• Gujarati News
  • Lifestyle
  • Write Down Your Worries At Night And Think About Them Throughout The Day, You Will Sleep Well

ચિંતા ઉડાડી દે છે ઊંઘ:રાતે ચિંતાઓ વિશે લખીને દિવસભર વિચાર કરો, ઘસઘસાટ ઊંઘ આવશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

આખા દિવસની ભાગદોડ કરીને લોકો ઘરે આવીને શાંતીથી આરામ કરવાનું વિચારતા હોય છે, પરંતુ ઘણીવાર થાકીને લોટપોટ થઇ જઇએ છીએ તો પણ ઊંઘ નથી આવતી. સારી ઊંઘ સ્વસ્થ શરીર અને મગજ બંને માટે જરૂરી છે. જ્યારે પુરતી ઉંઘ નથી આવતી ત્યારે અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો પૂરતી ઊંઘ ન થવાને કારણે મગજ દિવસ દરમિયાન શીખેલી વસ્તુઓનું યોગ્ય રીતે વિશ્લેષણ કરી શકતું નથી. આ સિવાય જો પૂરતા પ્રમાણમાં ઊંઘ થઇ જાય છે તો મગજમાં બનતા હાનિકારક કેમિકલ્સને પણ દૂર કરે છે. સતત ઓછી ઊંઘ થવાથી ડિપ્રેશન, હાઈ બીપી, માઈગ્રેન વગેરેજેવી બીમારીનું જોખમ રહે છે.

ચિંતાને કારણે ઊંઘને અસર થાય છે
જ્યારે તમને ઊંઘ આવે ત્યારે જ બેડ પર આવો. જો તમે પથારીમાં પડ્યાના 20 મિનિટ પછી પણઊંઘ નથી આવતી તો બેડ પરથી ઉભા થઇ જાઓ. હકીકતમાં સૂતા-સુતા જાગવાથી શરીરને ધીમે ધીમે તેની આદત થઇ જાય છે આ પછી ઊંઘવું વધુ મુશ્કેલ બની જાય છે. જ્યારે તમને ઊંઘ આવે ત્યારે હળવું સંગીત સાંભળો, ધ્યાન કરો અને ઊંઘ આવે તો ઊંઘી જાઓ.

દિવસ દરમિયાન સમસ્યાઓ વિશે વિચારો
અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના મનોવિજ્ઞાની એરિક પ્રેથરના જણાવ્યા અનુસાર, રાત્રે સમસ્યાઓ વિશે ચિંતા કરવાને બદલે દિવસનો સમય નક્કી કરો. ઉદાહરણ તરીકે, તમે જેના વિશે ચિંતિત છો તેની નોંધ કરો અથવા ઉકેલની ચિંતા કર્યા વિના ફક્ત તેના વિશે વિચારો.

જો તમે આ સતત કરો છો, તો રાત્રે ચિંતા થશે નહીં. જો આવું થાય તો પણ, તમારી જાતને યાદ કરાવો કે તમે આ માટે દિવસનો સમય નક્કી કર્યો છે. આ સિવાય રાત્રે સૂવાના લગભગ બે કલાક પહેલા માનસિક રીતે તૈયારી શરૂ કરી દો.