ઓર્ગેનિક શાકભાજીની દુનિયા:કેનેડામાં દુનિયાનું સૌથી મોટું રૂફટોપ ગ્રીનહાઉસ, અહિ 100થી વધારે ઓર્ગેનિક શાકભાજી અને હર્બની વેરાયટી છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ દુનિયાનું સૌથી મોટું રૂફટોપ ગ્રીન હાઉસ છે. તે કેનેડાના મોન્ટ્રીયલ શહેરમાં બનાવ્યું છે, હાલમાં જ તેનું ઉદ્ઘાટન થયું છે. અહિ ઓર્ગેનિક શાકભાજી વાવવામાં આવે છે. ગ્રીન હાઉસ તૈયાર કરનારી કંપની લૂફા ફાર્મનું કહેવું છે કે, અહિ ઉગતી શાકભાજીઓ સ્થાનિક લોકોને વ્યાજબી ભાવે આપવામાં આવે છે.

આ રૂફટોપ ગ્રીનહાઉસ 15 હજાર સ્ક્વેર મીટરમાં બનેલું છે એટલે કે 2 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલું છે. કંપનીએ આવું ગ્રીન હાઉસ પ્રથમવાર 2011માં બનાવ્યું હતું.

અત્યાર સુધી કંપનીએ ન્યૂ યોર્ક, શિકાગો અને ડેનવરમાં આઠ ગ્રીનહાઉસ બનાવ્યા છે. પેરિસમાં આ પ્રકારનું ગ્રીનહાઉસ બનાવવાનું પ્લાનિંગ ચાલુ છે.

અહિ 100થી વધારે પ્રકારની શાકભાજી અને હર્બને હાઈડ્રોપોનિક કન્ટેનરમાં વાવવામાં આવે છે. કન્ટેનરની ચારેબાજુ નારિયેળી છે. કન્ટેનરની અંદર લિક્વિડ ન્યૂટ્રીએન્ટસ હોય છે. તેના કારણે શાકભાજી અને હર્બને પોષણ મળે છે અને તેની વિકાસ થાય છે.

લૂફા ફાર્મની શરુઆત લેબનાનામાં જન્મેલા મોહમ્મદ હેઝ અને તેની પત્ની લોરેન રેથમેલે 2009માં શરૂઆત કરી હતી. તેમનું લક્ષ્ય ફૂડ સિસ્ટમને રિ-ઇન્વેન્ટ કરવાનું હતું. આ શાકભાજીઓ કોઈ પણ પ્રકારના કેમિકલ વગર વાવવામાં આવે છે.

દર અઠવાડિયે 20 હજાર પરિવારોને શાકભાજી પહોંચાડવામાં આવે છે. કંપની ગ્રીનહાઉસની શાકભાજીનું વેચાણ ઓનલાઈન કરે છે.

અન્ય સમાચારો પણ છે...