• Gujarati News
  • Lifestyle
  • Woman With No Visible Baby Bump Goes Into 'surprise Labour' During Night Out, Delivers Healthy Baby

સરપ્રાઈઝ બેબી:સાડા આઠ મહિનાનો ગર્ભ લઈને ફરતી યુવતી પોતાની પ્રેગ્નન્સીથી અજાણ હતી, અચાનક લેબર પેન ઉપડતા દીકરીને જન્મ આપ્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 23 વર્ષીય લેવિનિયાને બેબી બમ્પ કે પ્રેગ્નન્સીના કોઈ લક્ષણો નહોતા
  • દીકરીને જન્મ આપ્યાને અઠવાડિયાં પહેલાંનાં પ્રેગ્નન્સી ટેસ્ટનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું હતું

ઘણીવાર આપણે પ્રેગ્નન્સીના શૉકિંગ કિસ્સા સાંભળીને વિચારોમાં પડી જઈએ છીએ તો ઘણીવાર અમુક કિસ્સા સાંભળીને આપણને વિશ્વાસ આવતો નથી. ઇંગ્લેન્ડમાં 23 વર્ષીય યુવતીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા ખબર પડી કે તે પ્રેગ્નન્ટ છે. પ્રેગ્નન્સીના સાડા આઠ મહિને તેણે સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. બેબી બમ્પ ના હોવાથી તેને ક્યારેય પ્રેગ્નન્ટ હોવાની શંકા ગઈ નહોતી.

પ્રેગ્નન્ટ હોવાની વાત સાંભળી લેવિનિયાને જોરદાર ઝટકો લાગ્યો
વેસ્ટ યોર્કશાયરમાં રહેતી લેવિનિયા મોંગા તેના મિત્રો સાથે કોકટેલ પાર્ટીમાં ગઈ હતી. અહીં અચાનક પેટમાં તીવ્ર દુખાવો ઉપડતા તેને હોસ્પિટલમાં દાખલ કરી. ટેસ્ટિંગ દરમિયાન ખબર પડી કે તે સાડા આઠ મહિનાનો ગર્ભ ધરાવે છે અને આ દુખાવો બીજો કોઈ નહીં પણ લેબર પેનનો છે. ડૉક્ટરની વાત સાંભળવાની સાથે જ લેવિનિયાને જોરદાર ઝટકો લાગ્યો હતો. એ પછી ડૉક્ટરે લેવિનિયાને અન્ય વોર્ડમાં શિફ્ટ કરીને C સેક્શનથી ડિલિવરી કરી. આ સરપ્રાઈઝ ડિલિવરી ગયા મહિને થઇ હતી. હાલ લેવિનિયા એક દીકરીની માતા છે.

દીકરીનું નામ વિલો રાખ્યું
લેવિનિયાએ કહ્યું, હું રેગ્યુલર પીરિયડ્સમાં થતી હતી અને મેં વખતે પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યા હતા અને બંને વખત તેનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું હતું. એક ટેસ્ટ તો દીકરીના જન્મના અઠવાડિયાં પહેલાં જ કર્યો હતો. લેવિનિયા અને તેના 25 વર્ષીય પાર્ટનરે તેમના દીકરીનું નામ વિલો રાખ્યું છે.

લેવિનિયાને બેબી બમ્પ નહોતો
દીકરાના જન્મ પછી હજુ પણ લેવિનિયા આઘાતમાંથી બહાર આવી શકી નથી. તેને હજુ પણ આ બધું એક સપના જેવું લાગે છે. લેવિનિયાને બેબી બમ્પ ના હોવાથી કોઈને પણ શંકા નહોતી ગઈ કે તે પ્રેગ્નન્ટ હશે. લેવિનિયાએ કહ્યું, થોડા મહિનાથી મારું વજન વધી ગયું છે પણ મને લાગતું હતું કે આ લોકડાઉનમાં વધારે ખાવાને લીધે વધ્યું હશે. મને હજુ વિશ્વાસ આવતો નથી, પણ સરપ્રાઈઝ બેબીના આગમનથી અમે ઘણા ખુશ છીએ.

‘અમે સરપ્રાઈઝ બેબીને ખૂબ પ્રેમ કરીશું’
લેવિનિયાને પ્રેગ્નન્સીના એક પણ લક્ષણો નહોતા દેખાતા કે તેના પેટમાં પણ બાળકે ક્યારેય કિક મારી નહોતી. લેવિનિયાએ જણાવ્યું, કોરોના મહામારીની શરૂઆતમાં અમે ક્યારેય નહોતું વિચાર્યું કે થોડા મહિના પછી અમારા ઘરે એક નાનકડું મહેમાન આવશે. ભગવાને આપેલી આ સરપ્રાઈઝથી હું અને મારો પાર્ટનર ઘણા ખુશ છીએ અને દીકરીનું સારી રીતે ધ્યાન રાખીશું અને ખૂબ પ્રેમ કરીશું.

અન્ય સમાચારો પણ છે...