• Gujarati News
  • Lifestyle
  • You Complete All Your Work On Time, But Get Angry When Criticized, Understand From The Expert How Mature Are You?

મેચ્યોરિટીની નિશાની:સમયસર કામ પૂરું કરી લો છો પણ કોઈ ટીકા કરે તો ગુસ્સે થઈ જાઓ છો ? એક્સપર્ટ પાસથી જાણો તમે કેટલા મેચ્યોર છો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે લોકો પોતાની વીકનેસ અને ક્ષમતા પ્રત્યે જાગૃત રહે છે, તેમને કોઈના સજેશનની જરૂર પડતી નથી

તમે ઓફિસમાં મળતું કામ સમયસર પૂરું કરી લેતા હશો, ટાઇમસર બધા બિલ ભરતા હશો, હેલ્ધી ફૂડ ખાતા હશો અને કસરત પણ કરતા હશો, પણ જ્યારે તમારી ટીકા થાય, કોઈ તમારા વિચારોનો વિરોધ કરે અને તમને કહી દે કે ‘તું ઇમેચ્યોર છે’, તો તમારો રિસ્પોન્સ કેવો હશે? આવી સ્થિતિમાં તમારું રિએક્શન દેખાડે છે કે તમે કેટલા ઇમોશનલી મેચ્યોર છો. દિલ્હીમાં ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ ડૉ.પ્રજ્ઞા મલિકે કહ્યું કે, બીજાએ આપેલા પોઝિટિવ કે નેગેટિવ ફીડબેક તમે કેવી રીતે હેન્ડલ કરો છો, એકલા રહીને પણ તમે કેટલું બેટર ફીલ કરો છો, બીજાની સાથે તમે કેટલા ખુશ રહી શકો છો, આ બધી વાતોથી તમારા મેચ્યોર હોવાનું પ્રમાણ મળે છે. અહીં આપેલી અમુક ટિપ્સ તમને જણાવશે કે તમે મનથી કેટલા મેચ્યોર છો અને મેચ્યોર કેવી રીતે બની શકાય?

મેચ્યોરિટીની નિશાની
માત્ર વખાણ જ નહીં પણ ગુસ્સો હેન્ડલ કરતા પણ શીખો. માની લો કે તમે ઓફિસમાં છો, ઘરે જવાની તૈયારી કરી રહ્યા છો અને તરત જ તમારો બોસ તમને એક અસાઈનમેન્ટ જલ્દી પૂરું કરવાનું કહે તો તમને ગુસ્સો આવશે. તમારા મિત્રનું પ્રમોશન થયું અને તમારું ના થયું તો પણ તમને ગુસ્સો આવશે. કોર્પોરેટ દુનિયાથી લઈને જીવનમાં ઘણી બધીવાર એવી સ્થિતિ ઊભી થાય છે, જેમાં તમને ગુસ્સો આવે. આ બધી પરિસ્થિતિને તમે કેવી રીતે મેનેજ કરો છો તે તમને તમારી મેચ્યોરિટી દેખાડે છે. માત્ર ગુસ્સો જ નહીં પણ ક્યારેક કોઈ તમારા વખાણ કરે તો તમે ચણાના ઝાડ પર ચડી જાઓ છો કે કન્ટ્રોલમાં રહો છો. આ લક્ષણ મેચ્યોરિટી દર્શાવે છે.

તમારી વીકનેસ અને ક્ષમતાઓને લઈને સજાગ રહો
જે લોકો પોતાની વીકનેસ અને ક્ષમતા પ્રત્યે જાગૃત રહે છે, મુશ્કેલ સમયમાં પણ ગભરાયા વગર કોઈ નિર્ણય લે છે, તો તેમને દર વખતે કોઈના સજેશનની જરૂર પડતી નથી. જે લોકો પોતાની જિંદગીના નિર્ણય જાતે લે છે તેઓ લાઈફ વધારે બેલેન્સ રાખીને જીવી શકે છે. પોતાની આવડત વિશે જાણતા લોકો તેમના આજુબાજુના વાતાવરણ વિશે પણ સજાગ હોય છે, સેલ્ફ મોટિવેટેડ રહે છે અને લોકો સાથે હેલ્ધી બાઉન્ડરી બનાવે છે.

ભૂલ છોડતા શીખો
ઘણા લોકો નાની-નાની વાતે ઈમોશનલ થઈ જાય છે. તેઓ લાંબા સમય સુધી કોઈ વાતનો બોજ લઈને ફરે છે. અમુક લોકો આવા કેસમાંથી જલ્દી બહાર નીકળી જાય છે કે ઘણા લોકો સામે જ તેમની ટીકા થાય છે તો પણ હેન્ડલ કરી લે છે. ભૂલને સમયસર છોડીને તેમાંથી બોધપાઠ લેતા લોકો જ મેચ્યોર કહેવાય છે.

ટોક્સિક લોકોથી દસ ફૂટ દૂર રહો
ઘણીવાર તમે ઇચ્છતા ના હો તેવા લોકોની ટોળકીમાં ફસાઈ જાઓ છો. આવા ગ્રુપ્સમાં તમે પોતાને કેવી રીતે હેન્ડલ કરો તે તમને ખબર હોવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...