• Gujarati News
  • Lifestyle
  • You No Longer Have To Spend Millions Of Rupees To Wear A Dream Wedding Dress, You Can Get A Free Wedding Dress Of Rs 1 Lakh In This Uncle's Bank

અનોખી બેંક:ડ્રીમ વેડિંગ ડ્રેસ પહેરવા માટે હવે લાખો રૂપિયા નહિ ખર્ચવા પડે, આ કાકાની બેંકમાં 1 લાખ રૂપિયાના વેડિંગ ડ્રેસ ફ્રીમાં મળે છે

પારુલ રાંઝા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાજસેવી અનુપ ખન્નાએ 2017માં 'વેડિંગ વેર બેંક' શરૂ કરી
  • આ બેંકમાં લોકો પોતાના લગ્નના મોંઘેરા કપડાં દાન કરી શકે છે
  • જરૂરિયાતમંદો આ કપડાં ફ્રીમાં ઉધાર લઈ શકે છે

પોતાના લગ્ન માટે દરેક મહિલાનું સપનું હોય છે કે તે સૌથી સુંદર કપડાં પહેરીને તૈયાર થાય અને લગ્ન મંડપમાં હાજર દરેક લોકોની નજન દુલ્હન પરથી એક પળ માટે પણ ન હટે, પરંતુ આ સપનું દરેક મહિલાનું સાકાર થતું નથી કારણ કે સપનાં આગળ તેમની આર્થિક પરિસ્થિતિનો મોટો અવરોધ ઊભો રહી જાય છે. પૈસાની તંગીને કારણે લગ્નના દિવસે દુલ્હને નિરાશ ન થવું પડે તેના માટે નોઈડાના સમાજસેવી અનુપ ખન્નાએ 'વેડિંગ વેર બેંક' શરૂ કરી છે.

આ બેંકમાં કોઈ પણ વ્યક્તિ પોતાના લગ્નના કપડાં દાન કરી શકે છે અને બેંકમાંથી જરૂરિયાતમંદો આ કપડાં ફ્રીમાં લઈ શકે છે. મહિલા અને પુરુષો માટે આ બેંકમાં 20 હજારથી લઈને 1 લાખ રૂપિયાના કપડાં ફ્રીમાં અવેલેબલ છે.

2017થી આ અનોખી પહેલ શરૂ કરી
અનુપ ખન્નાએ 2017થી આ બેંક શરૂ કરી છે, જેથી કોઈ મહિલાએ તેના લગ્નના દિવસે તેના વેડિંગ ડ્રેસ માટે કોઈ કોમ્પ્રોમાઈઝ ન કરવું પડે. આ બેંકમાં 25 બ્રાઈડલ વેડિંગ ડ્રેસ અને 20 શેરવાની છે. દુલ્હા અને દુલ્હન જ નહિ પરંતુ લગ્ન પ્રસંગમાં હાજર રહેવા માટે કોઈ પણ વ્યક્તિ આ બેંકમાંથી ફ્રીમાં કપડાં લઈ શકે છે.

અનુપ ખન્ના જણાવે છે કે લગ્નમાં પહેરેલા કપડાં એ-વન હોવા છતાં તે બીજી વાર ઉપયોગમાં લેવાતા નથી. આ કપડાં તિજોરીમાં પડ્યાં રહે તેના કરતાં કોઈ જરૂરિયાતમંદને કામ લાગે તેનાથી મોટી ખુશી કઈ હોઈ શકે. અનુપ અંકલની આ પહેલ લોકો સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો, પરંતુ આજે દિલ્હી-NCRમાં તેમનું કામ વખણાય છે. બેંકમાં લોકોને પોતાની પસંદ પ્રમાણે અલગ અલગ રંગ અને સ્ટાઈલના કપડાં સિલેક્ટ કરવાની આઝાદી મળે છે.

ઘણા રાજ્યોમાંથી દાન મળે છે

ખન્નાની આ અનોખી બેંકમાં મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, પંજાબ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી દાન મળે છે. બ્રાઈડલ ડ્રેસ સિવાય જ્વેલરી, ફૂટવેર, એક્સેસરીઝનું દાન પણ મળે છે. કોરોનાને કારણે બેંક એટલી એક્ટિવ નહોતી. જોકે આ વેડિંગ સિઝનમાં 15 બ્રાઈડલ ડ્રેસ બુક થયા છે. તેમાં મોટા ભાગના બુકિંગ બીજા લોકોના ઘરે કામ કરતી મેડ અને સફાઈ કર્મચારીનાં છે.

વેડિંગ ડ્રેસ લેવાના આ નિયમ ફરજિયાત
બેંક ભલે ફ્રીમાં વેડિંગ ડ્રેસ આપતી હોય પરંતુ તેના નિયમો પણ પાળવા ફરજિયાત છે. જે વ્યક્તિ આ બેંકમાંથી કપડાં ઉધાર લે છે તેણે કપડાંને ડ્રાય ક્લીન કરાવી પરત કરવા પડે છે. કપડાંનો મિસયુઝ ન થાય તે માટે આધાર કાર્ડ અથવા રાશન કાર્ડ લઈ ગેરન્ટી લેવાય છે. એક વખત ડ્રેસ લીધા બાદ 15 દિવસ સુધી બીજા કપડાં લઈ શકાતા નથી.

KBCમાં પણ ખન્નાને પ્રશંસા મળી
આ બેંક સાથે અનુપ ખન્ના ભૂખ્યાનું આંતરડી પણ ઠારે છે. તેઓ માત્ર 5 રૂપિયામાં ભૂખ્યા લોકોને સ્વાદિષ્ટ ભોજન જમાડે છે. દેશમાં જ નહિ વિદેશમાં પણ તેમની પહેલ 'દાદી કી રસોઈ' ફેમસ છે.

ખન્ના પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર ખોલી સસ્તી દવા ઉપલબ્ધ કરાવાની સાથે 10 રૂપિયામાં મનપંસદ કપડાં આપે છે. આ ઉમદા કાર્યો માટે તેમને રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત પણ કરાયા છે. KBCના કર્મવીર એપિસોડમાં તેઓ હોટ સીટના હકદાર બન્યા હતા. અભિતાભ બચ્ચન પણ અગાઉ તેમના વખાણ કરતા જોવા મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...