તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકા:પોતાની પ્રેગ્નન્સીથી અજાણ 38 વર્ષીય મહિલાને લાગ્યું કિડની સ્ટોનનો દુખાવો ઉપડ્યો, થોડીવાર પછી ટોઇલેટમાં જ બાળકને જન્મ આપ્યો

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેલિસાનાં મંગેતર કેમ્પબેલે હસતા-હસતા કહ્યું, ‘આ અમારું પહેલું અને છેલ્લું બાળક છે.’ - Divya Bhaskar
મેલિસાનાં મંગેતર કેમ્પબેલે હસતા-હસતા કહ્યું, ‘આ અમારું પહેલું અને છેલ્લું બાળક છે.’
  • મેલિસાને પોતાની અનિયમિત પીરિયડ્સ સાઈકલને લીધે ગર્ભવતી હોવાની વાત પર કોઈ શંકા ના ગઈ
  • 8 માર્ચના રોજ મેલિસાએ ઘરે જ બાળકને જન્મ આપ્યો, હાલ મા-બાળક એમ બંને સ્વસ્થ છે

અત્યાર સુધી આપણી સામે ઘણા બધા એવા કિસ્સા આવ્યા છે જેમાં મહિલાઓને ખબર હોતી નથી કે તેઓ પ્રેગ્નન્ટ છે અને અચાનક બાળકને જન્મ આપે છે. અમેરિકામાં રહેતી 38 વર્ષીય મેલિસા સર્જકોફને થોડી પણ શંકા નહોતી કે ગર્ભવતી છે. એક દિવસ અચાનક તેને પેટમાં દુખાવો ઉપડ્યો તેને લાગ્યું આ બધું કિડની સ્ટોનને લીધે થાય પણ ત્યાં તો તેણે બાળકને જન્મ આપ્યો.

પરિવાર આ સરપ્રાઈઝથી ખુશ થઇ ગયો
બોસ્ટન શહેરમાં રહેતી મેલિસાનાં ઘરે નાનકડું મહેમાન આવ્યું તે વાતની ખુશી તો થઇ પણ બધાને સાથે આશ્ચર્ય પણ થયું. અનિયમિત પીરિયડ્સ સાઈકલ હોવાને લીધે તેણે એ વાત પણ ખાસ ધ્યાન ના આપ્યું. તેને આ તકલીફ પહેલેથી હતી આથી 5 મહિનાથી પીરિયડ્સ ના આવવા છતાં તેના પેટનું પાણી પણ ના હલ્યું.

8 માર્ચના રોજ મેલિસાને પેટમાં દુખાવો ઉપડ્યો તે હોસ્પિટલ જતા પહેલાં બાથરૂમ ગઈ. મેલિસાએ કહ્યું, બાથરૂમમાં મેં બ્લડ જોયું. મને લાગ્યું આ સારી વાત છે. ઘણા સમય પછી પીરિયડ્સ આવ્યા હતા. તેણે એ પછી માતાને ફોન કરી કહ્યું કે તે સ્વસ્થ છે ત્યાં તો ફરીથી દુખાવો થયો.

મેલિસાનું બાળક એકદમ સ્વસ્થ છે
મેલિસાનું બાળક એકદમ સ્વસ્થ છે

ન્યૂઝ એજન્સી USA ટુડે સાથે વાતચીત દરમિયાન કહ્યું, હું ટોઇલેટ સીટ પર બેસીને બૂમો પાડી રહી હતી, આ દુખાવા પરથી ખબર પડી ગઈ આ પીરિયડ્સ તો નથી જ. મને કિડની સ્ટોન હોય તેવું લાગ્યું. થોડા સમય પછી મને લાગ્યું મારા શરીરમાંથી કોઈ વસ્તુ રિલીઝ થઇ છે. જોયું તો બેબી હતું, કોઈ ઓર્ગન એક કિડની સ્ટોન નહોતો.

મેલિસાનો મંગેતરતો જોતો જ રહી ગયો
મેલિસાનો મંગેતર ડોનાલ્ડ કેમ્પહેપ આવ્યો અને તેણે જોયું તેના હાથમાં બેબી હતું. કેમ્પબેલે કહ્યું, ખુશી અને આશ્ચર્ય બંને અનુભવાતું હતું. બાળક શરુઆતમાં શ્વાસ નહોતું લેતું. થોડીવાર પીઠ પર હાથ ફેરવતા તેણે શ્વાસ લેવાનું શરુ કર્યું. મેં રેસ્ક્યુ 911માં ફોન કર્યો. માતા અને બાળક એ બંનેની તબિયત સારી છે.

મેલિસાએ કહ્યું, એવી ઘણી બધી સાઈન હતી જે કહેતી હતી કે હું પ્રેગ્નન્ટ છું પણ મેં તે તરફ ક્યારેય ધ્યાન જ ના આપ્યું. કેમ્પબેલે હસતા-હસતા કહ્યું, ‘આ અમારું પહેલું અને છેલ્લું બાળક છે.’

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો