• Gujarati News
  • Lifestyle
  • Women Are Choosing The Option Of Hanging And Poisoning Instead Of The Struggle Of Life. Why Is A Mother Committing Suicide With Women And Children?

આત્મહત્યા પ્રત્યે પ્રેમ:જીવનનાં સંઘર્ષને બદલે ફાંસી અને ઝેરનો ઓપ્શન પસંદ કરી રહી છે મહિલાઓ, માતા શા માટે બાળકો સાથે આત્મહત્યા કરી રહી છે?

નિશા સિન્હાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહિલાઓના આત્મહત્યાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ના જેવી બાબતે હવે મહિલાઓ આત્મહત્યા કરવાનું મન મનાવી રહી છે. આ વર્ષે 6 ઓગસ્ટે નાગપુરમાં માતાએ દીકરીનો મોબાઈલ ફોન લઈ લીધો તો તેણે સુસાઈડ કરી લીધું. ઓક્ટોબરમાં ઉત્તર પ્રદેશમાં 18 વર્ષની ટીનેજરે પિત્ઝા માગ્યા માતાએ થોડી રાહ જોવાનું કહ્યું તો તેણે આત્મહત્યા કરી દીધી. 7 ડિસેમ્બરે ભોપાલની એક મહિલા ડૉક્ટરે પોતાનો જીવ જાતે લઈ લીધો. આવા કેસનું લિસ્ટ લાંબું છે. મહિલાઓ એ હદે જીવનથી કંટાળી રહી છે કે તે બાળકો સાથે આત્મહત્યા કરી રહી છે

  • સપ્ટેમ્બર 2021, 26 વર્ષની માતાએ 6 મહિનાની દીકરી સાથે આત્મહત્યા કરી લીધી.
  • ઓક્ટોબર, 2021માં જોધપુરની એક મહિલાએ 2 બાળકો સાથે પાણીની ટાંકીમાં કુદી આત્મહત્યા કરી દીધી.
  • નવેમ્બર મહિનામાં એક માતાએ બાળકો કુવામાં ફેંકી પોતે પણ કુદી પડી.
  • ડિસેમ્બર મહિનામાં એક માતાએ તેનાં 5 બાળકો સાથે આત્મહત્યા કરી.

વર્ષ 2020ના નેશનલ ક્રાઈમ રેક્રોડ બ્યુરોના આંકડા પ્રમાણે આત્મહત્યા કરનારી મહિલાઓમાંથી 14.6% મહિલા પરિણીત હતી. તેમાંથી ઘણી માતા પણ હતી. AIIMSના સાઈકિયાટ્રિક ડૉ. રાજેશ સાગના જણાવ્યા પ્રમાણે, હવે મહિલાઓની જવાબદારી વધી છે. ઘર અને બહારનું એમ બંને કામનું મલ્ટિટાસ્કિંગ કરવા લાગી છે.

ઘર સાથે બહારની જવાબદારી વધી જવાથી મહિલાઓમાં સ્ટ્રેસ વધ્યો છે. આ સ્ટ્રેસ એ હદે વધી ગયો છે કે તે આત્મહત્યામાં પરિવર્તિત થઈ જાય છે. પોતાના મૃત્યુ પછી બાળકનું શું થશે આવા વિચારો સાથે માતા તેમનાં બાળકો સાથે આત્મહત્યા કરી રહી છે.

ભારતની મહિલાઓ આત્મહત્યા કરવામાં મોખરે
હાર્વર્ડ ટી. એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થની સ્ટડી પ્રમાણે, કુલ આત્મહત્યા કરનારી મહિલાઓમાંથી 36% ભારતીય મહિલા છે. વર્ષ 2018માં મેડિકલ જર્નલ લાન્સેટમાં પ્રકાશિત થયેલી સ્ટડી પ્રમાણે 15થી 29 વર્ષની મહિલાઓના મૃત્યુનું કારણ આત્મહત્યા છે.

રિસર્ચ પ્રમાણે ભારતમાં યુવાન અને આધેડ મહિલાઓ આત્મહત્યાના કેસમાં દુનિયાભરમાં મોખરે છે. શિક્ષણ અને સશક્તિકરણમાં ભારતીય મહિલાઓ ઘણી આગળ નીકળી છે પરંતુ સમાજમાં તેમને ઉપલો દરજ્જો મળતો નથી. આ જ કારણોસર મહિલાઓ આત્મહત્યા કરી રહી છે.

સંઘર્ષ કરતાં ઝેર પીવું વધારે સહેલું લાગે છે
NCRBના ડેટા પ્રમાણે, આત્મહત્યા કરનારા 54% લોકોએ આશરે 26% લોકોએ જીવન ટૂંકાવવા માટે ઝેર પી લીધું. 5.2%એ નદીમાં કૂદીને તો 3.8% લોકોએ અગ્નિ સ્નાન કર્યું.

ડૉ. રાજેશ સ્વીકારે છે કે સમાજ મહિલાઓના સકારાત્મક ફેરફાર સ્વીકારશે તો આત્મહત્યાના કેસમાં ઘટાડો આવી શકે છે. WHOના મેન્ટલ હેલ્થ એક્શન પ્લાન 2013-2030એ વર્ષ 2030 સુધી સુસાઈડ રેટ એક તૃતિયાંશ ઓછો કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. મહિલાઓના ઘર અને કરિયર ક્ષેત્રે તણાવ ઓછો કરે તેવી બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...