વર્ચ્યુઅલ વર્લ્ડની રેસ:સોશિયલ મીડિયા પર સુંદર દેખાવાનું પ્રેશર સહન ન થવાથી ડિપ્રેશનનો શિકાર બની રહી છે ટીનેજર્સ, આ લક્ષણો જણાય તો અલર્ટ થઈ જાઓ

રાધા તિવારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પર્ફેક્ટ લુકની રેસમાં ટીનેજર્સ કપડાં, મેકઅપ અને ફિટનેસ પર પાણીની જેમ પૈસા વેડફી રહી છે
  • સોશિયલ મીડિયા પરની ઈમેજને કારણે ટીનેજર્સનાં માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે

સોશિયલ મીડિયા પર સુંદર દેખાવાની રેસમાં ટીનેજર્સ ગર્લ્સ હવે ડિપ્રેશનનો ભોગ બની રહી છે. સાઈકિયાટ્રિક્સના જણાવ્યા પ્રમાણે સોશિયલ મીડિયા પર સુંદર દેખાવા માટે છોકરીઓ ફોટોઝ એડિટિંગ કરી રહી છે. આ આદત તેમને ડિપ્રેશન અને બાયપોલર ડિસઓર્ડરનો શિકાર બનાવી રહી છે.

સોશિયલ મીડિયા પર પર્ફેક્ટ લુકની રેસમાં કપડાં, મેકઅપ અને ફિટનેસ પર પાણીની જેમ પૈસા વેડફી રહી છે. સોશિયલ મીડિયાની કમેન્ટ્સ જોઈ ટીનેજર્સ પોતાની જાત સાથે સરખામણી કરી રહી છે. સોશિયલ મીડિયા પર પોતાની ઈમેજનું પ્રેશર એ હદે લેવાઈ રહ્યું છે કે તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર થઈ રહી છે.

ડોપામાઈન ઓછું થવાથી ડિપ્રેશન

દિલ્હીના ડૉક્ટર અજય શર્માના જણાવ્યાનુસાર બાયપોલર ડિસઓર્ડર એક માનસિક બીમારી છે. તે ડોપામાઈન હોર્મોન અસંતુલિત થવાથી થાય છે. તેને કારણે વ્યક્તિના મૂડ અને વ્યવહારમાં ફેરફાર થવા લાગે છે. આવી વ્યક્તિનો મૂડ એકદમ લૉ અથવા હાઈ રહેવા લાગે છે.

કમ્પેરિઝન કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર અસર
સાઈકિયાટ્રિસ્ટ બિંદા સિંહ જણાવે છે કે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતની સોશિયલ સાઈટ પર ટીનેજર્સ જ નહિ 35થી 45 વર્ષની મહિલા અને પુરુષો પણ સુંદર દેખાવાની રેસમાં ભાગ લઈ રહ્યા છે. આવા લોકો રિયલ લાઈફમાં તણાવ અને બેચેનીનો શિકાર થઈ રહ્યા છે.

ફેસબુક પર ઓછી લાઈક્સ મળી તો અભ્યાસમાં 'ઢ' બની ગઈ
દિલ્હીની સાનિયા કોલેજ સ્ટુડન્ટ છે. પહેલાં તેનો સ્વભાવ ખુશમિજાજ હતો કોલેજમાં તે એકદમ ચૂપચાપ રહેવા લાગી. ડૉક્ટરના કાઉન્સેલિંગમાં માલુમ પડ્યું કે તે સારી દેખાવાની રેસમાં ફેસબુક પર ઓછી લાઈક આવવાથી હિનભાવનાથી પીડાતી હતી. આ હિનભાવના એ હદે વધી ગઈ કે તે ડિપ્રેશનનો શિકાર બની ગઈ. તેની અસર તેના અભ્યાસ પર થવા લાગી.

સોશિયલ મીડિયા અને સ્વાસ્થ્યનું કનેક્શન

સાયકોથેરપિસ્ટ બિંદા સિંહે જણાવ્યું કે લોકો મેક્સિમમ સમય મોબાઈલ પર પસાર કરી રહ્યા છે. રિયલ લાઈફને બદલે લોકો સોશિયલ મીડિયા લાઈફ વધારે જીવી રહ્યા છે. આ સમસ્યા ગંભીર છે. ટીનેજર્સને અનુકૂળ વાતાવરણ આપી તેમને ડિપ્રેશનમાં જતાં બચાવી શકાય છે.

આ લક્ષણો જણાય તો તમે ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે
એકલતા અનુભવવી:
સાઈકિયાટ્રિસ્ટના જણાવ્યા પ્રમાણે ભીડમાં પણ એકલતા અનુભવવ અને કંઈક નવું કરવાની ભાવના મરી જવી ડિપ્રેશનનાં લક્ષણ છે.

વધારે હસવું અને રડવું: જરૂરિયાત કરતાં વધારે અથવા ઓછી ભૂખ લાગવી. જોર જોરથી હસવું અથવા રડવું પણ ડિપ્રેશનનાં લક્ષણો છે. વાંરવાર મરી જવાના વિચારો આવવા પણ ડિપ્રેશનનાં લક્ષણો છે. કોઈ સાથે વાતચીત ન કરવી પણ ડિપ્રેશનનાં લક્ષણ છે.

બિંદા સિંહ જણાવે છે કે પ્રથમ વખત ડિપ્રેશનની શિકાર વ્યક્તિ 2થી 6 મહિનામાં સ્વસ્થ થઈ શકે છે. તેની દવા 1 વર્ષ સુધી ચાલી શકે છે.

ડિપ્રેશનથી બચવા આ સોનેરી સલાહ અપનાવો

  • સમયસર સૂવાની અને જાગવાની આદત અપનાવો. યોગ્ય ડાયટ અને વ્યાયામ કરો.
  • પોતાનું મનપસંદ કામ કરો.
  • પોતાની ફીલિંગ વ્યક્ત કરો.
  • ડર અથવા ઉદાસ હો તો તેનું કારણ પરિવારજનોને કહો.
  • હંમેશાં હકારાત્મક રહો.
  • ખરાબ સમયમાં પરિવારજનો સાથે વાત કરો.
અન્ય સમાચારો પણ છે...