દુનિયાની સૌથી નાની વીડિયો ગેમ:3 સે.મીની ટચૂકડી પ્રોડક્ટમાં 5 ગેમ્સ પ્રી-ઈન્સ્ટોલ્ડ મળશે, સ્ક્રીન, પ્લે બટન અને ચાર્જિંગ માટે માઈક્રો USB પોર્ટ પણ અવેલેબલ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ કહ્યું, યુઝર્સ આમાં સોફ્ટવેર પણ અપડેટ કરી શકશે

અમેરિકાના વૈજ્ઞાનિકોએ દુનિયાની સૌથી નાની વીડિયો ગેમ બનાવી છે. આ ગેમ 3 સેમી અને અંગૂઠાના ટેરવા જેટલી છે, પરંતુ તે ફુલ સાઈઝના ગેમ કન્સોલની જેમ કામ કરે છે. ઓહાયોની કંપની ટાઈની સર્કિટસે આ બનાવી છે અને તેમાં પહેલેથી 5 ગેમ્સ પ્રી-ઇન્સ્ટોલ્ડ મળશે.

ટચૂકતી વીડિયો ગેમની 4 મોટી વાતો

  • આના બેઝિક ગ્રે મોડલની કિંમત 1,425 રૂપિયા છે. લિંક કેબલ અને બીજી એસેસરિઝ સાથે કિંમત વધી શકે છે.
  • ગેસ કન્સોલમાં OLED સ્ક્રીન ડિસ્પ્લે છે. કન્સોલમાં બેટરીની સાથે બઝર, ગેમ પ્લે બટન, પાવર સ્વિચ, સ્ક્રીન અને ચાર્જ કરવા માટે માઈક્રો USB પોર્ટ પણ આપ્યો છે.
  • સમયની સાથે આ ગેમમાં અન્ય ઘણા બધા ફેરફાર કરવામાં આવશે. કંપનીએ કહ્યું, યુઝર્સ આમાં સોફ્ટવેર પણ અપડેટ કરીશકશે . તેમાં કી-રિંગ અટેચ કરવા માટે પણ જગ્યા આપી છે.
  • કન્સોલમાં ટેટ્રીઝ, સ્પેસ ઈનવેડર્સ અને સ્નેક જેવી ગેમ્સ પહેલેથી ઈન્સ્ટોલ્ડ મળશે.આ ઉપરાંત યુઝર્સ માઈક્રોપાયથન લેન્ગવેજનો ઉપયોગ કરીને પોતાના માટે જાતે મલ્ટીલેયર ગેમ્સ તૈયાર કરી શકે છે.

નાના વર્ઝન રેડી કરવામાં ફેમસ છે કંપની

  • કન્સોલ તૈયાર કરનારી કંપની ‘ટાઈની સર્કિટસ’ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સના નાના વર્ઝન બનાવવા માટે ફેમસ છે. આની પહેલાં પણ કંપનીએ કોઈ મોટી વસ્તુનું મિનિએચર વર્ઝન રજૂ કર્યું છે.
  • કંપનીએ 2012માં પોતાની પ્રથમ પ્રોડક્ટ ટાઈની ડ્યૂઈનો લોન્ચ કરી હતી. આ ઉપરાંત ટીવી, આર્કેડ કન્સોલ અને વાયોલિન પણ બનાવ્યું છે.