તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Yashika Started Learning Martial Arts Syllabum To Increase Hand Movement From The Age Of Five, Setting A Precedent By Winning A Gold Medal.

પ્રેરણા:યાશિકાએ પાંચ વર્ષની ઉંમરથી હાથની મૂવમેન્ટ વધારવા માટે માર્શલ આર્ટ સિલંબમ શીખવાની શરૂઆત કરી, તેને ગોલ્ડ મેડલ જીતીને મિસાલ કાયમ કરી

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષની થઈ, ત્યારે હાથોની મૂવમેન્ટ વધારવા માટે તેની સર્જરી થઈ
  • લોકડાઉન દરમિયાન યોજાયેલી સિલંબમ ઈ કોમ્પિટિશનમાં યાશિકાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો

જન્મથી યાશિકાના બંને હાથમાં 3-3 આંગળીઓ જ છે. આ ફિઝિકલ ડિસેબિલિટી બાદ જ તમિલ માર્શલ આર્ટ સિલંબમ શીખીને, તેણે અન્ય વિકલાંગ બાળકો માટે એક દાખલો બેસાડ્યો છે. સિલંબમ દક્ષિણ ભારતમાં હથિયારો દ્વારા કરવામાં આવતું માર્શલ આર્ટ છે. યાશિકાના પિતાનું નામ આર.વીર રાઘવન અને માતાનું નામ ગોમતી છે. બાળપણમાં યાશિકા નાની નાની વસ્તુઓને પણ મુશ્કેલીઓથી પડકી શકતી હતી. જ્યારે તે બે વર્ષની થઈ, ત્યારે તેના બંને હાથની મૂવમેન્ટ વધારવા માટે તેની સર્જરી થઈ. પરંતુ તેનાથી કોઈ ફાયદો ન થયો.

યાશિકાના પિતાને જ્યારે ખબર પડી કે તેના બંને હાથમાં માત્ર ત્યારે તાકાત મહેસૂસ થાય છે જ્યારે તે કઈ વસ્તુને પકડે છે. તેથી તેને સિલંબમ શીખવાની શરૂઆત કરી જેથી તેના હાથની મૂવમેન્ટ વધારી શકાય. યાશિકાની ટ્રેનિંગ દરમિયાન તેના પરિવારે સિલંબમ ટ્રેનિંગ સ્કૂલની પાસે રહેવાનો નિર્ણય કર્યો. તે માર્શલ આર્ટ ટીચર પી. સતીશ કુમાર પાસેથી આ આર્ટની ટ્રેનિંગ લેવા લાગી.

પાંચ વર્ષની ઉંમરમાં યાશિકાએ માર્શલ આર્ટ શીખવાની શરૂઆત કરી. અત્યારે માર્શલ શીખ્યાને બે વર્ષ થઈ ગયાં છે. તે સિલંબમની ઘણી ટેક્નિક શીખી ગઈ છે. લોકડાઉન દરમિયાન યોજાયેલી સિલંબમ ઈ કોમ્પિટિશનમાં યાશિકાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.