તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • World Food Day Every Year 40% Of The Food Grains Are Being Wasted In The Country And 190 Million Indians Are Malnourished, Take A Pledge This Year To Stop Food Wastage So That It Can Reach The Needy.

વર્લ્ડ ફૂડ ડે:દેશમાં દર વર્ષે 40% અનાજ વેસ્ટ જાય છે અને દર બીજું બાળક કુપોષણની સામે લડે છે, કોરોનાકાળમાં નક્કી કરો કે ભોજનનો બગાડ રોકીશું જેથી જરૂરિયાતમંદ સુધી પહોંચી શકે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં જેટલું અનાજનું ઉત્પાદન થાય છે તેનું 40% વેસ્ટ જાય છે. એટલું જ નહિ પણ 5 વર્ષથી ઓછી ઉંમરનું દર બીજું બાળક કુપોષણ સામે લડી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષથી દેશમાં જમવાનું વેસ્ટ ના જાય તે માટે કેમ્પેન ચલાવવામાં આવે છે પરંતુ આંકડામાં ઓઈ સુધારો નથી.

આજે એટલે કે 16 ઓક્ટોબરે વર્લ્ડ ફૂડ ડે છે, આ દિવસે જોઈએ દેશમાં કુપોષણ, ગરીબી અને ભૂખમરાની શું સ્થિતિ છે અને ભોજનનો બગાડ કેવી રીતે રોકી શકાય છે.

વર્લ્ડ ફૂડ ડે શા માટે સેલિબ્રેટ થાય છે?
દર વર્ષે 16 ઓક્ટોબરે ભૂખમરાનો નાશ કરવાના લક્ષ્ય સ્તાહે વર્લ્ડ ફૂડ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન એટલે કે FAOએ 16 ઓક્ટોબર 1945ના રોજ આની શરુઆત કરી હતી. પરંતુ આજે પણ ભારતમાં દર વર્ષે 3 હાજર બાળકો મૃત્યુ પામે છે.

કોરોનાકાળમાં સ્થિતિ વધારે ખરાબ થઇ
આ વર્ષે કોવિડ મહામારીને લીધે ભૂખમરા અને કુપોષણની સમસ્યા વધારે ભયાનક થઇ ગઈ છે. FAOએ આ વર્ષે વર્લ્ડ ફૂડ ડેની થીમ ‘ગ્રો, નરિશ એન્ડ સસ્ટેન ટુગેધર’ રાખી છે. તો ચાલો આ વર્ષે ખેડૂતોથી લઈને શ્રમિકો સુધી, ખેતરથી આપની જમવાની ડીશ સુધી ભોજન પહોંચાડતા દરેક વ્યક્તિનો આભાર માનીને ભૂખમરા વિરુદ્ધ વચન લઈએ છીએ કે..

  1. ડીશમાં જરૂર પૂરતું જ ભોજન લઈશું જેથી તે ગટરમાં સ્વાહા ના થાય.
  2. પ્રયત્ન કરીશું કે ભોજન ફેંકવાને બદલે કોઈ જરૂરિયાતમંદને જમાડીશું.
  3. શાકભાજી અને ફળ લોકલ દુકાનોમાંથી ખરીદશું.
  4. સારું અને પોષણયુક્ત ભોજન ખાઈને સ્વસ્થ રહીશું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો