તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડાગાસ્કરનાં જંગલમાં નેનો-કાચિંડો મળ્યો:દુનિયાનો આ સૌથી ટચુકડો કાચિંડો આંગળીના ટેરવે સમાઈ જાય છે! આ કાચિંડાનું પ્રજનન અંગ તેનું 20 ટકા શરીર રોકી લે છે

20 દિવસ પહેલા
  • આ નેનો કાચિંડામાં માદાનું કદ મોટું અને નરનું કદ નાનું હોય છે
  • કુદરતની અજાયબી જેવા આ કાચિંડાની પ્રજાતિને બચાવવા માટે જંગલોને પણ બચાવવામાં આવશે

વૈજ્ઞાનિકોએ 1 ઇંચથી પણ ઓછા કદનો કાચિંડો શોધ્યો છે. આ દુનિયાનો સૌથો નાનો રેપ્ટાઈલ બની ગયો છે. અત્યારે તો તે ‘નેનો-કાચિંડો’ જેવા નામથી ઓળખાઈ રહ્યો છે. જર્મની અને મેડાગાસ્કરની ટીમે નોર્થર્ન મેડાગાસ્કરના જંગલમાં શોધ્યો છે. દુનિયાભરમાં અત્યાર સુધી 11,500 રેપ્ટાઈલ મળી ચૂક્યાં છે, તેમાં આ નેનો કાચિંડો સૌથી નાનો છે.

માદા કરતાં નરનું કદ નાનું છે
વૈજ્ઞાનિકોને બે નર અને બે માદા કાચિંડા મળ્યા છે. નર કાચિંડો માદા કાચિંડાથી નાનો છે. નરનું કદ 0.53 ઇંચ અને માદાનું કદ 0.75 ઇંચ છે.

મેડાગાસ્કરનાં જંગલમાં તેમનું ઘર
જર્મનીના નેચરલ હિસ્ટ્રી સેન્ટરના વૈજ્ઞાનિક ઓલિવર હોલિસ્ચેકે કહ્યું, મેડાગાસ્કરનાં જંગલમાં જ નેનો-કાચિંડાનું ઘર છે. ઘણા વર્ષોથી આ જંગલમાં વુક્ષો કાપવામાં આવી રહ્યા છે, પરંતુ નેનો કાચિંડાને બચાવવા માટે જંગલને બચાવવામાં આવશે.

તેમના શરીરનો 20% ભાગ રિપ્રોડક્ટિવ ઓર્ગનનો આકાર છે
વૈજ્ઞાનિક માર્ક શર્જે કહ્યું, નેનો કાચિંડામાં રિપ્રોડક્ટિંગ ઓર્ગન તેના શરીરનો 20% ભાગ છે. અમુક જીવમાં રિપ્રોડક્ટિંગ ઓર્ગન તેમના શરીરના રેશિયોથી વધારે હોય છે. નવા કાચિંડામાં પણ આ જ રચના છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો