બ્યુટી કેર @ હોમ:માલિશ કરવાની ખોટી રીત તમને જોખમમાં મૂકી શકે છે, એક્સપર્ટ પાસેથી જાણો મસાજ કરવાની સાચી ટેકનિક

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

થાક અથવા સ્ટ્રેસ હોય ત્યારે સારી માલિશ કરવામાં આવે તો વ્યક્તિ સારું મહેસૂસ કરે છે. માલિશને પ્રાચીન કાળથી જ શરીરની સંભાળ અને સામાન્ય સ્વાસ્થ્ય માટે મહત્ત્વૂર્ણ માનવામાં આવી છે. માલિશ એ આપણી ભારતીય પરંપરાનો એક ભાગ છે, તેથી તેને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો. યોગ્ય માલિશ તમારા શરીરને કેવી રીતે લાભ પહોંચાડે છે, તેના વિશે જણાવી રહ્યા છે બ્યુટી એક્સપર્ટ શહેનાઝ હુસૈન.

તેલથી માલિશ કરવાથી શરીરને પોષણ મળે છે અને શુષ્કતા દૂર થાય છે, જેનાથી ત્વચા મુલાયમ રહે છે અને તેની ચમક વધે છે. માલિશ મસલ્સને ટોન કરે છે અને તેને આરામ પહોંચાડે છે. સારી માલિશ બ્લડ સર્ક્યુલેશ અને ઓક્સિજનના પ્રવાહમાં પણ સુધારો કરે છે. માલિશથી સાંધાઓ લચીલા રહે છે અને અંગોની કાર્યક્ષમતા વધારે છે.

માલિશ માટે આ તેલ ફાયદાકારક છે
આયુર્વેદિક પ્રણાલીમાં તલના તેલને બધી ઋતુઓ માટે અને તમામ "દોષો" માટે સારું માનવામાં આવે છે. નારિયેલનું તેલ અને સૂર્યમુખીનું તેલ ગરમીમાં સારું માનવામાં આવે છે, જ્યારે બદામ અને સરસવનું તેલ શિયાળા માટે સારું હોય છે. બદામનું તેલ ડ્રાઈનેસના કારણે થતી ખંજવાળને દૂર કરવામાં મદદ કરે છે. તે અન્ય તેલોની તુલનામાં થોડું ભારે છે. તે મિનરલ, વિટામિન અને પ્રોટિનથી ભરપૂર હોય છે. શુષ્ક ત્વચા માટે બદામનું કન્ડિશિંગ ગ્લો આપવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ રીતે માલિશની તૈયાર કરવી
જો તમે માલિશ કરી રહ્યા છો તો તમામ ઘરેણાં ઉતારી દો અને ખાતરી કો કે તમારા નખની કિનારી અણીદાર ન હોય. માલિશ કરતા પહેલા તેલને ગરમ કરવું ઉપયોગી હોય છે. તેલને પહેલા પોતાની હથેળીઓ પર લગાવો, માલિશ કરવાની જગ્યા પર સીધું ન લગાવું, હાથ પર લાગેલા તેલથી માલિશ કરો. હાથોમાં તે પર્યાપ્ત માત્રામાં હોવું જોઈએ.

કયા અંગની માલિશ કરવાથી શું ફાયદો થાય છે?
માલિશ કરતી વખતે એ વાતની જાણકારી હોવી જરૂરી છે કે શરીરના કયા અંગની માલિશથી શું ફાયદો થાય છે. ઉદાહરણ તરીકે, ગરદનના પાછળના ભાગમાં તણાવ માટે, માથાના પાછળના ભાગની નીચે ગરદન સુધી અને કરોડરજ્જુના ઉપરના ભાગ પર હળવા હાથે માલિશ કરવાથી તણાવ ઓછો થાય છે.

માલિશ કરતા પહેલા તેની યોગ્ય ટેકનિક વિશે જાણી લો.
માલિશ કરતા પહેલા તેની યોગ્ય ટેકનિક વિશે જાણી લો.

માલિશ કરવાની યોગ્ય રીત
હાથના સાંધા જેમ કે ખભો, કોણી અને કાંડાના સાંધા પર નાના ગોળાકાર સ્ટ્રોકનો ઉપયોગ કરવો જોઈએ. હાથ અને પગના સ્નાયુઓને લાંબા સમય સુધી ઉપર-નીચે થપથપાવીને માલિશ કરવી જોઈએ. નાભિથી શરૂ કરીને બહારની તરફ જતા, પેટની ગોળાકાર ગતિમાં માલિશ કરવી જોઈએ. પેટના ઉપરના ભાગ માટે દિશા જમણેથી ડાબે હોવી જોઈએ, જ્યારે પેટના નીચેના ભાગ માટે ગોળાકાર સ્ટ્રોક ડાબેથી જમણે હોવો જોઈએ. હાથ અને પગની માલિશ કરતી વખતે ઉપરની તરફ માલિશ કરો.

માલિશ ક્યારે ન કરવી
ડૉક્ટરની સલાહ વિના ગર્ભવતી મહિલાએ પેટની માલિશ ન કરવી જોઈએ. તેવી જ રીતે શરીરના કોઈ અંગ પર કોઈ ઈજા અથવા ત્વચાની સમસ્યા હોય તો પહેલા ડૉક્ટરની સલાહ લો. જો કોઈને હાર્ટ સંબંધિત સમસ્યા છે તો ખાસ સાવધાની રાખવી. કોઈપણ હાડકાવાળા ભાગ પર દબાણ ન આપવું અને કરોડરજ્જુ પર સીધી માલિશ કરવાનું ટાળવું.