વર્ષની દીકરીને બિલકુલ પોતાનાં જેવાં જ કપડાં પહેરાવે છે, જેથી બંને એક જેવા દેખાય. તેમના દરરોજનાં કપડાના કલરનું કોમ્બિનેશન એક જેવું જ હોય છે અને કપડાંની સ્ટાઈલ પણ એક જેવી હોય છે. તેની પુત્રી ડાર્લિન 19 મહિનાની છે.
રિપોર્ટના અનુસાર, માતા-દીકરીની પાસે એક જેવાં 150 આઉટફિટ્સની રેન્જ છે અને તેઓ એને વારાફરતી પહેરે છે. માતા-દીકરીના ગરમી અને શિયાળા માટે પણ અલગ અલગ કપડાં છે. લોરા જણાવે છે કે તે પોતાની દીકરી માટે ચેરિટી શોપમાંથી શોપિંગ કરવાનું પસંદ કરે છે.
તે ઈન્સ્ટાગ્રામ પર @yer_ma_does_twinning નામથી તેનું અકાઉન્ટ પણ ચલાવે છે. અહીં લોરા અને તેની દીકરીના ઘણાં શાનદાર મેચિંગ આઉટફિટ્સ જોઈ શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.