વર્ક ફ્રોમ હોમ:મહિલાએ 264 ઝૂમ મીટિંગમાં એકનો એક શર્ટ પહેર્યો, 15 મહિના થયા હોવા છતાં ટીમમાં કોઈને ખબર ના પડી

4 મહિનો પહેલા
  • જેમે મહામારી દરમિયાન 15 મહિના સુધી આ અનોખો ફેશન એક્સપરિમેન્ટ કર્યો હતો
  • જેમને દુઃખ થયું કે, તેના અખતરા પર કોઈ ટીમ મેમ્બરનું ધ્યાન જ ના ગયું

કોરોના મહામારીમાં દુનિયાના અનેક લોકોને વર્ક ફ્રોમ હોમમાં કામ કરવાની મજબૂરી પડી છે. આ દરમિયાન મીટિંગ પણ ઓનલાઈન જ લેવાય છે. આ દરમિયાન મહિલાએ સોશિયલ મીડિયા પર ફેશન એક્સપરિમેન્ટ કર્યો હતો. જેમ નામની મહિલા 264 ઝૂમ મીટિંગમાં એકનો એક શર્ટ પહેરીને બેસતી હતી. છેલ્લા 15 મહિનાથી જેટલી પણ મીટિંગ લેવાય તે બધામાં તે પોતાનો બ્લૂ કલરનો શર્ટ પહેરતી હતી. જેમે પોતાના આ અનોખા એક્સપરિમેન્ટનો વીડિયો પણ શેર કર્યો છે.

નોકરીના છેલ્લા દિવસે ખુલાસો કર્યો
નવાઈની વાત તો એ છે કે, જેમ દર મીટિંગમાં એકસરખા કપડાં પહેરતી હતી તે વાત પર કોઈનું ધ્યાન જ ના ગયું. તેણે નોકરીના છેલ્લા દિવસે તેના સહકર્મચારીને આ વાત કહી તો બધાને નવાઈ લાગી. 264 ઝૂમ મીટિંગમાં કોઈનું પણ ધ્યાન જેમના કપડાં પર ગયું નહોતું.

જેમે આ શર્ટ વર્ષ 2018માં ખરીદ્યો હતો. પ્રથમવાર તેણે મહામારી દરમિયાનની ફર્સ્ટ વીડિયો મીટિંગ 2 એપ્રિલ, 2020ના રોજ પહેર્યો હતો. એકવાર પહેર્યા પછી તેણે દરેક મીટિંગમાં આ જ શર્ટ પહેરવાનું ચાલુ રાખ્યું. ધીમે-ધીમે કરતા મીટિંગનો આંકડો 264 સુધી પહોંચી ગયો.

જેમે કહ્યું, આજે મારી જોબનો લાસ્ટ ડે છે અને આજે 264મી મીટિંગ છે. મેં મારી ટીમમાં કહ્યું કે, હું દરેક મીટિંગમાં એક જ શર્ટ પહેરીને આવતી હતી. એ લોકોને શરુઆતમાં તો ખબર જ ના પડી કે હું શેની વાત કરું છું. કોઈએ નોટિસ જ ના કર્યું.

સમય બચાવવા આ આઈડિયા સારો છે
જેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેને દરેક મીટિંગમાં એક જ શર્ટમાં જોઈ શકાય છે. એક યુઝરે કમેન્ટ કરી કે, રોજ ઓફિસ કયા કપડાં પહેરવા તે વિચારવામાં ઘણો ટાઈમ જાય છે. સમય બચાવવા માટે આ આઈડિયા સારો છે. બીજા યુઝરે કહ્યું, તેની ટીમમાં કોઈને ખબર ના પડી એ જાણીને નવાઈ લાગી.

અહીં વીડિયો જુઓ:

અન્ય સમાચારો પણ છે...