સેલ્ફ રિચાર્જ:પરિવાર સાથે પોતાની જાત પ્રત્યેની પણ જવાબદારી પૂરી કરો, 'મી ટાઈમ'નો સદુપયોગ કરી સ્ટ્રેસ ફ્રી રહો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મી ટાઈમથી માઈન્ડ ફ્રેશ થાય છે અને એકાગ્રતા વધે છે
  • રિપોર્ટ પ્રમાણે ભારતીય મહિલાઓને દર અઠવાડિયે માત્ર 25 કલાકનો 'મી ટાઈમ' મળે છે

પોતાનો પરિવાર ખુશ રહે તેવી ઈચ્છા પુરુષ અને મહિલા બંનેની હોય છે, પરંતુ ઘણી વખત મહિલાઓ રોજિંદા કામમાં એટલી વ્યસ્ત થઈ જાય કે બીજા બધા લોકોની જવાબદારી પૂરી કરતાં કરતાં તે પોતાની જાત સાથેની જવાબદારી ભૂલી જાય છે. એક રિપોર્ટ પ્રમાણે જો તમે પોતાની સાથે સમય પસાર નથી કરતા તો તમારામાં નકારાત્મક વિચારો વધવા લાગે છે.

મેન્ટલ હેલ્થ, એનર્જી અને સ્ટ્રેસ ફ્રી થવા માટે 'મી ટાઈમ' અર્થાત પોતાની સાથે સમય પસાર કરવો જરૂરી છે. વેરિઝોન મીડિયા રિપોર્ટ પ્રમાણે, યુવા ભારતીય મહિલાઓ પોતાના સ્માર્ટફોન પર આશરે 145 મિનિટ પસાર કરે છે. આ સમય પોતાના માટે હોય છે.

શા માટે 'મી ટાઈમ' જરૂરી?
દિલ્હીના સાયકોલોજિસ્ટ ડૉ. યોગિતા કાદિયાન જણાવે છે કે તેમની પાસે કાઉન્સેલિંગ માટે ઘણી મહિલાઓ આવે છે જે તેમના રોજિંદા કામ અને ઝઘડાંને લીધે તણાવમાં હોય છે. તેને કારણે ગુસ્સો અને ચીડિયાપણું વધી જાય છે.

મહિલા ઘરમાં બાળક, પાલતુ પ્રાણી અને વડીલો તમામ લોકોનું ધ્યાન રાખે છે. મહિલાઓએ પોતાની જાતનું પણ ધ્યાન રાખવું જોઈએ. જવાબદારીઓને સાઈડ પ્લીઝ કહી પોતાના માટે સમય કાઢવો જરૂરી છે. તે મેન્ટલ હેલ્થ અને સંબંધો સાચવવા જરૂરી છે. તેનાથી માઈન્ડ ફ્રેશ થાય છે સાથે એકાગ્રતા વધે છે. મી ટાઈમથી ખુશી મળે છે સાથે મનમાં સકારાત્મક ઊર્જા ઉદભવે છે. મી ટાઈમથી મન અને શરીર રિલેક્સ થાય છે.

મહિલાઓને નથી મળતો 'મી ટાઈમ'
મિશિગન યુનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે, આશરે 29% મહિલાઓએ જણાવ્યું કે પાર્ટનર તરફથી તેમને પ્રાઈવસી અથવા મી ટાઈમ મળતો નથી. દર અઠવાડિયે ફેમિલી મધરને માત્ર 25 કલાકનો મી ટાઈમ જ્યારે પિતાને 28 કલાકનો મી ટાઈમ મળે છે.

બાળકોને પણ મી ટાઈમ આપો
પેરેન્ટ્સ સાથે બાળકોને પણ મી ટાઈમ મળે તે જરૂરી છે. તેનાથી બાળકો બીજા વ્યક્તિ સાથે ઈમોશનલી કનેક્ટ થશે. જો બાળક આખો દિવસ તમારી સાથે જ પસાર કરશે તો તે સંપૂર્ણ રીતે તમારા પર ઈમોશનલી ડિપેન્ડેડ થઈ જશે. આ વાત યોગ્ય નથી. તેથી પોતાની સાથે બાળકોને પણ મી ટાઈમનો સમય આપો.