આજે બધા જ ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ સમોવડી થતી જાય છે. મહિલાઓ બધા જ ક્ષેત્રમાં કામ કરવા લાગી છે. હાલમાં જ એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. પુરુષોની સરખામણીએ મહિલાઓ નોકરીમાં વધારે લોકો સાથે કામ કરવાનું પસંદ કરે છે.
તો બીજી તરફ મહિલાઓથી એકદમ વિરુદ્ધ પુરુષો તે નોકરીને પ્રાથમિકતા અપાઈ છે જેમાં લોકોની જગ્યાએ વસ્તુ સાથે કામ કરવાનું હોય છે. આ પરિણામ 42 દેશોના લોકો પર કરવામાં આવેલા એક સર્વેમાં ખબર પડી છે.
3 ભાગમાં કરવામાં આવ્યું હતું સંશોધન
સેક્સ રોલ્સના એક રિપોર્ટ અનુસાર, મહિલાઓ તે જગ્યા પર કામ કરવાની વધારે ઈચ્છા રાખે છે જયાં નવા વિચારો સાથે કામ કરવાનું હોય. તો બીજી તરફ પુરુષો ડેટા આધારિત નોકરી કરવાનું વધારે પસંદ કરે છે. 1990માં સંશોધકો ટેરેન્સ ટ્રેસી અને જેમ્સ રાઉન્ડે નોકરીમાં પ્રાથમિકતાઓને સમજવા માટે તેમને 3 ભાગમાં વહેંચી દીધા હતા.
પહેલું કામ હતું લોકો સાથે કામ કરવાનું કે વસ્તુઓ સાથે કામ કરવાનું, બીજું, વિચારો સાથે કામ કરવાનું કે ડેટા સાથે કામ કરવાનું અને ત્રીજું હતું પ્રતિષ્ઠિત હોદ્દા પર કામ કરવાનું કે મજૂરીનું કામ કરવાનું. સંશોધનના આ મોડેલને ગોળાકાર મોડેલ તરીકે ઓળખવામાં આવે છે.
સ્ટડીમાં 76 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા
આ મોડેલ પરથી પૃષ્ટિ કરવામાં આવી છે કે, પુરુષોની સરખામણી સ્ત્રીઓ લોકો સાથે કામ કરવાનું વધુ પસંદ કરે છે. તો મહિલાઓની સરખામણીએ પુરુષો કરતા વસ્તુઓ (દા.ત., મશીનો, સાધનો, વાહનો) સાથે કામ કરવાનું પસંદ કરે છે. આ સંશોધનની મદદથી નોકરીમાં અને ખાસ કરીને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતના ક્ષેત્રમાં લિંગ આધારિત તફાવતોને સમજવામાં પણ મદદ મળે છે. આ સંશોધનમાં એવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જ્યાં અભ્યાસ માટે ઓછામાં ઓછા ૩૦ પુરુષો અને સ્ત્રીઓના ડેટા ઉપલબ્ધ હતા. તેના આધારે 75,908 લોકો ઉપર રિસર્ચ કરવામાં આવ્યું હતું.
જ્યાં જેન્ડરની અસમાનતા છે તે દેશોમાં પ્રતિષ્ઠિત જોબની પ્રાથમિકતા
કેનેડા, ચિલી, ફ્રાન્સ, ગ્રીસ, મલેશિયા, પાકિસ્તાન, રિપબ્લિક ઓફ કોરિયા અને સિંગાપોરને બાદ કરતાં તમામ દેશોમાં મહિલાઓએ પુરુષો કરતાં પ્રતિષ્ઠિત નોકરીઓને પ્રાધાન્ય આપ્યું હતું. ઉ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.