દાઢીવાળા જ દમદાર:ક્લીન શેવ્ડની સરખામણીએ મહિલાઓને દાઢીવાળા પુરુષો વધારે આકર્ષક અને ભરોસાપાત્ર લાગે છે, લગ્ન માટે પ્રથમ પસંદ

દીપ્તિ મિશ્રા8 મહિનો પહેલા
  • ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ 8500થી વધારે મહિલાઓ પર રિસર્ચ કર્યું
  • ક્લીન શેવવાળા પુરુષોને મહિલાઓ કેઝ્યુલ રિલેશનશિપ માટે આદર્શ ગણે છે

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ તેમના અમેરિકાના પ્રવાસની યાત્રા દરમિયાન પ્લેનમાં બેસી એક ફોટો શેર કર્યો હતો. આ તસવીર સોશિયલ મીડિયા પર છવાઈ જતાં PM મોદીની દાઢી ટોક ઓફ ધ ટાઉન બની. સોશિયલ મીડિયા પર એક જૂથ મોદીની ટ્રિમ્ડ દાઢીના વખાણ કરતા નથી થાકી રહ્યું તો બીજાં જૂથે આ દાઢીની સરખામણી ટેગોર સાથે કરી નાખી. તેવામાં એક રિસર્ચ ટ્રેન્ડ કરી રહ્યું છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓનો ક્લીન શેવ્ડની સરખામણીએ દાઢીવાળા પુરુષો પસંદ પડે છે. આવો જાણીએ તેના પાછળનું શું કારણ છે...

પ્રિય પુરુષો, શું તમે જાણો છો...
તમારી દાઢી તમારી લવ લાઈફને ચાર ચાંદ લગાવી શકે છે તો તમારી ક્લીન શેવ તમારી રોમાન્ટિક ફેન્ટસી પર પાણી ફેરવી શકે છે. પુરુષોને ક્લીન શેવમાં રહેવું ગમે છે. તેમને લાગે છે કે ક્લીન શેવ્ડવાળા પુરુષો મહિલાને વધારે પસંદ પડે છે પરંતુ સમય સાથે આ ટ્રેન્ડ બદલાયો છે. ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના એક રિસર્ચ પ્રમાણે, મહિલાઓ અને યુવતીઓને ક્લીન શેવ પુરુષોની સરખામણીએ દાઢીવાળા પુરુષ વધારે એટ્રેક્ટિવ લાગે છે. જો તમે એટ્રેક્ટિવ લાગવા માગો છો તો હવે તમારે શેવિંગ ક્રીમની સરખામણીએ બિયર્ડ જેલ પર ખર્ચો કરવાનો શરૂ કરવો પડશે.

સર્વેમાં 8500 મહિલા સામેલ
ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ રિસર્ચમાં 8500થી વધારે મહિલાઓ સામેલ કરી. મહિલાઓને ક્લીન શેવ્ડ અને બિયર્ડવાળા પુરુષોને રેટિંગ આવા માટે કહેવામાં આવ્યું. આ સાથે જ રિલેશનશિપ અંગેના સવાલો પણ પૂછવામાં આવ્યા. આ દરમિયાન મહિલાઓને એક જ ચહેરો ગ્રાફિક્સના માધ્યમથી દાઢી સાથે, ક્લીન શેવ્ડ અને મૂંછ સાથે દર્શાવવામાં આવ્યો.

બિયર્ડ બોય લોન્ગ ટર્મના સાથી
રિસર્ચના પરિણામ પ્રમાણે, મહિલાઓને બિયર્ડવાળા પુરુષો લગ્ન માટે વધુ યોગ્ય લાગ્યા. ટ્રિમ્ડ બિયર્ડવાળા પુરુષો મહિલાઓને ક્લીન શેવ્ડ પુરુષો કરતાં વધુ એટ્રેક્ટિવ લાગ્યા. ક્લીન શેવવાળા પુરુષોને મહિલાઓએ કેઝ્યુલ રિલેશનશિપ માટે આઈડિયલ ગણાવ્યા.

દાઢી-મૂંછવાળા પુરુષો આદર્શ સાથી
એક ડેટિંગ સાઈટના સર્વે પ્રમાણે, 60% મહિલાઓ દાઢીવાળા પુરુષો તરફ આકર્ષાઈ. તો આશરે 50% મહિલાઓએ દાઢી અને મૂંછવાળા પુરુષોને આદર્શ સાથી રીતે પસંદ કર્યા.

દાઢીવાળા જ દમદાર
મહિલાઓને લાગે છે કે દાઢી રાખતા પુરુષો લોન્ગ ટર્મ સુધી સાથ આપે છે અને સારા પાર્ટનર સાબિત થાય છે. રિસર્ચ પ્રમાણે, દાઢી યોગ્ય રીતે ગ્રુમ કરનાર પુરુષો લોન્ગ ટર્મ રિલેશનશિપમાં માને છે. સારી પર્સનાલિટી સાથે દાઢી હોય તેવા પુરુષોને મહિલાઓ ભરોસોપાત્ર ગણે છે.

માત્ર 2% જ ક્લીન શેવના રસિયા
ગીતાંજલિ સલૂનમાં હેર આર્ટિસ્ટ મોહિત નાગિયા જણાવે છે કે સલૂન આવતા મોટા ભાગના ગ્રાહકો બિયર્ડ સેટ કરાવવા આવે છે. સલૂનમાં એક દિવસે આવતાં 50 ગ્રાહકોમાંથી માત્ર 2% જ ક્લીન શેવ માટે આવે છે. 98%ના સવાલ હોય છે કે તેઓ દાઢી ઘટ્ટ અને લાંબી કેવી રીતે બનાવી શકે છે.

શ્રેષ્ઠ પિતા બને છે
ઈવોલ્યુશન એન્ડ હ્યુમન બિહેવિયર જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ પ્રમણે, મહિલાઓનું માનવું છે કે બિયર્ડ બોય આગળ જઈને શ્રેષ્ઠ પિતા બને છે.

અન્ય સમાચારો પણ છે...