ઈટાલી:તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ અહીં માત્ર 86 રૂપિયામાં મકાન મળી રહ્યું છે, જાણો કેવી રીતે ખરીદી શકો છો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મેન્ઝા ટાઉન પહેલુ એવું ક્ષેત્ર બની ગયું છે કે, જ્યાં ફક્ત 1 જ યુરોમા મકાન વહેંચવામાં આવી રહ્યા છે. - Divya Bhaskar
મેન્ઝા ટાઉન પહેલુ એવું ક્ષેત્ર બની ગયું છે કે, જ્યાં ફક્ત 1 જ યુરોમા મકાન વહેંચવામાં આવી રહ્યા છે.
  • ઈટાલીની રાજધાની મેન્ઝા ટાઉનમાં લોકોને 1 યુરો એટલે કે લગભગ 86 રૂપિયામાં ઘર ખરીદવાની તક મળી રહી છે
  • મેયર ક્લાઉડિયો સ્પરડુતીએ જણાવ્યું કે, આ સ્કિમ મેન્ઝાને પુનર્જીવિત કરવા માટે શરૂ કરી છે

દરેક લોકો ઈચ્છે છે કે તેમને પોતાનું એક ઘર હોય, જ્યાં તેઓ તેમના પરિવાર સાથે ખુશીથી રહી શકે. આવી સ્થિતિમાં લોકો ઘર ખરીદવા માટે તેમની આજીવન આવકનું રોકાણ કરે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, વિશ્વનું એક એવું શહેર પણ છે જ્યાં માત્ર 86 રૂપિયાના નજીવા ભાવે મકાનો મળી રહ્યા છે. ઈટાલીની રાજધાની મેન્ઝા ટાઉનમાં લોકોને 1 યુરો એટલે કે લગભગ 86 રૂપિયામાં ઘર ખરીદવાની તક મળી રહી છે. અહીં શાંતિપૂર્ણ વાતાવરણ છે તેમ છતાં લાંબા સમયથી ઘર ખાલી પડ્યા છે.

રોમના લેટિયમ વિસ્તારમાં સસ્તામાં મકાનોનું વેચાણ થઈ રહ્યું છે. આ સ્કિમ દ્વારા શહેરમાં લોકોને ફરીથી પુનસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મેન્ઝા ટાઉન પહેલુ એવું ક્ષેત્ર બની ગયું છે કે, જ્યાં ફક્ત 1 જ યુરોમા મકાન વહેંચવામાં આવી રહ્યા છે. આ વિસ્તાર એકદમ ઐતિહાસિક છે અને તે રાજધાનીના દક્ષિણ ભાગમાં જંગલી લેપિની પહાડીઓ પર સ્થિત છે.

મેન્ઝા ટાઉનના મેયર ક્લાઉડિયો સ્પરડુતીએ CNNને જણાવ્યું કે, તેમણે આ સ્કિમ મેન્ઝાને પુનર્જીવિત કરવા માટે શરૂ કરી છે. તેમને આશા છે કે આ લોકેશનને જોતા જ અહીં મકાન માટે ખરીદદારો આગળ આવશે. હાલ માલિકો અને સંભવિત ખરીદદારો વચ્ચે સંપર્ક કરાવીને લગભગ 100 જેટલા ઘરો વહેંચવામા આવશે. તેના માટે મકાનની જાણકારી વેબસાઈટ પર સાર્વજિક નોટિસ દ્વારા આપવામાં આવશે. તેને જોઈને રસ ધરાવતા લોકો સામે આવશે તેમને નોટિસ પણ ઓનલાઈન આપવામાં આવશે. આ અંગેની માહિતી સરકારી વેબસાઇટ પરથી મેળવી શકાય છે.

આ સ્કિમની વેબસાઇટ અનુસાર, શહેરનું પ્રશાસન શહેરની મધ્યમાં આવેલા પ્રાચીન મધ્યકાલીન ગામનું પુનર્વસન કરવા ઈચ્છે છે, જે લાંબા સમયથી ખાલી પડેલું છે. આ મકાન ખરીદનારા લોકોએ મકાનનું સમારકામ કરાવવું પડશે. આમાંથી કેટલાક મકાનોની હાલત એટલી ખરાબ છે કે, તે લોકોના વસવાટ માટે જોખમી બની શકે છે.

અહીં ઘર ખરીદનારા લોકોએ સૌથી પહેલા 5000 યુરો એટલે કે લગભગ 4.3 લાખ રૂપિયા ડિપોઝિટ તરીકે જમા કરાવવાના રહેશે. એકવાર આ મકાનોનું સમારકામ થઈ જાય ત્યારબાદ આ નાણાં ખરીદદારને પાછા આપવામાં આવશે. તે જ સમયે ખરીદનાર વ્યક્તિ શહેરના આ ભાગમા રહેલા આ મકાનોને દુકાન કે રેસ્ટોરાંમાં બદલે તો તેની જાણ તેમણે વહીવટીતંત્રને કરવી પડશે અને આ અંગે તેમણે મંજૂરી પણ લેવી પડશે.