• Gujarati News
  • Lifestyle
  • Women Wedding Planners Are Making Weddings Memorable In These Bold Ways, Fees In Lakhs To Crores

લેડી વેડિંગ પ્લાનર્સની બોલબાલા:એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી વેડિંગ પ્લાનર બની, પોતે કુંવારી પણ 600 યાદગાર લગ્ન કરાવ્યા, લાખો રૂપિયામાં લે છે ફીસ

પારુલ રાંઝા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 36 વર્ષીય શ્યામલીએ એન્જિનિયરિંગ કર્યું પણ પોતાને ગમતા ફિલ્ડમાં કરિયર બનાવ્યું
  • તન્વીની CEO બનવાની સફર કોફી ટેબલ પર વાતચીતથી શરૂ થઈ હતી

કોરોના મહામારીને લીધે છેલ્લા 2 વર્ષની લગ્નનો માહોલ સૂનો રહ્યો. વેક્સીનેશન પછી થોડો હાશકારો મેળવીને હવે વેડિંગને રોયલ બનાવવાના ભરપૂર પ્રયત્નો થઈ રહ્યા છે. આ માટે વેડિંગ પ્લાનર્સની મદદ લેવામાં આવે છે. આ ફિલ્ડમાં મહિલા વેડિંગ પ્લાનરનું કામ પણ ઓછું આંકવા જેવું નથી.

મહિલા વેડિંગ પ્લાનર્સ તેમની ક્રિએટિવ રીતે પ્લાનિંગ કરીને મેરેજ સુપર હિટ બનાવી દે છે. ભાસ્કરની ટીમે દેશની એવી જ લેડી વેડિંગ પ્લાનર્સ સાથે વાત કરી, જે લાંબા સમયથી બીજા લગ્નને યાદગાર અને સુંદર બનાવવા માટે ખૂબ મહેનત કરી રહી છે. લગ્નના સપનાંને હકીકતમાં બદલવા માટે તેઓ લાખો રૂપિયાની ફી લે છે.

શ્યામલીએ અત્યાર સુધી 600 લગ્ન કરાવ્યા
36 વર્ષીય શ્યામલીએ હજુ પોતે લગ્ન નથી કર્યા પણ તેણે 600 કપલ્સના લગ્નને યાદગાર બનાવ્યા છે. લગ્નમાં બોલ્ડ પ્રિન્ટ, ગ્રાફિક્સ અને રંગો સાથે રમવું એ તેનું ટેલેન્ટ છે. શ્યામલીએ કહ્યું, મેં એન્જિનિયરિંગ કર્યું છે. કોલેજ પૂરી કર્યા પછી મને લાગ્યું કે, વેડિંગ પ્લાનર જ મારા માટે બેસ્ટ પોઝિશન છે. વર્ષ 2007થી મેં આ પ્રોફેશનમાં કામ કરવાનું શરૂ કર્યું. હું હંમેશાં ક્લાયન્ટનું જરૂરિયાત અને બજેટને ધ્યાનમાં રાખીને વેડિંગ ડિઝાઇન કરું છું.

મારા કામને પ્રેમ કરુ છું...
શ્યામલીએ કહ્યું, ક્લાયન્ટ્સને આઈડિયા આપવાના, ઓન-સાઈટ લેબર ટીમને આઈડિયા સમજાવવાના, દરેક વ્યક્તિ સાથે ડીલ કરવી, આ કામ ચેલેન્જથી ભરપૂર છે અને મને ચેલેન્જમાંથી બહાર આવવું ગમે છે. હું ફેમિલી અને કામને બેલેન્સ કરીને જ ચાલુ છું. વેડિંગ પ્લાનિંગ પ્રોફેશનમાં મારે 16 વર્ષ થઈ ગયા છે. હું કોઈ પણ કામને મારું ફેમિલી ફંક્શન તરીકે કરું છું, કોઈ વેડિંગ પ્લાનર બનીને નહીં. હું મારા કામને પ્રેમ કરું છું અને હંમેશાં કંઈક નવું લાવવાના પ્રયત્નો કરું છું.

કોફી ટેબલ પર વાતચીતથી શરૂ થયો CEO બનવાનો સફર
ભલે જોડી સ્વર્ગમાં બનતી હોય પણ લગ્ન તો ધરતી પર જ થાય છે. વેડિંગમાં સ્વર્ગ જેવી ફીલિંગ ઉમેરવા માટે તન્વી ક્રિસ્ટલ, લાઈટ અને ફૂલો ની મદદથી અલગ જ રીતે ડેકોરેશન કરે છે. તન્વીએ કહ્યું, હું એક નાના શહેરની છું. વેડિંગ ડિઝાઈનિંગ એ મારુ ફિલ્ડ પણ નથી કે મેં તેના વિશે ક્યાંય અભ્યાસ પણ કર્યો નથી. એક દિવસે કોફી ટેબલ પર વાતચીત કરતા વેડિંગ ડિઝાઇન અને ડેકોરેશનનો સફર શરૂ થયો. તે સમયે મને લાગ્યું, મને મારુ ગમતું કામ મળી ગયું. એ પછી મેં ક્યારેય પાછા ફરીને ના જોયું. મેં ફેમિલી ફંક્શનમાં સેટઅપ કરવાનું શરૂ કર્યું.

વેડિંગ પ્લાનર તન્વી
વેડિંગ પ્લાનર તન્વી

સપોર્ટ સિસ્ટમ જરૂરી
તન્વીએ કહ્યું, થોડા દિવસમાં મને એક ફેમસ ડેકોરેટ સાથે કામ કરવાનો મોકો મળ્યો. એ પછી બધું બદલાઈ ગયું. દિવસ અને રાત જોયા વગર હું કામ એન્જોય કરવા લાગી. અંતે મેં મારી કંપની શરૂ કરી. કામ વધી ગયું છે પણ આજે પણ કામ મળવાની ખુશી મારા ચહેરા પર રહે છે. મને ઘરેથી પણ સારો સપોર્ટ મળ્યો આથી હું મારા સફરમાં ઘણા યાદગાર લગ્ન કરાવી ચૂકી છું.

નેચરલ, આઇકોનિક અને ક્લાસિક થીમ પર કામ કરું છું
રાજસ્થાનમાં ઉદયપુરની સ્નેહા પાનેરી મેજિક લાઇટ્સ વેડિંગ મેનેજમેન્ટની ઓનર છે. સ્નેહાએ કહ્યું, મેં વર્ષ 2017માં કામ શરૂ કર્યું હતું, વેડિંગમાં દુલ્હા-દુલ્હન શું પહેરશે, કંકોત્રી કેવી હશે, ભાઈ-બહેન કયા સોન્ગ પર ડાન્સ કરશે, જાનૈયાઓને ક્યાં ઉતારો આપવો, તેમને શું ગિફ્ટ આપવી...આ બધી વાતનું ધ્યાન રાખવું પડે છે. ક્લાયન્ટ્સના ચહેરા પરની ખુશી જોઈને મને ડબલ ખુશી મળે છે. હું વેડિંગ ફંક્શનમાં નેચરલ, આઇકોનિક અને ક્લાસિક થીમ પર કામ કરું છું. મારું માનવું છે કે, જો તમને ડિઝાઇન વિશે ખબર હોય, ક્રિએટિવિટી હોય અને એકસાથે બધું મેનેજ કરતા આવડતું હોય તો આ કામ રસપ્રદ છે.

ભારતમાં દુનિયાનું સૌથી મોટું વેડિંગ માર્કેટ
અમેરિકા પછી ભારત દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું વેડિંગ માર્કેટ માનવામાં આવે છે. દર વર્ષે આશરે 1.2 કરોડ લગ્ન થાય છે. એક રિપોર્ટ પેમાને, ઇન્ડિયન વેડિંગ ઇન્ડસ્ટ્રીની સાઈઝ 40-50 બિલિયન ડોલર આસપાસ છે. માત્ર ડેસ્ટિનેશન વેડિંગનો એક વર્ષનો બિઝનેસ 45 હજાર કરોડ રૂપિયાનો છે.

વેડિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ભવ્યા સિંહે કહ્યું કે, ભારતમાં મોટાભાગના લોકો લગ્નમાં વધારે ખર્ચ કરવામાં માને છે. આ જ કારણે લગ્નમાં એવરેજ 5 લાખથી 5 કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે.