• Gujarati News
  • Lifestyle
  • You Don't Love Me ... And You Don't Care About Me ... Follow These 5 Tips To Get Out Of This Stress

સંબંધોમાં નારાજગી અને ફરિયાદ:તું મને પ્રેમ નથી કરતો...અને તને મારી કોઈ પરવા નથી...આ તણાવમાંથી બહાર નીકળવા આ 5 ટિપ્સ અપનાવો

શ્વેતા કુમારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંબંધોમાં એક-બીજા માટે પ્રેમ અને વિશ્વાસ હોવો જોઈએ તેમાં નફરતને જગ્યા આપવાની ભૂલ ન કરો

પતિ-પત્નીની વચ્ચે નાના મોટા ઝઘડા અને પરસ્પર મતભેદો સામાન્ય છે. તેનાથી તેમનો પ્રેમ ઓછો નથી થતો. પરંતુ જો આ તૂ-તૂ મે-મે દરરોજ વધી જાય તો તે ઘરમાં ઝઘડાનું કારણ બની શકે છે. સતત થતા વિવાદોથી ન માત્ર અંતર વધે છે પરંતુ ઘણી એવી ગેરસમજનું કારણ બને છે જે વાસ્તવિકતાથી ઘણી દૂર હોય છે.

જે સંબંધોમાં એક-બીજા માટે પ્રેમ અને વિશ્વાસ હોવો જોઈએ તેમાં નફરતને જગ્યા આપવાની ભૂલ ન કરો, આવું કરવાથી ન માત્ર તમારી મેન્ટલ હેલ્થ પર અસર પડશે, પરંતુ ઘરના બીજા સભ્યો પણ હેરાન થશે. આ વિશે અમે વાત કરી છે રિલેશનશિપ એક્સપર્ટ શિવાની મિસરી સાધુ સાથે. પરસ્પર વિવાદને સ્વીકારો અને પાર્ટનર માટે કંઈક એવું કરો, જેનાથી ન માત્ર તે પોતાની નારાજગી છોડી દે પરંતુ ભૂતકાળને ભૂલીને ઝઘડામાં તમારા દ્વારા થયેલી ભૂલને પણ સ્વીકારશે.

આ 5 ટિપ્સથી સંબંધોમાં મધુરતા વધશે
તમારી વાત રાખો, સ્પષ્ટતા ન આપો - કોઈપણ મુદ્દા પર જો તમારી પાસે કોઈ પ્લાન છે, જેનાથી પાર્ટનર સહમત નથી, તો તમારી વાત રાખો. એક પછી એક વાત રજૂ કરવાની, દલીલો આપવાથી અને તમારા દૃષ્ટિકોણને સાબિત કરવાથી દૂર રહેવું જરૂરી છે.

જે કહેવામાં આવ્યું, તે શબ્દોની જવાબદારી લો- કોઈપણ નાની વાત પર કપલ એટલા માટે લડે છે કેમ કે તેમને એક બીજાની બોલવાની રીત અને શબ્દો ખટકે છે. તેથી વિવાદ બાદ અલગ રૂમમાં બેસવાની જગ્યાએ સામે જઈને વાત કરો અને પૂછો કે તમારા પાર્ટનરને કઈ વાત ખરાબ લાગી. તે ખરાબ વાત માટે માફી માગો.

ગુસ્સો કર્યો છે, હવે પ્રેમ વ્યક્ત કરો- પતિ-પત્નીના દરેક ઝઘડાનો ઉપાય છે પ્રેમ. જ્યારે બે લોકો કોઈ વાત પર પોતાનું મન બનાવી શકતા નથી, તો નારાજગી સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં પોતાની વાત મનાવ્યા બાદ ખુશ થવા અથવા પાર્ટનરને ખોટો સાબિત કરવાની જગ્યાએ તેની સાથે પ્રેમ વ્યક્ત કરો. આવું કરવાથી પાર્ટનરનું મન હળવું થશે.

એક વખત સાંભળી તો લો- ગુસ્સામાં આપણે એવાં ઘણાં કામો કરી બેસીએ છીએ, જે શાંત થયા પછી આપણને ખરાબ મહેસૂસ કરીએ છીએ. તેથી સામેવાળી વ્યક્તિની વાત પૂરી થવા દો અથવા પછી શાંત થયા બાદ તેમની વાત અને તે ઈચ્છવાનું કારણ જાણો, તેનાથી પાર્ટનરનો ગુસ્સો આપોઆપ ઓછો થઈ જશે.

જીંદગીના ક્લાસમાં શીખવું જરૂરી છે- જે રીતે આપણે સ્કૂલમાં એક ક્લાસ ક્લિયર કર્યા બાદ બીજા ક્લાસમાં આગળ વધીએ છીએ, તેવી જ રીતે કપલે પોતાની ભૂલો અને ઝઘડામાંથી શીખીને આગળ વધવું જોઈએ, જેનાથી સંબંધોમાં તે ભૂલ ફરીવાર ન થાય.

તે ઉપરાંત ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો, પાર્ટનરની પસંદગીની ડિશ બનાવો, ક્યાંક લોન્ગ ડ્રાઈવ અથવા એન્ટરટેઈનમેન્ટ માટે જાવ અને ગિફ્ટ આપવા જેવી નાની વસ્તુ આપા જેવી નાની નાની બાબતોને અપનાવીને તમે બંને તમારા સંબંધોમાં રહેલી નારાજગીને દૂર કરી શકો છો.