લંબી-ચોડી છાતી પે ફિદા:પુરુષોની બોડી અને બુદ્ધિને લઈને મહિલાઓની ચોઈસ બદલાઈ, સુડોળ બાંધો અને હેર સ્ટાઈલ જોઈને આકર્ષિત થાય છે હસીનાઓ

નિશા સિંહા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકોનું મોઢું જોઈને આકર્ષિત થતી યુવતીઓની સંખ્યા માત્ર 1% જ છે

એક ટાઈમે મહિલાઓની ફર્સ્ટ ચોઈસ ટોલ, ડાર્ક અને હેન્ડસમ પુરુષો હતા. આજકાલ હસીનાઓની પસંદે યુટર્ન લીધો છે.

અડધી આબાદીની ચોઈસ બદલાઈ ગઈ
વર્ષ 2007માં થયેલી એક સ્ટડી પ્રમાણે, મહિલાઓને પૈસાદાર છોકરાઓ ગમતા હતા.પુરૂષોનું સ્ટેટસ જોઈને પણ તેઓ ફિદા થતી હતી. વર્ષ 2017ની સ્ટડીમાં ખબર પડી કે, 24% છોકરીઓને પહોળી છાતીના પુરુષો વધારે અટ્રેક્ટ કરે છે. 22% છોકરીઓને છોકરાઓનો સુડોળ બાંધો વધારે ગમે છે. યુવકોનું મોઢું જોઈને આકર્ષિત થતી યુવતીઓની સંખ્યા માત્ર 1% જ છે. નીલ્સન સર્વેમાં પણ ખબર પડી કે, કુલ ફેરનેસ પ્રોડક્ટ્સનું માર્કેટ 2100 કરોડનું હતું ત્યારે છોકરાઓના ફેરનેસ પ્રોડક્ટ્સની ભાગીદારી માત્ર 200 કરોડ હતી.

સુડોળ બાંધો પર યુવતીઓ ફિદા
સુડોળ બાંધો પર યુવતીઓ ફિદા

યુવતીઓને ગમે છે છોકરાઓની હેર સ્ટાઈલ
ઓનલાઇન હેલ્થ સર્વિસ પ્રોવાઇડર ડૉ. ફેલિક્સના સર્વે પ્રમાણે 18થી 24 વર્ષની છોકરીઓને ટ્રેન્ડી હેર સ્ટાઈલવાળા છોકરાઓ સૌથી વધારે ગમે છે. છોકરાઓનો મજબૂત બાંધો અને સુડોળ એબ્સ સેકન્ડ ચોઈસ હોય છે. ઉંમરના હિસાબે 45 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓને પહોળી છાતીના પુરુષો ગમે છે. પૈસાદાર મહિલાઓને એબ્સ ધરાવતા પુરુષો ગમે છે.

ચહેરાના સાયન્સ પ્રમાણે, રોબર્ટ પેટિસન મોસ્ટ હેન્ડસમ
ચહેરાના સાયન્સ પ્રમાણે, રોબર્ટ પેટિસન મોસ્ટ હેન્ડસમ

ઇન્ટેલિજન્ટ છોકરાઓ સાથે સીરિયસ રિલેશન
જર્નલ ઓફ રિવોલ્યુશનરી બિહેવિયર સાયન્સિઝના જણાવ્યા પ્રમાણે, સીરિયસ રિલેશનશિપની ઈચ્છા રાખતી યુવતીઓને ઇન્ટેલિજન્ટ યુવકો ગમે છે. તેઓ ઈચ્છે છે કે. હમસફર બુદ્ધિશાળી હોય. USAની યુનિવર્સિટી ઓફ કેન્સાસની સ્ટડી પ્રમાણે, રમૂજી અને હસતા પુરુષો તરફ મહિલાઓ સરળતાથી આકર્ષિત થાય છે. તેઓ મૂડ ખુશ રાહત છોકરાઓ સાથે ડેટિંગ કરવા ઈચ્છે છે.

યુવતીઓને ઝુમ્બા અને એરોબિક્સ ગમે છે
યુવતીઓને ઝુમ્બા અને એરોબિક્સ ગમે છે

ફિટનેસના ઘણા કારણો
ફિટનેસ ડિસ્કવરી પ્લેટફોર્મ જિમપિકની સ્ટડી પ્રમાણે, વજન ઓછું કરવા, એનર્જી લેવલ ઘટાડવા, મસલ્સ બનાવવાની સાથોસાથ હેલ્થ ઈશ્યુને લીધે જિમમાં જાય છે. જિમ જતા 20થી 25 વર્ષના યુવાનોમાં 58% છોકરાઓનો રસ બોડી વેટ ટ્રેનિંગમાં હોય છે. જિમ જતી 85% છોકરીઓને એરોબિક્સ અને 81%ને ઝુમ્બામાં રસ હોય છે.

વિરાટ પછી રણબીરનો નંબર
વિરાટ પછી રણબીરનો નંબર

વિરાટ કોહલી સૌથી હેન્ડસમ
આમ તો યુવકોની બોડીની સરખામણીએ તેમના ચહેરા પર ફિદા થતી છોકરીઓની સંખ્યા ઘણી ઓછી છે. થોડા સમય પહેલાં ચહેરાના સાયન્સ પર થયેલી એક સ્ટડી પ્રમાણે રોબર્ટ પેટિસન દુનિયાનો સૌથી હેન્ડસમ પુરુષ છે. સેલિબ્રિટીની આંખો, આઈબ્રોઝ, નાક,હોઠ અને જડબાને આધાર બનાવીને લંડનની ‘સેન્ટર ફોર એડવાન્સ્ડ ફેશિયલ કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જરી’એ આ સ્ટડી કરી હતી. ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ હ્યુમન બ્રાન્ડ્ના રિપોર્ટ પ્રમાણે, ભારતનો સૌથી હેન્ડસમ પુરુષ વિરાટ કોહલી છે. એક્ટર રણબીર કપૂર બીજા નંબરે છે.

અન્ય સમાચારો પણ છે...