તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાનરોની સૌથી નાની પ્રજાતિ:ઇંગ્લેન્ડમાં દુનિયાના સૌથી નાનકડા 2 ઇંચના જોડિયાં વાનર જન્મ્યાં, તેમનું વજન માત્ર 10 ગ્રામ છે

4 મહિનો પહેલા

ઇંગ્લેન્ડમાં ચેસ્ટર શહેરમાં દુનિયાના સૌથી નાના 2 વાનરોનો જન્મ થયો છે. આ વાનર સૌથી નાની પ્રજાતિ પિગ્મી મોર્માંસેટસના છે. જોડિયાં વાનરની લંબાઈ 2 ઇંચ છે અને વજન 10 ગ્રામ છે.

બચ્ચા નર છે કે માદા તે ખબર નથી
ઝૂમાં વાનરોની દેખભાળ કરનારા હોબી વેબે કહ્યું કે, વાનરના બંને બચ્ચા પિંગ-પોંગ બોલ જેટલા છે. તેઓ નર છે કે માદા એ હજુ ખબર નથી. તેના પેરેન્ટ્સનું નામ જો અને બાલ્ડ્રિક છે. માદા જોની ઉંમર 3 વર્ષ અને બાલ્ડ્રિકની ઉંમર 4 વર્ષ છે.

બીજે દિવસે બચ્ચાને પીઠ પર બેસાડવાનું શરુ કર્યું
હોબીએ જણાવ્યું કે, માદા વાનર વજન વધ્યા પછી પણ જોડિયાં બચ્ચાને જન્મ આપવા માટે સ્વસ્થ હતી. જન્મ આપ્યાને બીજે દિવસેથી જ તેણે બચ્ચાને પીઠ પર બેસાડીને ફરવાનું શરુ કર્યું. જોડિયાં વાનર હાલ આજુબાજુના વાતાવરણને સમજવાના પ્રયત્નો કરી રહ્યા છે.

અવાજથી માદાને આકર્ષિત કરે છે
ચેસ્ટર ઝૂના ડેપ્યુટી ક્યૂરેટર ડૉ. નિક ડેવિસે કહ્યું કે, આ વાનરનું કદ નાનું હોય છે. તેઓ માદાને આકર્ષિત કરવા માટે મોટા અવાજે બૂમો પાડે છે. તેમની બૂમો આખા ઝૂમાં સંભળાય છે.

વાનરની આ પ્રજાતિ પશ્ચિમ બ્રાઝીલ, પેરુ, ઇક્વાડોર અને કોલમ્બિયા ઉપરાંત સાઉથ અમેરિકન રેનફોરેસ્ટમાં જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો